Gujarat News : ગુજરાતમાં આજે કમોસમી વરસાદથી ખેડૂતો પર ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે, તો અમરેલીના બગસરામાં અને મહિસાગરના વીરપુરમાં કરા સાથે વરસાદ પડ્યાના સમાચાર સામે આવ્યા છે. વરસાદ સિવાય અન્ય સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં એક ખેડૂતનું ઠંડીથી મોતનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો સુરતના ભાજપના ધારાસભ્યએ મહાનગરપાલિકાના કામ સામે સવાલો ઉભા કર્યા છે. તો બીજી બાજુ પંચમહાલમાં એક સાધુ સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો જોઈએ રાજ્યના આજના મોટા સમાચારો.
અમદાવાદમાં કમોસમી વરસાદ
અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતુ. ત્યારબાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નારોલ, એસપી રીંગ રોડ, હાથીજણ સર્કલ, લાંભા, અસલાલી, રામોલ, ન્યુ મણીનગર, વટવા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે જે અંતર્ગત અનેક પ્રસંગોમાં વરસાદ વિલન બન્યો હતો. કમોસમી વરસાદે વાહન ચાલકોને પણ પરેશાન કર્યા હતા. એકબાજુ ઠંડી અને અચાનક વરસાદે લોકોને રેન્કોટ પહેરવું કે સ્વેટર કન્ફ્યુઝ કર્યા હતા.
અમરેલીના બગસરા અને મહીસાગરના વીરપુરમાં કરા પડ્યા
કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં પડી ગયા છે. ત્યારે અમેરેલીના બગસરાના હમાપુર ગામે કરા પડ્યાના સમાચાર સામે આવ્યા હતા, આજ રીતે મહિસાગરના વીરપુરમાં પણ કરા પડ્યા હતા. બગસરાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમેરલી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, મહિસાગર જિલ્લામાં પણ આજ રીતે ભરશિયાળે માવઠા સાથે કરા પડ્યા હતા.
સાબરકાંઠા અને ભાવનગરમાં પણ વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
ભર શિયાળે માવઠુ પડતા ખેડીતો મુંઝાયા છે. સાબરકાંઠાની પહેલા વાત કરીએ તો, જિલ્લામાં ખેડીતોએ ઘઉં, બટાકાના પાકને નુકશાનની ભીતી બતાવી છે. બીજી બાજુ શાકભાજીના પાકને પમ માવઠાની ગંભીર અસર પહોંચશે. અને આને કારણે શાકભાજીના ભાવ વધવાની શક્યતા પણ દર્શાવી છે. બીજી બાજુ ભાવનગર શહેર સહિત કેટલાક વિસ્તારમા વરસાદ પડ્યો હતો. અહીં પમ ખેડૂતોએ પોતાના પાકને કેવી રીતે બચાવવો તેની ચિંતાને લઈ મુઝવણમાં મુકાયા હતા.
શું છે હવામાન વિભાગની આગાહી
હવમાન વિભાગની આગાહી અનુસાર, હજુ પણ કેટલાક વિસ્તારમાં બે દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે. હવમાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આવતીકાલથી ઠંડીમાં રાહત મળી શકે છે.
અમદાવાદ: નારોલમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, તો સોલા સિવિલમાં સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ શરૂ
અમદાવાદના અન્ય સમાચારની વાત કરીએ તો, શહેરના નારોલ વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા અફરા તફરી મચી હતી, તત્કાલીન ફાયર બ્રિગડને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવ્યો છે. આ ફેક્ટરી આનંદ ઈન્ડસ્ટ્રિઝ એસ્ટેટમાં આવેલી છે. કોઈ જાનહાનીના સમાચાર નથી. તો મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સોલા સિવિલ ખાતે 900 કરોડના ખર્ચે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય તેમણે સિવિલ કેમ્પસમાં ત્રીજા કેન્વોકેશને કહ્યું કે, સિવિલમાં વિવિધ વિષયોની ઈન્સ્ટીટ્યુટ બનશે.
અરવલ્લીમાં ઠંડીથી ખેડૂતનું મોત
અરવલ્લી જિલ્લામાં એક ખેડૂતનું ઠંડીથી મોત થયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. વીરણિયા ગામના ખેડીતનું મોત થયું છે. આ મામલે પત્ની સહિત સ્વજનોએ આક્ષેપ કર્યો કે, રાત્રે પાણી આપવામાં આવે છે, જેને પગલે કડકડતી ઠંડીમાં ખેતરે ગયા હતા, સવારે ખેતરેથી ઘરે આવ્યા અને ઠુઠવાઈ ગયા અને તેમનું મોત નિપજ્યું છે. તો આ મામલે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું કે, દિવસે વિજળી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરતમાં મનપાની કામગીરી પર ભાજપના જ ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા
સુરત મહાનગર પાલિકાની કામગીરી પર ભાજપના ધારાસભ્ય અને સુરતના મોટા નેતાએ જ સવાલ ઉઠાવ્યા છે. તેમણે મનપાને પત્ર લખી કહ્યું છે કે, ખાડી કાંઠાની સોસાયટીઓના હાલ ખરાબ છે. આ વિસ્તારમાં ગંદકી, દુર્ગંધ અને મચ્છોના ત્રાસથી રહિશોને રહેવું ભારે પડી ગયું છે.
આ પણ વાંચો – Morbi tragedy : કેવી રીતે મોરબી નગરપાલિકા અને સરકાર મુશ્કેલીના સમયમાં પાણી પર પાળ બાંધવાનો પ્રયાસ કરી રહી
પંચમહાલના હાલોલમાં સાધુ પર લાગ્યો મહિલાએ દુષ્કર્મનો આરોપ
પંચમહાલ જિલ્લાના હાલોલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ એક આશ્રમના સાધુ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ મામલે મહિલાએ પોલીસમાં અરજી આપતા પોલીસે દુષ્કર્મ આચરનાર સાધુને ઝડપી પાડવા ચક્રોગતિાન કર્યા છે.