scorecardresearch

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ખાસ વાતચીતઃ “ગાંધીજી આજે હોત તો સૌથી વધારે આશીર્વાદ મને આપત”

Gujarat governor interview: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ મુલાકાતમાં વિવાદ, પ્રાકૃતિક ખેતી, ગાય પાલન સહિતના મુદ્દાઓ ઉપર વાત કરી હતી.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ખાસ વાતચીતઃ “ગાંધીજી આજે હોત તો સૌથી વધારે આશીર્વાદ મને આપત”
ગુજરાત ગવર્નર આચાર્ય દેવવ્રતની ફાઈલ તસવીર

રિતુ શર્માઃ મહાત્મા ગાંધીએ વર્ષ 1920માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. જોકે હવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિયુક્તીના નિર્ણયથી એક વિવાદ ઊભો થયો છે. પહેલીવાર ”બિન ગાંધીવાદી” વ્યક્તિને આ પદ સોંપવાના નિર્ણય ઉપર પ્રશ્નો ઊભા થયા છે. 63 વર્ષીય આચાર્ય દેવવ્રતે 11 ઓક્ટોબરના રોજ કુલપતિ પદના આમંત્રણને સ્વીકાર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ મુલાકાતમાં વિવાદ, પ્રાકૃતિક ખેતી, ગાય પાલન સહિતના મુદ્દાઓ ઉપર વાત કરી હતી.

જો તમને પૂછવામાં આવે કે તેમ ગાંધીવાદી છો તો તમારી પ્રતિક્રિયા શું છે?

મને યાદ છે ત્યાં સુધી મેં ગાંધીની ખાદી અને ગાંધીની ધોતી-કુર્તા જ પહેર્યાં છે. ગાંધીજીના મનમાં ગાયો માટે ખૂબ જ સન્માન હતું. હું એક ગૌપાલક છું. તેમણે ગાય અને પ્રકૃતિ પર ઉત્કૃષ્ટ લખ્યું છે. હું ગાય, કૃષિ અને પ્રાકૃતિક ખેતીની વાત કરું છું. જો ગાંધીજી આજે હોત તો સૌથી વધારે આશીર્વાદ મને આપત. મેં આ કામ માટે મારું આખું જીવન સમર્પિત કર્યું છે. તેમણે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શોધ,સંતોષ, તપ, સ્વાધ્યાય, ઇશ્વર પ્રણિધાનનું અનુસરણ કર્યું હતું. હું પણ આ વ્રતોનું સંપૂર્ણ પણે પાલન કરું છું. પર્યાવરણ માટે હું દરરોજ હવન કરું છું. હું સંપૂર્ણ શાકાહારી છું. હું એટલી મહેનત કરું છું કે મારા ગુરુકુળમાં જાતિ માટે કોઈ જગ્યા નથી. અમે એના વિશે પૂછતા પણ નથી અને ચર્ચા પણ કરતા નથી. કોણ કઈ જાતિના છે એ અંગે અમારે કોઈ લેવાદેવા નથી. દરેક માણસ છે કામ કરો અને આગળ વધો, એ જ સિદ્ધાંત હતાં. હું પર્યાવરણ, પ્રાણીઓ અને પક્ષીઓને પ્રેમ કરું છું. પાણી અને પર્યાવરણના સંરક્ષણ માટે વાત કરું છું. હવે એક ગાંધીવાદી માટે મારામાં બીજા શું ગુણો હોવા જોઈએ? તેમણે મને જણાવવા જોઈએ.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિના આમંત્રણ અંગે તમારી શું પ્રતિક્રિયા છે?

