scorecardresearch

ગુજરાતના મહત્ત્વના સમાચાર : આપઘાત, અકસ્માત, આગની ઘટના તો ક્યાંક ચોર, બુટલેગરની ધરપકડ

Gujarat Important news : ગુજરાતના મહત્ત્વના સમાચારોમાં જુઓ રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ સૌરાષ્ટ્રના રાજકારણ, ક્રાઈમ, અકસ્માત, આપઘાત, આગ સહિતના સમાચાર

ગુજરાતના મહત્ત્વના સમાચાર : આપઘાત, અકસ્માત, આગની ઘટના તો ક્યાંક ચોર, બુટલેગરની ધરપકડ
ગુજરાતના મહત્ત્વના સમાચાર

Gujarat Important news : ગુજરાતમાં આજની મહત્ત્વની ઘટનાઓની વાત કરીએ તો, રાજ્ય સરકારે જંત્રી દર વધારવાના નિર્ણયને હાલ પુરતો મોકુફ રાખ્યો તો કોંગ્રેસના અમૂલ ડેરીના ચાર ડિરેક્ટરો ભાજપમાં જોડાયા. તો પાટણમાં ચોર ગેંગ ઝડપાઈ, તો અમદાવાદમાં એક પતિએ પત્ની પ્રેમી સાથે ભાગી જતા આપઘાત કર્યો, તો સુરતમાં દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો, આ બાજુ ખંભાળીયામાં ટોલ નાકા પર મારામારીની ઘટના પણ સામે આવી. તો અમદાવાદ રાજકોટ હાઈવે, કચ્છ, અને વડોદરાથી અકસ્માતની ઘટના સામે આવી છે. તો જોઈએ રાજ્યમાં ક્યાં કઈ પ્રકારની ઘટનાઓ બની.

ગુજરાતના મહત્ત્વના સમાચાર

રાજ્યના હમામાનની પ્રથમ વાત કરીએ તો, હવામાન વિભાગે કહયું છે કે, બે દિવસ બાદ થોડી ઠંડી વધશે, રાજ્યમાં તાપમાન ધીમે ધીમે ઘટશે અને ગરમી વધશે, 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પુરી થશે, 48 કલાક તાપમાન યથાવત રહેશે, તો હવામાન નિષ્ણાત કહેવાતા અંબાબાલ પટેલની પણ આગાહી સામે આવી છે. તેમણે કહ્યું કે, 12 અને 13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે, 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ રહેશે, ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થઈ જશે, તો માર્ચમાં 40 ડિગ્રી ગરમી પહોંચી જશે.

રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરવાનો નિર્ણય હાલ મોકુફ રાખવામાં આવ્યો છે, બિલ્ડર્સો દ્વારા સરકારના અચાનક નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. વધુ વિગત જાણવા અહીં ક્લિક કરો.

કોંગ્રેસને રાજ્યના ડેરી અને સહકારી રાજકારણથી મોટો ફટકો પડ્યો છ, અમૂલ ડેરીના કોંગ્રેસના ચાર ડિરેક્ટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. વધુ વિગત જાણવા અહીં ક્લિક કરો.

અમદાવાદ મહત્ત્વના સમાચાર

અમદાવાદમાં હત્યાની ઘટના સામે આવી છે, જેમાં મિત્રના ઝઘડાની અદાવતમાં કરાઈ હત્યા કરવામાં આવી છે, આ હત્યામાં પાંચ શખ્સોની સંડોવણી સાિમે આવી રહી છે, જેમાં મુખ્ય આરોપી કમલેશ બુટલેગર હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ચાર આરોપી છૂટક મજુરી કરી રહ્યા છે.મુખ્ય આરોપી બુટલેગર સામે 22 પ્રેહિબીશનના ગુના પણ નોંધાયા છે.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત, ટ્રકની પાછળ ઘુસી ગઈ ઈકો કાર – સાયલા પાસે – 6ને ઈજા – પોલીસ પહોંચી, બેની હાલત ગંભીર – ટ્રાફિક જામના દ્રશ્યો

અમદાવાદમાં વટવામાં આપઘાતની ઘટના સામે આવી છે. પત્ની તેના પ્રેમી સાથે ભાગી જતા પતિએ જીવન ટૂંકાવ્યું હતુ, તે પહેલા તેણે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો અને સુસાઈડ નોટ પણ લખી હતી, આ મામલે અમદાવાદ વટવા પોલીસે આપઘાત માટે દુષપ્રેરણા હેઠળ ગુનો નોંધ્યો, અને પત્ની તથા તેના પ્રેમીને શોધી કાઢવા તજવીજ હાથ ધરી.

ગાંધીનગરમાં ભારતીય મૂળના ડૉક્ટરનું સંમેલન યોજાયું હતુ, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા ગ્લોબલ અસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજિયન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આરોગ્યના મહત્તવના મુદ્દે ચર્ચા થઈ હતી.

આ બાજુ PM મોદીએ E 20 પ્રોજેક્ટ લોન્ચ કર્યો, આ પ્રોજેક્ટમાં મોટો નિર્ણય લેવાયો, પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ થશે હવે મિક્સ, જેને પગલે પેટ્રોલ સસ્તુ કરવા બેંગ્લોર ખાતેથી પીએમ મોદીએ આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. આ અંતર્ગત નર્મદામાં ઈથેનોલનો પ્રોજેક્ટ ચાલુ છે, 60 હજાર લીટર ઈથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે, નર્મદા સુગર ફેક્ટરી પણ ભવિષ્યમાં 1.20 હજાર લીટર ઉત્પાદન કરશે.

