Vadodara Flood: વડોદરા કેમ ડુબ્યું? વડોદરાવાસીઓને હાલાકીમાં કેમ મુકાવું પડ્યું?

Vishwamitri Heavy Rain And Flood: વડોદરામાં ભારે વરસાદ બાદ પૂર સાથે મગરની મુસીબતે આવી ચડી હતી. શહેર 72 કલાક કરતા સમય સુધી વડોદરાવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Written by Ajay Saroya
September 09, 2024 17:12 IST
Vadodara Flood: વડોદરા કેમ ડુબ્યું? વડોદરાવાસીઓને હાલાકીમાં કેમ મુકાવું પડ્યું?
Vishwamitri Heavy Rain And Flood: વડોદરામાં ભારે વરસાદ બાદ ભયંકર પૂર આવ્યું. વિશ્વામિત્રી નદીા મગર શહેરી વિસ્તારમાં આવી ચડ્યા હતા. (Express Photo)

(અદિતી રાજ, રીતુ શર્મા) Vishwamitri Heavy Rain And Flood: વડોદરામાં ભારે વરસાદ બાદ પુર અને મગર આવવાની ઘટનાઓના સમાચાર અને વીડિયો ચર્ચામાં છે. 26 અને 27 ઓગસ્ટના 24 કલાકમાં લગભગ 9.4 ઇંચ (239 મીમી) વરસાદ પડ્યો હતો, જેના કારણે 134 વર્ષ જૂના આજવા અને 94 વર્ષ જૂના પ્રતાપપુરા જળાશયો ઓવરફ્લો થયા અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું. ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પાણી ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઘુસી ગયા. વડોદરા લગભગ 72 કલાક સુધી પાણીમાં દુબેલું રહ્યું હતું.

માંજલપુરના વિશ્વામિત્રી રોડ પર રહેતા પ્રતિક્ષા ગોડસે (45), જેનું એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ 72 કલાકથી વધુ સમય સુધી જળબંબાકાર રહ્યું હતું, તેમણે કહ્યું કે રહેવાસીઓએ પૂરની તીવ્રતાનો અંદાજ લગાવ્યો ન હતો. મંગળવારની મધ્યરાત્રિ (27 ઑગસ્ટ) થી ગુરુવારની મોડી સવાર (29 ઑગસ્ટ) સુધી અમારા ટ્રાન્સફોર્મર માંથી પાણી નીકળી ન જાય ત્યાં સુધી અમે વીજળી વગર રહ્યા હતા. અમારી પાસે 24 કલાક બાદ દૂધ અને પાણી ખુટી ગયું હતું.જ્યારે પાણી ઓછું થઈ ગયું ત્યારે જ રહેવાસીઓ ભેગા થયા અને ટ્રેક્ટર મંગાવ્યું. જેમને તબીબી સારવારની જરૂર હોય તેવા ઉંમર લાયક લોકોને ટ્રેક્ટરમાં બેસાડી બહાર સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા હતા.

વાહનોને પાણીમાં તણાઇ જતા અને ડુબી જતા જોતા જોનાર પ્રતિક્ષા ગોડસે કહે છે, વડોદરા શહેરમાં 2019ના પૂર કરતાં પાણી ઓછામાં ઓછું 4 ફૂટ ઊંચું હતું. ડ્રેનેજ સિસ્ટમમાં સંભવિત અવરોધને કારણે અમારો એક એપ્રોચ રોડ 10 દિવસથી વધુ સમયથી પાણીથી ભરાયેલો રહ્યો હતો. આ અનુભવ પછી, અમે ફક્ત એટલું જ ઈચ્છી શકીએ કે સરકાર પૂરના જોખમને ઘટાડવા માટે વિશ્વામિત્રી નદીના કાયાકલ્પ પ્રોજેક્ટ પર કામ કરે.

વડોદરા શહેરમાં 20 વર્ષનું સૌથી ભયંકર પૂર આવ્યું છે. આ પૂરમાં વડોદરાના સમા, અકોટા, નિઝામપુરા અને સયાજીગંજ જેવા પોશ વિસ્તારોમાં વિજ સપ્લાય બંધ થઇ ગયો હતો. કારણ કે સરકાર સંચાલિત વીજ કંપનીએ જાનહાનિ ટાળવા માટે ફીડર બંધ કરી દીધા હતા.

