Gujarat Weather : હવામાન આગાહી અનુસાર, ગુજરાતમાં સતત ત્રણ દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 6 કલાકમાં 6.50 ઈંચ વરસાદ નોંધાયો છે. તો આ બાજુ રાજકોટના કોટડાસાંઘાણીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
રવિવારે રાજ્યમાં ક્યાં સૌથી વધારે વરસાદ પડ્યો તેની વાત કરીએ તો, પાટણના સાંતલપુરમાં સૌથી વધારે 6.50 ઈંચ, રાજકોટના કોટડાસાંઘાણીમાં 6.00 ઈંચ, કચ્છના અબડાસામાં 5.25 ઈંચ, દ્વારકાના ખંભાળીયામાં 5.00 ઈંચ, રાજકોટના ઉપલેટામાં 4.85 ઈંચ, બનાસકાંઠાના સુઈ ગામમાં 4.50 ઈંચ, જુનાગઢના વંથલીમાં 4.25 ઈંચ, બોટાદના બરવાળામાં 3.50 ઈંચ, રાજકોટના ગોંડલમાં 3.50 ઈંચ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 3.30 ઈંચ, બોટાદના ગઢડામાં 3.30 ઈંચ, બનાસકાંઠાના વડગામાં 3.30 ઈંચ, જુનાગઢના કેશોદમાં 3.30 ઈંચ, કચ્છના રાપરમાં 3.00 ઈંચ તો જુનાગઢના માંગરોળમાં 2.90 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય 18 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ તો, 6 તાલુકામાં 1.50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
જળાશયોની સ્થિતિ કેવી
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના વરસાદ બાદ ચોમાસાની વરસદનો રાજ્યમાં બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ પહેલા પ્રથમ રાઉન્ડમાં પણ મેઘરાજાએ સલંગ પાંચ દિવ જબરદસ્ત બેટીંગ કરી હતી, ત્યારબાદ બીજા રાઉન્ડમાં છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. જેને પગલે રાજ્યના 30 જેટલા જળાશયો છલકાઈ જવાને આરે છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં કુલ 207 જળાશયોમાંથી 22 જળાશયો સંપૂર્ણ ફૂલ થઈ ગયા છે. તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પણ 57 ટકાથી વદારે ભરાઈ ગયો છે. 22 જળાશયોમાં સૌરાષ્ટ્રના 15 જળાશયો, કચ્છના 06 અને 0ક્ષિણ ગુજરાતના 01 ળાશયનો સમાવેશ થાય છે.
30 જળાશય હાઈ એલર્ટ પર
અમરેલીના – 07કચ્છના – 06જામનગરના – 05જૂનાગઢના – 03રાજકોટના – 03
આ પણ વાંચો – દિલ્હી વરસાદી આફત: ભારે વરસાદથી લોકોના હાલ બેહાલ? જુઓ 5 Viral Video
અમદાવાદમાં રવિવારે 2 ઈંચથી વધારે વરાસાદ
અમદાવાદમાં પણ રવિવારે મેઘરાજાએ બેટીંગ ચાલુ રાખી હતી. શહેરના કોતરપુર, નરોડા, રાણીપ, બોડકદેવ, સાયન્સ સીટી વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં કોતરપુરમાં સૌથી વધુ 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેને પગલે વાહન ચાલકોને પરેશાનીનો ભોગ બનવું પડ્યું હતું.