સૌરાષ્ટ્ર-કચ્છ મહત્ત્વના સમાચાર

સૌરાષ્ટ્રના સમાચારોની વાત કરીએ તો, ખંભાળીયા ટોલ નાકા પર મારા મારીની ઘટના સામે આવી છે. ટોલ કર્મચારીઓએ કાર ચાલકને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે, ફાસ્ટેગ બાબતે મેનેજર સહિત કર્મીઓએ કાર ચાલકને માર માર્યો હતો, બંધક બનાવીને માર માર્યો હોવાની તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કોઈ અન્ય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો.

આ બાજુ કોડીનારના સિંધાજ ગામમાં સાવજોએ એક સાથે 7 પશુઓ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી, જેને પગલે ગામમાં ફફડાટ વ્યાપ્યો હતો, ચાર ગાય ઈજાગ્રસ્ત પણ થઈ છે, રાત્રે ગામની વચ્ચે આવી હુમલો સાવજોએ પશુઓનો શિકાર કર્યો.

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં મરચાની આવક અચાનક વધી, જેને પગલે ગઈ કાલ રાતથી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે.

તો કચ્છમાં પણ અકસ્માતની એક ઘટના સામે આવી, કચ્છના નખત્રાણામાં 3 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે, નખત્રાણાના ઉધેડી નજીક ઈકો કાર કાર પુલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો, ભુજ તરફથી માતાના મઢ તરફ જઈ રહી હતી ઈકો કાર, સવારે સાડા 11 કલાકે અકસ્માત સર્જાયો, કારમાં સાત લોકો સવાર હતા, જેમાં ત્રણના મોત થયા તો ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઉત્તર ગુજરાત મહત્ત્વના સમાચાર

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, પાટણમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગ ઝડપાઈ છે, પાટણ LCBએ ચોર ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા છે, ભૂંડ પકડવાના બહાને ચોરીને અંજામ આપતા હતા, પોલીસે બાતમીના આધારે ધારપુર પાસેથી ચોરોની ધરપકડ કરી, તેમની પાસેથી 4 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કારયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસને મળતી માહિતી મુજબ, ચોરોએ પાટણ, મહેસાણા, જુનાગઢ, હિમ્મતનગર સહિત જિલ્લામાં ચોરીને અજામ આપ્યો છે, પોલીસે સરદાર સતનાસિંહ, ઠાકોર સંજય સહિત એક કિશોરની ધરપકડ કરી છે, ગેંગના અન્ય સભ્યની શોધ ચાલુ.

આ બાજુ હિમ્મતનગર શાકમાર્કેટમાં બે આખલાઓએ આતંક મચાવ્યો હતો. આખલાએ એવું તો રમખાણ મચાવ્યું કે લોકો ઉભી પુંછડીએ ભાગ્યા, આ શાકમાર્કેટમાં આજુબાજુના ગામ સહિત શહેરના લોકો આવે છે, ત્યારે આખલાઓએ આતંક મચાવતા અફરાતફી સર્જાઈ હતી, અનેક શાકની લારીઓને નુકશાન પહોંચ્યું હતું. તંત્ર દ્વારા શાકમાર્કેટ આસપાસ પશુઓ ન આવે તે માટે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

દક્ષિણ ગુજરાત મહત્ત્વ સમાચાર

દક્ષિણ ગુજરાતમાં સુરતમાં વિદેશી દારુની હેરાફેરી કરતા 3 પકડાયા હતા, આ લોકોએ અપનાવેલી મોડસ ઓપરેન્ડી ગજબની હતી, પોલીસ પણ ચોંકી ગઈ હતી. શાકભાજીના કેરેટની આડમાં દારૂની હેરાફેરી કરતા હતા.પોલીસ અનુસાર, ઓલપાડના એક ફાર્મ હાઉસમાંથી દારૂનો જથ્થો ભરી લઈ જઈ રહ્યા હતા, પોલીસે 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.

આ બાજુ અંકલેશ્વરની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, 15થી વધુ ફાયર ફાઇટરોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો, કોઈ જાનહાની નથી થઈ, કંપનીના કર્મીઓ બહાર નીકળી ગયા હતી જેથી જાનહાની ટળી.

મધ્ય ગુજરાત મહત્ત્વના સમાચાર

મધ્ય ગુજરાતની વાત કરીએ તો, વડોદરામાં એક સાથે ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, રેલીંગ તોડી વાહનો ટીંગાયા હતા, આ અકસ્માતમાં બે આઈસર, એક ટ્રક અને એક બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

વડોદરામાં લેન્ડગ્રેબીંગ મામલામાં ત્રણ કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ટાઉન પ્લાનિંગના કર્મચારીઓએ ફોર્મ બનાવ્યુ હતુ. આ મામલે તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના રિપોર્ટ બાદ વધારાની કાર્યવાહી થશે.

તો વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, બરોડા ડેરીમાં કૌભાંડનો આરોપ લગાવ્યો હતો

Web Title: Gujarat important news politics crime suicide accident fire incident

Best of Express