ગુજરાતના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને મળ્યો કયો વિભાગ

gujarat new cabinet ministers portfolio : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણ પછી તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવી દેવામાં આવ્યા છે. સીએમ સહિત કુલ 27 મંત્રીઓ છે. કયા મંત્રીએ કયું ખાતું મળ્યું તે વિશે જણાવી રહ્યા છીએ

Written by Ashish Goyal
Updated : October 17, 2025 20:05 IST
ગુજરાતના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને મળ્યો કયો વિભાગ
સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતના નવા મંત્રીઓએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, પૂર્વ ગવર્નર અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વજુભાઈ વાળા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે જોવા મળે છે (તસવીર - @BJP4Gujarat)

Gujarat New Cabinet : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણ પછી તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવી દેવામાં આવ્યા છે. સીએમ સહિત કુલ 27 મંત્રીઓ છે. જેમાં 17 નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા છે. કયા મંત્રીને કયું ખાતું મળ્યું તે વિશે જણાવી રહ્યા છીએ.

ગુજરાત મંત્રીમંડળમાં કોને મળ્યા કયા ખાતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓનો વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, બંદરો અને મૂડી પ્રોજેક્ટ્સ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનીજ, પોલીસ આવાસ, માહિતી અને પ્રસારણ, તમામ નીતિઓ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા તમામ વિષયો.)

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યુરિટી, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, કાયદો, સ્પોર્ટ્સ, MSMe વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ, સિવિલ એવિએશન.

કેબિનેટ મંત્રી

ઋષિકેશ પટેલ : ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય આવાસ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતો.

જીતુ વાઘાણી : કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન.

કુંવરજી બાવળિયા : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ.

કનુ દેસાઈ : નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ.

નરેશ પટેલ : આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગો અને ગ્રામ્ય આવાસ.

અર્જુન મોઢવાડિયા : વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી.

ડૉ. પ્રદ્યુમન વાજા : સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ.

રમણ સોલંકી : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)

  • ઈશ્વર પટેલ : પાણી પુરવઠા અને જળસંપત્તિ.
  • પ્રફુલ પાનસેરિયા : આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ.
  • મનીષા વકીલ : મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા.

આ પણ વાંચો – ગુજરાત મંત્રી મંડળમાં નવા 17 ચહેરાઓને મળ્યું સ્થાન, આ નવા મંત્રીઓ વિશે જાણો બધી જ માહિતી

રાજ્ય કક્ષાના મંત્રી

  • પરસોત્તમ સોલંકી : મત્સ્યોદ્યોગ.
  • કાંતિલાલ અમૃતિયા : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર.
  • રમેશ કટારા : કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન.
  • દર્શના વાઘેલા : શહેરી વિકાસ આવાસ.
  • કૌશિક વેકરિયા :કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો.
  • પ્રવીણ માળી : વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, પરિવહન.
  • જયરામ ગામિત : રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠું ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન.
  • ત્રિકમ છાંગા : ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ.
  • કમલેશ પટેલ : નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ.
  • સંજયસિંહ મહિડા : મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ વિકાસ.
  • પી.સી. બરંડા : આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.
  • સ્વરૂપજી ઠાકોર : ગ્રામ વિકાસ અને ખાદી ઉદ્યોગ.
  • રિવાબા જાડેજા : પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