Gujarat Vadodara flood Struggle Story
વડોદરા પૂર સંઘર્ષ કહાની

વડોદરામાં પૂર બાદ મગરની મુસીબત, 41 મગરો રેસ્ક્યુ કરાયા

વડોદરામાં ભારે વરસાદના કારણે પૂર સાથે મગરની મુસીબત પણ આવે છે. વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા મોટી સંખ્યામાં મગરો નદી કાંઠાના રહેણાંક વિસ્તોરામાં આવી ચડતા લોકોના જીવ તાંળવે ચોંટ્યા હતા. એકલા ઓગસ્ટ મહિનામાં જ 41 મગર રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં પણ “વ્યાપક શહેરી વિકાસ” દ્વારા પૂરની સ્થિતિ વધુ વકરી હોવાનું તારણ આવ્યું છે. વડોદરાના રાજવી પરિવારના રાધિકારાજે ગાયકવાડે 2 સપ્ટેમ્બરની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો, જેમા તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે વડોદરાની કુદરતી જળપ્રવાહ પ્રણાલીનો વારસો “નબળા વ્યવસ્થાપન અને અતિવિકાસને કારણે અવરોધાયો છે.

પ્રતાપપુરા જળાશય કે જે હાલોલ અને પાવાગઢમાંથી વરસાદી પાણીનો સંગ્રહ કરે છે તે ઓછા વરસાદના વર્ષો દરમિયાન આજવા ડેમને પૂરક બનાવવાનો હતો. પ્રતાપપુરા અને આજવા બંને ડેમ તેમના પરદાદા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બનાવવામાં આવ્યા હતા.

તેઓ યાદ કરતા કહે છે કે, કેવી રીતે વડોદરા શહેરમાં 1878માં 1955 મીમી, 1917માં 1752 મીમી અને 1927માં 2336 મીમી વરસાદ પડ્યો હતો. તેમણે વર્ષ 2005ના પૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યારે શહેરમાં 2280 મીમી વરસાદ પડ્યો હતો, જેના કારણે કાલા ઘોડા સર્કલ ખાતે મહારાજા સયાજીરાવના ઘોડા ડૂબી ગયા હતા. જેના લીધે તેને ઘોડા પૂર સર્કલ નામ આપવામાં આવ્યું હતું અને તેની સરખામણી 1927ના પૂર સાથે કરવામાં આવી હતી.

Crocodile On Vadodara Rooftop: પૂરની સ્થિતિ વચ્ચે વડોદરામાં મગરોનું રાજ
Crocodile On Vadodara Rooftop:

પૂરની સ્થિતિ વચ્ચે વડોદરામાં મગરોનું રાજ – photo – Social media

ગાયકવાડની પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વરસાદને કારણે આજવા અને પ્રતાપપુરા જળાશયોને અંદાજિત રૂ. 56 કરોડનું નુકસાન થયું છે, જે પૂર વ્યવસ્થાપનમાં ઐતિહાસિક પાઠની અવગણનાનું પરિણામ દર્શાવે છે.

26 ઓગસ્ટની સાંજે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ આજવા અને પ્રતાપપુરા ડેમના પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવ્યા બાદ ગંભીર પરિસ્થિતિની ચેતવણી આપતો વોર્નિગ વીડિયો જારી કર્યો હતો. આજવા ડેમ તેની મહત્તમ સપાટી 213.85 ફૂટ અને પ્રતાપપુરા ડેમ લગભગ 230 ફૂટની સપાટીને વટાવી ગયો છે, વિશ્વામિત્રી નદી કિનારે ગેરકાયદેસર બાંધકામ અને અતિક્રમણથી સંકોચિત થઇ ગઇ છે. વિશ્વાનિત્રી નદીમાં તેની વર્તમાન વહન ક્ષમતા 28000 ક્યુસેકની સામે 42000 ક્યુસેક કરતા વધુ પાણી આવ્યું હતું.

27 ઓગસ્ટની મધ્યરાત્રિ સુધીમાં વડોદરાના કેટલાક વિસ્તારોમાં પાવરકટ અને પાણીની સપાટી 11 ફૂટથી વધુ જતી રહી, ઘરોમાં પાણી ભરાયા, વાહનો અને રોડ રસ્તાઓને પણ નુકસાન થયું. 27 ઓગસ્ટની સાંજે વરસાદે વિરામ લીધો પરંતુ પૂરના પાણીએ 48 કલાક સુધી વડોદરાને બાનામાં રાખ્યું હતુ. VMC એ ડેમમાં પાણીની સપાટી 213.65 ફૂટ જાળવવા માટે આજવા ડેમના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધાના 12 કલાક પછી 29 ઓગસ્ટના રોજ મોડી બપોર સુધી વડોદરા પાણીમાં ડુબેલું રહ્યું હતું.