ગાંધીજી જેવા મહાન વ્યક્તિ દ્વારા સ્થાપિત કરાયેલી સંસ્થામાં સેવા કરવાની તક મેળવીને હું પોતાની જાતને ગૌરવાન્વિત અને ભાગ્યશાળી મહેસૂસ કરું છું. મને લાગે છે કે તેમના વિચારો અને સિદ્ધાંતોને વધારે મજબૂત કરવામાં આવશે કારણે હું તેમના સિદ્ધાંતોથી પ્રભાવિત છું. હું મારા ગુરુકુળમાં તેમના સિદ્ધાંતોનું પાલન કરું છું. મારી પાસે એક જ જીવન દર્શન છે.

મને ખબર છે કે જે લોકોએ નિર્ણય કર્યો હશે એ ખૂબ ખુશ હશે. એ પૈકી કેટલાક લોકો હશે જે વિચારતા હશે કે હું ગાંધીવાદી નથી. એમને ખબર પડી જશે કે (મારા નામ આપવાનો) નિર્ણય ખોટો ન્હોતો. હું ચાર ગુરુકુળ ચલાવું છું. અંબાલામાં બધી આવાસીય અને એક છોકરીઓ માટે છે. આ ગુરુકુળો હરિયાણામાં ટોચ પર છે અને એજ્યુકેશન વર્લ્ડ દ્વારા દેશમાં મુખ્ય 10માં સ્થાન આપવામાં આવ્યું છે. જે દુનિયાભરની સ્કૂલોને રેંક કરે છે.

આ વર્ષે મારે 300 બાળકો જોઈતા હતા પરંતુ આ માટે 10,000 બાળકોએ લેખિત પરીક્ષા આપી હતી. જોકે આની શરુઆત પાંચ બાળકોથી થઈ હતી. જ્યારે અમે શરુઆત કરી હતી ત્યારે આ કંઈ જ ન્હોતું. 200 એકરની આ જમીન ઉપર લોકોએ કબ્જો કરી લીધો છે. કોઈ આવવા માટે તૈયાર ન્હોતું. જ્યારે હું જોડાયો ત્યારે હું માત્ર 21 વર્ષનો જ હતો. મને પ્રિન્સિપલ તરીકે એટલા માટે નિયુક્ત ન્હોતો કર્યો કારણે કે ત્યાં કોઈ જોડાવા માંગતું ન્હોતું. અમે ભૂખે મરતા હતા. છતના લકડાથી અમે રસોઈ બનાતા હતા. વિદ્યાર્થીઓ ગરીબ પરિવારમાંથી આવતા હતા. મેં 22 વર્ષ સુધી તપસ્યા કરી. સરકાર તરફથી કોઈપણ સહયોગ ન મળ્યો. હું વરસનું કરિયાણું એકઠું કરવા માટે ઘઉં અને ચોખાની બોરીઓને ખભા પર ઉઠાવીને ભેગી કરી હતી. જેનો ઉપયોગ કરીને અમે જીવીત રહ્યા હતા.

હું હજી પણ ગુરુકુળનો સંરક્ષક છું અને કામકાજ જોવું છું. જોકે અમારી પાસે એક પ્રબંધન અને એક ટ્રસ્ટ છે. પરંતુ હું ટ્રસ્ટી નથી. મારા ગુરુકુળની બહાર વિદ્યાર્થીઓ એનડીએ (રાષ્ટ્રીય રક્ષા એકેડમી) ખડકવાસલમાં પ્રશિક્ષણ લઈ રહ્યા છે. આઠે પહેલા જ એનડીએની પરીક્ષા પાસ કરી લીધી છે. સૈનિક સ્કૂલોમાં માત્ર 32 જ પાસ થઈ શક્યા જ્યારે મારા ગુરુકુળમાંથી 60 પરીક્ષા પાસ કરી શક્યા છે. મને સંસ્થા ચલાવવાનો 35 વર્ષનો અનુભવ છે. 35 વર્ષ સુધી હું પ્રિન્સિપલ રહ્યો છું.

ગુજરાત વિદ્યાપીઠમાં તમારી પ્રાથમિક્તા શું છે?

