/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/gujarat-rain-2.jpg)
ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat heavy rain, IMD updates, Rain forecast, weather updates : ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદે ફરીથી બેટિંગ કરવાનું શરુ કરી દીધું છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. ખાસ કરીને પંચમહાલના ગોધરામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો હતો. ગોધરા અને શેહરામાં 9 ઈંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત મહિસાગરના વિરપુરમાં પણ નવ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
પંચમહાલના ગોધરા અને શહેરમાં 9 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં પંચમહાલ, મહિસાગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. વરસાદના આંકડાની વાત કરીએ તો પંચમહાલના ગોધરામાં સાડા નવ ઇંચ, શેહરામાં સવા નવ ઇંચ, મહિસાગરના વિરપરમાં નવ ઇંચ, સાબરકાંઠાના તલોદમાં પોણા નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
આ ઉપરાંત ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો એ અંગેના આંકડા જોવા માટે આપેલી પીડીએફ વાંચો
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
હવામાન વિભાગે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે. ભારતીય હવામાન વિભાગના ટ્વિટર પર આપેલી જાણકારી અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર બન્યુ છે અને તેની અસર રાજસ્થાન, ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે.
હવામાન વિભાગે 18 સપ્ટેમ્બર સુધી ખેડા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું છે. આ પાંચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી છે. તો બનાસકાંઠા, સાબરકાંડા, મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરા માટે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે.
आज #गुजरात क्षेत्र प्रदेश के विभिन्न क्षेत्रों में भारी से अति भारी वर्षा की संभावना है। वर्षा के इस रेड अलर्ट में मौसम संबंधित सावधानियां बरतें तथा जल भराव, कच्चे रास्तों एवं भारी यातायात वाले क्षेत्रों में जाने से बचें। pic.twitter.com/o4bofDf77m
— India Meteorological Department (@Indiametdept) September 17, 2023
19 સપ્ટેમ્બર માટે 3 જિલ્લામાં રેડ એલર્ટ, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી
હવામાન વિભાગે 19 સપ્ટેમ્બર, 2023 માટે 3 જિલ્લામાં રેડ એલર્ટ અને 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 સપ્ટેમ્બર બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી માટે રેડ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. તો તે દિવસ માટે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.તે દિવસે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા અને પંચમહાલ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us