ઉદિત ભાટિયા, IITGN ખાતે સિવિલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના એસોસિયેટ પ્રોફેસર અને મશીન ઇન્ટેલિજન્સ એન્ડ રિસિલિયન્સ લેબોરેટરીના મુખ્ય તપાસનીસ હેઠળની એક સંશોધન ટીમ, જે આત્યંતિક ઘટનાઓનો સામનો કરવા શહેરી સિસ્ટમ્સની સ્થિતિસ્થાપકતા પર કામ કરે છે, 20 અને 29 ઓગસ્ટ વચ્ચે પડેલા મહત્તમ વરસાદનું વિશ્લેષણ કર્યું હતું.

ભાટિયાના સંશોધનમાં વડોદરામાં પૂર માટે વ્યાપક શહેરી વિકાસ, ઝડપથી શહેરીકરણ અને પાણી નિકાલની વ્યવસ્થામાં અવરોધને જવાબદાર ગણાવ્યા છે. શહેરી જમીન ઉપયોગ વિશ્લેષ્ણમાં નદી કિનારાની નજીક ઝડપથી વિસ્તરણ જોવા મળ્યું છે, ખાસ કરીને વડોદરામાં નીચેની તરફ અને જ્યાં વિકાસ સતત પૂર માટે સંવેદનશીલ છે. તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, તીવ્ર વરસાદ ડ્રેનેજ સિસ્ટમ્સ સામે મોટો પડકાર ઊભો કરે છે, અને અર્બન બેસિન મેનેજમેન્ટને એકીકૃત કર્યા વિના, નિયમિત વરસાદની ઘટનાઓ પણ અણધારી રીતે ગંભીર પરિણામો લાવી શકે છે,

29 ઓગસ્ટના રોજ વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી નદીના પુનરુત્થાન અને પુનર્જીવન માટે 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. ભાજપ શાસિત VMCએ 2010માં સમાન વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની દરખાસ્ત કરી હતી, જેના માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ ની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ કંઈ જ આગળ વધ્યું ન હતું.

2019માં બીજા ભયંકર પૂર બાદ વિજય રૂપાણીની આગેવાની હેઠળની ભાજપ સરકારે વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા માટે એક મેગા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જો કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા મંજૂર કરાયેલ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ ક્યારેય લાગુ કરવામાં આવ્યો ન હતો.

પર્યાવરણ સુરક્ષા સમિતિના કાર્યકર રોહિત પ્રજાપતિ, જેઓ 2016માં VMC ને NGT ઢસડી ગયા હતા, તેમણે જણાવ્યું કે, પૂર આવવા પાછળનું કારણ એ એક તૈયારી વિનાનું શહેર છે જેણે દરેક કુદરતી પાણીના નિકાલને અવરોધ્યું અને વિકાસની ખોટી કલ્પના કરેલી શોધમાં શોષણ અને વહન ક્ષમતામાં ઘટાડો કર્યો. વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ હાઇવે, આઠ લેન દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ હાઇવે અને (મુંબઇથી અમદાવાદ) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવા મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સે ઇન્ટર-લિંક્ડ કુદરતી નદી પ્રણાલીમાં અવરોધ અને ફેરફાર કર્યો છે.

2021ના ​​NGT નિર્દેશ પર કામ ન કરવા માટે VMCને દોષી ઠેરવતા તેમણે કહ્યું, સેટેલાઇટ ઇમેજ અને અન્ય માધ્યમના ડેટા મારફતે એક અસ્થાયી વિશ્લેષણ હાથ ધરવામાં આવી શકે છે… આ સદીમાં સૌથી મોટું પૂર હોઈ શકે છે.”

25 મે, 2021 ના ​​રોજ NGTના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્વામિત્રી નદીના ઇકોલોજીમાં, અત્યંત સંરક્ષિત પ્રજાતિઓ, ભારતીય મગર અને કાચબાની હાજરી સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. રાજ્ય વાઇલ્ડલાઇફ બોર્ડ/નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડ અને ભારત સરકારની મંજૂરી વિના અત્યંત સંરક્ષિત પ્રજાતિઓના અસ્તિત્વ સામેની કોઈપણ પ્રવૃત્તિ ગેરકાયદેસર છે,” તેણે ઉમેર્યું હતું.