મેં તેમની આંતરિક વ્યવસ્થા ક્યારે જોઈ નથી. હું વિદ્યાપીઠની કાર્યપ્રણાલી સિખીશ. હું ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ સાથે બેસીશ અને સમજીશ કે ગાંધીજીએ કયા ઉદેશ્ય સાથે સંસ્થાની સ્થાપના કરી હતી. હું એ ઉદેશ્યો અને ટ્રસ્ટીઓના સહયોગથી આગળ વધીશ.

ગુજરાતના રાજ્યપાલનું પદ સંભાળ્યું ત્યારથી તમે રાજનીતિક મુદ્દાઓથી દૂર રહ્યા છો

હું ક્યારે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો રહ્યો નથી. મારું મિશન શિક્ષા, પ્રાકૃતિક ખેતી, ગૌપાલન, યુવા પેઠીમાં યોગ પ્રાણાયામ કરાવવું અને ગ્રામીણ ક્ષેત્રોમાં એક વ્યસન મુક્ત સમાજ બનાવવો. હું વડાપ્રધાનના બેટી બચાઓ, બેટી પઢાઓ અને સ્વચ્છ ભારત અભિયાનના મિશન સાથે પણ જોડાયેલો છું. પરંતુ કોઈપણ રાજનીતિક દળમાં સામેલ થવા કે કોઈ રાજકીય મંચનો ઉપયોગ કરવાની ક્યારે મારી ઈચ્છા ન્હોતી. આ ક્યારેય મારી ઇચ્છા અને મારી રુચી રહી નથી. મને જે જવાબદારી આપવામાં આવી છે એ સૌભાગ્યથી બંધારણીય છે. આનું રાજનીતિથી કોઈ લેવા-દેવા નથી.

ગુજરાત વિદ્યાપીઠમાં તમારી પ્રાથમિક્તા શું છે?

મેં તેમની આંતરિક વ્યવસ્થા ક્યારે જોઈ નથી. હું વિદ્યાપીઠની કાર્યપ્રણાલી સિખીશ. હું ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ સાથે બેસીશ અને સમજીશ કે ગાંધીજીએ કયા ઉદેશ્ય સાથે સંસ્થાની સ્થાપના કરી હતી. હું એ ઉદેશ્યો અને ટ્રસ્ટીઓના સહયોગથી આગળ વધીશ.

ગુજરાતના રાજ્યપાલનું પદ સંભાળ્યું ત્યારથી તમે રાજનીતિક મુદ્દાઓથી દૂર રહ્યા છો

હું ક્યારે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો રહ્યો નથી. મારું મિશન શિક્ષા, પ્રાકૃતિક ખેતી, ગૌપાલન, યુવા પેઠીમાં યોગ પ્રાણાયામ કરાવવું અને ગ્રામીણ ક્ષેત્રોમાં એક વ્યસન મુક્ત સમાજ બનાવવો. હું વડાપ્રધાનના બેટી બચાઓ, બેટી પઢાઓ અને સ્વચ્છ ભારત અભિયાનના મિશન સાથે પણ જોડાયેલો છું. પરંતુ કોઈપણ રાજનીતિક દળમાં સામેલ થવા કે કોઈ રાજકીય મંચનો ઉપયોગ કરવાની ક્યારે મારી ઈચ્છા ન્હોતી. આ ક્યારેય મારી ઇચ્છા અને મારી રુચી રહી નથી. મને જે જવાબદારી આપવામાં આવી છે એ સૌભાગ્યથી બંધારણીય છે. આનું રાજનીતિથી કોઈ લેવા-દેવા નથી. હું ગુજરાતના રાજભવનમાં રહું છું ત્યારે મેં એ જનસેવા અંગે વિચાર્યું છે જ્યારે જેની મેં શપથ લીધી હતી. મેં હિમાચલ પ્રદેશમાં પણ આવું જ કર્યું હતું. મેં વિશ્વવિદ્યાલયની છાત્રાલયોમાં પણ જતો હતો. તેમના મુદ્દાઓનું પણ સમાધાન કરતો હતો. હું મારી કારમાં એક પાવડો અને તગારું રાખું છું. દર મહિને હું સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કરું છું. હું પોતાને રાજકીય વિવાદોથી દૂર રાખું છું.

