Gujarat, Himachal Election date 2022 : ચૂંટણી પંચે 14 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવાની છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેની તારીખો પછી જાહેર કરવામાં આવશે. તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે ચૂંટણી પંચની એક ટીમ 15 ઓક્ટોબરે ગુજરાત જવાની છે.
ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણી સંબંધિત 10 મુદ્દાઓ…
- ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરમાં પૂરો થાય છે. તો, હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરી, 2023 ના રોજ સમાપ્ત થશે. હાલમાં બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર છે.
- ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી અને 77 બેઠકો જીતી હતી. 6 બેઠકો અન્યના ખાતામાં ગઈ હતી.
- હાલમાં ગુજરાતમાં 4 કરોડ 35 લાખ 46 હજાર 956 નોંધાયેલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 69.01 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે, 27 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
- આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવેશ બાદ આ વખતે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વધુ રસપ્રદ બને તેવી શક્યતા છે. પાર્ટી ચીફ અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિત પાર્ટીના તમામ નેતાઓ ગુજરાતમાં સતત બેઠકો કરી રહ્યા છે.
- તમને જણાવી દઈએ કે, પંજાબની છેલ્લી ચૂંટણીમાં AAPએ મોટો ફેરફાર કરીને સત્તા મેળવી હતી. પંજાબના પરિણામો બાદ પાર્ટી ગુજરાતને લઈને ઘણી આશાવાદી છે.
- જો કે, તાજેતરના દિવસોમાં AAP ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાના અનેક નિવેદનો પણ પાર્ટી માટે માથાનો દુખાવો બની ગયા છે. જેમાંથી એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંબંધિત હતું. આ મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ગોપાલને સમન્સ જારી કરીને પૂછપરછ કરી હતી. ગોપાલ ઈટાલિયાના આ નિવેદનોને ભાજપ રાજ્યમાં મુદ્દો બનાવી રહી છે અને પ્રહારો કરી રહી છે.
- હિમાચલ પ્રદેશની વાત કરીએ તો, 2017ની ચૂંટણીમાં કુલ 68 બેઠકોમાંથી ભાજપે 44 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી હતી. જો કે ત્યારપછી બીજેપીના સીએમ ઉમેદવાર પ્રેમ કુમાર ધૂમલ પોતાની સીટ હારી ગયા હતા.
- હિમાચલ પ્રદેશની ગત ચૂંટણીમાં કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. 2017થી રાજ્યની રાજકીય પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે. આવી સ્થિતિમાં આ વખતની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે.
- હાલ હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યમાં ભાજપની સરકાર છે. આવી સ્થિતિમાં ભાજપ આ ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.આપને જણાવી દઈએ કે રાજ્યમાં વર્તમાન કાર્યકાળ 8 જાન્યુઆરી 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
- હિમાચલ પ્રદેશમાં 53 લાખ 76 હજાર 77 નોંધાયેલા મતદારો છે. રાજ્યની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં 75.28 ટકા લોકોએ મતદાન કર્યું હતું.





