scorecardresearch

ગુજરાત: અરબી સમુદ્રમાંથી ભારતીય નૌસેનાએ 2500 KG ડ્રગ્સ ઝડપ્યું, કિંમત લગભગ અધધધ… 11,000 કરોડ

Arabian sea 2500 KG drugs seizes : અરબી સમદ્રમાંથી 2500 કિલો ડ્રગ્સ (2500 KG of drugs) સાથે કન્ટેન્ટર ઝડપાયું છે. ભારતીય નેવી (Indian Navy) ને મોટી સફળતા મળી છે. લગભગ 11 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ (11,000 crores drugs seizes) ઝડપી પાડ્યું છે.

Arabian sea 2500 KG drugs seizes
2500 કિલો ડ્રગ્સ ઝડપી પડાયું

Gujarat Drugs : ભારતીય નોસેનાએ અરબી સમુદ્રમાંથી 2500 KG ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. અત્યાર સુધીમાં સૌથી મોટું કનસાઈનમેન્ટ ઝડપાયું છે. પકડાયેલ ડ્રગ્સની ઇન્ટરનેશનલ વેલ્યુ લગભગ 11,000 કરોડ જેટલી થાય છે.

ભારતીય નોસેનાના ઇન્ટેલિજન્સ ને મળેલા ઇનપુટ્સના આધારે અરબી સમુદ્રમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન એક જહાજમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે, જે અંગે નેવી તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અરબી સમુદ્રમાંથી અનેક વખત ડ્રગ્સ મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ જહાજ ક્યાંથી આવ્યો અને કઈ જગ્યાએ જવાનું હતું, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. તેમ જ જહાજમાં સવાર ખલાસીઓની પણ આખરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ મોટી માત્રામાં 214 કરોડ રૂપિયાની કિંમતનું 30 કિલોથી વધુ હેરોઈન જપ્ત કર્યું હતું અને દિલ્હીમાંથી એક નાઈજિરિયન વ્યક્તિની ધરપકડ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની હદમાં આવેલા ખંડેરી ગામમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ નજીક હેરોઈન લાવારીશ સ્થિતિમાં મળી આવ્યું હતુ.

શુક્રવારે વિશેષ અદાલતે ATSને આરોપીની 12 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી.

એટીએસ દ્વારા શેર કરાયેલી માહિતીનો સંદર્ભ આપતા, રાજકોટના ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પ્લીડર (ડીજીપી) સંજય વોરાએ જણાવ્યું હતું કે, આરોપી – એકવુનિફ માર્સી – પાકિસ્તાન સ્થિત અનવર તરીકે ઓળખાતા વ્યક્તિ દ્વારા દરિયાઈ માર્ગે ગુજરાત મોકલવામાં આવેલ 31 કિલો હેરોઈન પ્રાપ્ત કરનાર હતો.

DGPએ જણાવ્યું હતું કે, “માર્સી ઑગસ્ટ 2020માં અલ્સરની સારવાર માટે નાઇજીરિયાથી ભારત આવી હતી. જો કે, ATSએ ખંડેરી ગામમાં ક્રિકેટ સ્ટેડિયમની પાછળ મળી આવેલા હેરોઈનની કોથળીઓ પર ચોંટાડેલા લેબલના આધારે તેને શોધી કાઢ્યો હતો”

આરોપીને મંગળવારે બપોરે 2.50 કલાકે દિલ્હીથી પકડી પાડવામાં આવ્યો હતો. તે ત્રણ મહિનાના વિઝા પર ભારત આવ્યો હતો. વોરાએ જણાવ્યું હતું કે, ATSએ તેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ રાજકોટની NDPS કોર્ટે તેને 12 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી.

આ પણ વાંચોશું ગુજરાત ડ્રગ્સના કાળા કારોબારનું હબ બની રહ્યું? યુવાધનની બરબાદીમાં કોને છે આટલો રસ?

“બેગ પર ચોંટાડવામાં આવેલા લેબલમાં ઓકોયો નામના વ્યક્તિનું નામ અને તેનું દિલ્હીનું સરનામું હતું. વિગતોના આધારે, પોલીસ હેરોઈન જેવા પદાર્થથી ભરેલી બેગ સાથે દિલ્હી ગઈ હતી. આપેલા સરનામે, Ekwunife Marcy હાજર હતી, અને તેણે તરત જ ડિલિવરી લીધી. જ્યારે તેણે ડિલિવરી લીધી, ત્યારે પોલીસને સમજાયું કે, નાઇજિરિયન નાગરિક માર્સી ખરેખર કન્સાઇનમેન્ટનો હેતુ પ્રાપ્ત કરનારો હતો. વોરાએ રાજકોટમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને તેને રાજકોટ લાવવામાં આવ્યો હતો.

Web Title: Gujarat indian navy seizes 2500 kg of drugs arabian sea worth 11000 crores

Best of Express