તમે પ્રાકૃતિક ખેતી ક્યારે અને કેવી રીતે શરૂ કરી?

2012-13ની આસપાસ એક દિવસ ગુરુકુળ કુરુક્ષેત્રનો એક કર્મચારી ખેતરમાં કીટનાશક છાંટતી વખત બેભાન થયો હતો. તે બચી ગયો પરંતુ આનાથી મારા મન પર એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો. આ કર્મચારીએ આ કીટનાશકને પીધું કે ખાધું નથી માત્ર શ્વાસમાં લેવાથી તેના જીવ પર ખતરો ઊભો થયો હતો. તો મારા ગુરુકુળના લગભગ 1500 બાળકોનું શું થશે જે આ ખેતમાં ઉગેલા ઘઉં, ચોખા, દાળ અને શાકભાજી ખાય છે. આ ઝેર તેમના શરીરમાં જવું ગુનો છે. ત્યારથી જ મેં આ સમસ્યાનું સમાધાન શોધવાનું શરું કર્યું હતું.

મેં કૃષિ વિશ્વવિદ્યાલયો અને ખાસ કરીને કુરુક્ષેત્રમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જૈવિક ખેતી અંગે માહિતગાર કરવામાં આવ્યો હતો. મેં કેવીકેના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. હરિઓમનો સંપર્ક કર્યો અને તેમને આ ઝેરી ખેતીના વિકલ્પ અંગે પૂછ્યું હતું. તેમણે મને જૈવિક ખેતી અંગે જણાવ્યું હતું. મારી પાસે નિષ્ણાંતો મોકલ્યા અને તેમની મદદથી અમે ખેતરમાં ઉપયોગમાં આવનારા વર્મીકમ્પોસ્ટ માટે જગ્યા બનાવી. જોકે, આમ કરવાથી ખેતરમાં વધારાનું ખડ ઉઘી જશે અને પહેલા વર્ષે અમે કંઈ ન મળ્યું કારણ કે આખા પાકને કીડાઓ અને ઇયળો ખાઈ ગયા હતા. મેં પાંચ એકર જમીન ઉપર આ પ્રયોગ કર્યો હતો.

મેં વધારે સંશોધન કર્યું અને જાણ્યું કે છેલ્લા 20-30 વર્ષોથી કેન્દ્ર અને રાજ્ય સરકરો દ્વારા જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે છે. જો આટલું ફાયદાકારક હોત તો છેલ્લા 30 વર્ષમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું હતો. ત્યાંથી જ મેં પ્રાકૃતિક ખેતી ઉપર શોધ કરી. વિચાર પ્રકૃતિથી અને જંગલથી આવ્યો. પ્રકૃતિની વ્યવસ્થા એવી છે કે તે જંગલમાં બધું જ પ્રદાન કરે છે તો મારા ખેતરમાં કેમ નહીં આપે? આ જ નિયમ મારા ખેતરમાં કામ કરશે એ જ પ્રાકૃતિક ખેતી છે.

અમને જાણવા મળ્યું છે કે તમારી પાસે પ્રાકૃતિક ખેતી પર કામ કરનારી એક કૃષિ નિષ્ણાંતોની એક ટીમ છે. એ કામ કરે છે?