પ્રજાપતિએ ઉમેર્યું કે, NGTએ VMCને નદી રિસ્ટોરેશન પ્લાન સાથે આવવા નિર્દેશ આપ્યો છે. તેમા વૈજ્ઞાનિક રીતે અને સચોટ રીતે ઘન કચરાના ડમ્પિંગ વિસ્તારોના સ્થાનો અને હદ, ટ્રિટમેન્ટ ન કરાયેલ અને અયોગ્ય ગટરનો ઉકેલ, વોટરશેડમાં પાણી ભરાયેલા અને પૂરગ્રસ્ત વિસ્તારો, તેની ઉપનદીઓ અને તેની સાથે સંકળાયેલ કોતરો અને ભીની જમીનો સહિત નદીના સમગ્ર વિસ્તારનો સમાવેશ થાય છે.

એડવોકેટ શૈલેષ અમીન, જેમણે નાગરિકોના કાર્ય જૂથ વિશ્વામિત્રી બચાવો સમિતિની રચના કરી હતી, તેમણે 2015માં VMCની ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ હાઉસિંગ વસાહતના ભાગ રૂપે એક બિલ્ડર દ્વારા સમા ખાતે નદીના કોતરમાં રિટેન્શન વોલના બાંધકામ સામે લડત ચલાવી હતી. “વિશ્વામિત્રી નદી કિનારે નીચાણવાળી ખેતીની જમીન પૂરમાં વહી જતી હતી, ગુજરાત સરકારે ઘણા વર્ષો પહેલા એક શહેરી યોજના મુજબ, નદીના કાંઠાની બંને બાજુઓને પ્રતિબંધિત ઝોન 1 તરીકે વર્ગીકૃત કરી હતી… નદી કિનારે આવેલી આ જમીનો નદીના પૂરના મેદાનનો એક ભાગ માનવામાં આવે છે કારણ કે ચોમાસા દરમિયાન નદીનું પાણી આ જમીનોમાં વહે છે, નદીની પહોળાઈ વધી જય છે.

તેમણે ઉમેર્યું, “નિયમો મુજબ, પ્રતિબંધિત ઝોન 1 ની જમીનો પર બાંધકામ માટે કોઈ પરવાનગી આપી શકાતી નથી, જેનો ઉપયોગ ફક્ત બગીચા અને ખુલ્લી જગ્યાઓ તરીકે થઈ શકે છે. જો કે, છેલ્લા ત્રણ દાયકામાં, શહેરમાં વધતી જતી વસ્તી અને શહેરી આવાસની જરૂરિયાતને કારણે, આવા કેટલાક પ્રતિબંધિત ઝોનને રહેણાંક ઝોનમાં તબદીલ કરવામાં આવ્યા હતા અને રહેણાંક અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામ માટે પરવાનગી આપવામાં આવી હતી.

પ્રજાપતિ અને તેમના કાર્યકર્તાઓની ટીમે NGT સમક્ષ સયાજીગંજમાં ભીમનાથ તળાવ પાસેની વિશ્વામિત્રી નદી કિનારાની વર્ષ 2015 અને 2017ની સેટેલાઇટ ઇમેજ રજૂ કરી હતી, જેમા જમીનનો મોટો હિસ્સો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ હેઠળ VMCની બીજી ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હરણી, સમા, નિઝામપુરા, સયાજીગંજ, અકોટા, માંજલપુર, અટલાદરા, કલાલી અને વડસર – આ તમામમાં છેલ્લા એક દાયકામાં ઝડપી વિકાસ અને બાંધકામ જોવા મળ્યું છે, ખાસ કરીને નદી કિનારાના પ્રતિબંધિત ઝોનમાં, જે સૌથી વધુ પૂર થી અસરગ્રસ્ત વિસ્તારો છે.

વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની એક ઉચ્ચ સ્તરીય સમિતિ પ્રસ્તાવિત વિશ્વામિત્રી નદી પુનરુત્થાન પ્રોજેક્ટ પર રજૂઆતો જોશે. તેમણે ઉમેર્યુ કે, અમે નદીના કિનારે અતિક્રમણ તેમજ પાણીના પ્રવાહમાં અડચણ ઉભા કરતા અવરોધો દૂર કરવાની શરૂઆત કરી છે.