આપણે પ્રાકૃતિક ખેતીમાં કંઈક નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો અને જૂની ટેક્નોલોજીને દૂર કરવાની જરૂરત છે. મારી પાસે 10 વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાતોની એક ટીમ છે. આ ટીમમાં હિસાર કૃષિ વિશ્વવિદ્યાલયના ડોક્ટર બલજીત સિંહ સરન પણ સામેલ છે. તેઓ એક માઇક્રોબાયોલોજિસ્ટ અને વરિષ્ટ વૈજ્ઞાનિક છે જેમણે યુએસ, ફ્રાન્સ અને યુકેમાં માઇક્રોબાયોલોજીસ્ટની સાથે કામ કર્યું છે. અમે પાંચ વર્ષ પહેલા ટીમને ગૌમૂત્ર ઉપર શોધ કરવાનું કામ સૌંપ્યું હતું. ડો. હરિઓમ, ડો રાજેશ્વર ચંદેલ જે ડો.વાયએસ પરમાર યુનિવર્સિટી ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી, સોલન, હિમાચલ પ્રદેશના કુલપતિ છે. ત્યાના ડો. સુભાષ પણ ટીમનો હિસ્સો છે. આંધ્રા પ્રેદશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અન્ય વૈજ્ઞાનિકો પણ છે.

આ વૈજ્ઞાનિકોએ દરેક પ્રાણીઓ અને ગાયોની દરેક જાતોના ગોબર પર શોધ કરી છે. તેમણે એક ગ્રામ ગોબરમાં 300 કરોડ બેક્ટેરિયા મળ્યા. એવું લાગે છે કે ભગવાને ગાયોના આંતરડામાં બેક્ટેરિયાની ફેક્ટરી લગાવી દીધી હોય. સ્થિતિ એ છે કે એક ખેડૂત ઉત્પાદન વધારવા માટે પોતાની એક એકર જમીનમાં 10-20 કિલો યુરિયા નાંખતો હતો હવે તે 8થી 10 બોરીનો ઉપયોગ કર્યા બાદ પણ ફાયદો મળતો નથી. રસાયણોનો ઉપયોગ સતત વધતો જાય છે. ખેડૂતોને આવક ઓછી અને ખર્ચમાં વધારો થતો જાય છે. જેના કારણે ખેડૂત દેવામાં ડૂબી જાય છે. આ દેશ માટે મોટો પડકાર છે.

ભોજનની કમીની આશંકાઓની સાથે સાથે રાજ્ય અથવા દેશભરમાં આના વ્યાપક અનુપ્રયોગમાં પ્રમુખ મુદ્દા કયા છે?

જૈવિક ખેતીએ આ ડર ઊભો કર્યો છે જે હકીકત પણ છે. ભારતીય વૈજ્ઞાનિકો ખેડૂતોને ભટકાવી રહ્યા છે. કે શ્રીલંકાને જુઓ જ્યાં જૈવિક ખેતીનો ઉપોયગ કરવામાં આવ્યો હતો. તેઓ ભૂખથી મરી રહ્યા છે. જો તમે તેનું અનુસરણ કરો છો તો તમે પણ એ જ પરિસ્થિતિમાં હશો. હું પણ એ જ કહીશ. જો જૈવિક ખેતીનું પાલન કરશો તો આ સમસ્યા થશે પરંતુ પ્રાકૃતિક ખેતીના મામલામાં આવું નહીં થાય. પ્રાકૃતિક ખેતીમાં સંપૂર્ણ પ્રણાલીનું પાલન કરવામાં સાવધાની રાખવી પડશે.

તમને શું લાગે છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ કેવી રીતે લાગુ થશે અને આને લાગુ કરવા માટે કેટલો સમય લાગશે?

35 વર્ષ બાદ પુરી વ્યવસ્થા બદલાઈ છે. ત્યારબાદ મારુ માનવું છે કે તેમના ટેલેન્ટમાં બદલાવ આવશે. તેમને પોતાનું ટેલેન્ટ દેખાડવાની તક મળશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને ગોખી ગોખીને અભ્યાસ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. હવે તેઓ જે પણ કરશે તેમની સમજથી કરશે. આગામી વર્ષે આને એક હદ સુધી લાગુ કરવામાં આવશે.

Web Title: Gujarat governor acharya devvrat interview vidhyapeeth chancellor

Best of Express