વિધાનસભામાં સરકારના મુખ્ય દંડક અને રાવપુરા ભાજપના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે: “વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન માત્ર VMC સાથે જ નહીં સિંચાઈ, પીડબલ્યુડી, મહેસૂલ અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના વિવિધ વિભાગો સાથે પણ સંબંધિત છે, જો કે નદી વડોદરા કોર્પોરેશન વિસ્તારમાંથી પસાર થાય છે, તેથી શહેરના હગ વિસ્તારની બહાર જે થાય છે તેની પણ શહેર પર અસર થાય છે. શુક્લા એ સૌપ્રથમ 2010માં વિશ્વામિત્રી કાયાકલ્પ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂક્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે નવા પ્રોજેક્ટમાં વરસાદી પાણીના નાળા પહોળા કરવામાં આવશે, નદીની આસપાસ ગ્રીન બેલ્ટને સુપરઇમ્પોઝ કરવામાં આવશે જેથી પૂરને ઓછું કરવામાં આવે. શુક્લાએ જણાવ્યું હતું કે, કાયાકલ્પ કરવામાં જીવનભરનો સમય લાગશે, જો કે કરવામાં આવેી કામગીરી ભવિષ્યના વર્ષોમાં દેખાશે. ભાટિયાએ જણાવ્યું હતું કે, કોઈપણ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં અર્બન હાઇડ્રોલોજી કેન્દ્રમાં હોવું જોઈએ.

Crocodiles Rescue in Vadodara | વડોદરા મગર રેસ્ક્યૂ વીડિયો
Vadodara Crocodile Rescue: વરસાદી પાણી સાથે વિશ્વામિત્રીનદીમાંથી મગર શહેરમાં ઘૂસી આવે છે. (એક્સપ્રેસ ફોટો)

મુખ્ય મુદ્દાઓ

વિશ્વામિત્રી નદીના સર્વાંગી વિકાસની માંગ કરતા નાગરિકો મંચનો એક ભાગ એવા પર્યાવરણ આયોજક નેહા સરવતેએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્રના સંબંધિત સત્તાધિશોએ વિવિધ અદાલતોના આદેશોના અવગણવામાં આવ્યા છે,જેના વિશે VMC સારી જાણે છે.

ભવિષ્યના વિકાસ માટે જમીન મેળવવા હેતુ કોતરો અને વેટલેન્ડ્સનો વ્યવસ્થિત રીતે નાશ કરવામાં આવી રહ્યો છે અને કાટમાળ અને મ્યુનિસિપલ ઘન કચરાથી ભરવામાં આવી રહી છે. આ કારણસર શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા અને પૂરની સમસ્યા વધી જશે. આવી કામગીરીઓ મે 2021ના NGTના આદેશનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

ભાટિયાએ જણાવ્યું હતું કે વરસાદ, ડ્રેનેજ ક્ષમતા અને પૂરના જોખમો અંગેનો વાસ્તવિક સમયનો ડેટા સુલભ હોવો જોઈએ, જે નિર્ણય લેનારાઓ, સમુદાયો અને જનતાને ઝડપી અને અસરકારક રીતે પ્રત્યુત્તર આપવા સક્ષમ બનાવે છે. ભાટિયાના જણાવ્યા અનુસાર, વડોદરાથી મહત્ત્વપૂર્ણ આયોજન એ છે કે, સ્માર્ટ ડેટા સેન્સિંગ દ્વારા માહિતગાર અને અનુકૂલનશીલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત સર્વગ્રાહી આયોજન, શહેરોને માત્ર આબોહવા પરિવર્તન અને શહેરીકરણના દબાણનો સામનો કરવામાં જ નહીં પરંતુ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં પણ મદદ કરી શકે છે. .

સુરત પાસેથી શીખ લેવાની જરૂર

1994ના પ્લેગમાંથી પસાર થયેલા સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવેલા પાણીથી 2006માં પૂર આવ્યું હતું. ભાટિયાએ જણાવ્યું હતું કે શહેરે ઊંચાઈને ધ્યાનમાં રાખીને નદીની આસપાસ ડ્રેનેજ સિસ્ટમને સંપૂર્ણ રીતે કાર્યરત બનાવવા જેવા પગલાં લીધાં છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