ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર યાદી : 26 બેઠક નું ચિત્ર સ્પષ્ટ, જાણો – કોની સામે કોણ?

Gujarat Lok Sabha Elections 2024 BJP Congress candidates : ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ની 26 બેઠક અને પાંચ વિધાનસભા પેટા ચૂંટણી બેઠક માટે ભાજપ કોંગ્રેસ ઉમેદવારની યાદી (લીસ્ટ) સ્પષ્ટ થઈ ગઈ, તો જુઓ કઈ બેઠક પર કોણ કોની સામે મેદાનમાં.

Written by Kiran Mehta
April 14, 2024 00:56 IST
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર યાદી :  26 બેઠક નું ચિત્ર સ્પષ્ટ, જાણો – કોની સામે કોણ?
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 - ભાજપ કોંગ્રેસ ઉમેદવાર યાદી (ફોટો - એક્સપ્રેસ)

Gujarat Lok Sabha Elections 2024 BJP Congress Candidates List : ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ની જાહેરાત થઈ ગઈ છે. ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આજે કોંગ્રેસે ગુજરાતના લોકસભાના ચાર અને પેટાચૂંટણીના પાંચ ઉમેદવારના નામ જાહેર કરતાની સાથે રાજ્યની 26 બેઠકો પર ભાજપ કોંગ્રેસના તમામ ઉમેદવારના નામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. તો જોઈએ કઈ બેઠક પર કોની સામે કોણ ચૂંટણી લડશે.

ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : ભાજપ કોંગ્રેસ ઉમેદવાર (BJP Congress Candidates)

ગુજરાત લોકસભા બેઠકભાજપકોંગ્રેસ – આપ
કચ્છ (SC)વિનોદ ચાવડાનિતેશ લાલણ
બનાસકાંઠાડો. રેખાબેન ચૌધરીગેનીબેન ઠાકોર
પાટણભરતસિંહ ડાભીચંદનજી ઠાકોર
મહેસાણાહરિભાઈ પટેલરામજી ઠાકોર
સાબરકાંઠાશોભના બારૈયાતુષાર ચૌધરી
ગાંધીનગરઅમિત શાહસોનલ પટેલ
અમદાવાદ પૂર્વહસમુખ પટેલહિંમતસિંહ પટેલ
અમદાવાદ પશ્ચિમ (SC)દિનેશ મકવાણાભરત મકવાણા
સુરેન્દ્રનગરચંદુભાઈ શિહોરાઋત્વિક મકવાણા
રાજકોટપરષોત્તમ રૂપાલપરેશ ધાનાણી
પોરબંદરમનસુખ માંડવિયાલલીત વસોયા
જામનગરપુનમબેન માડમજે.પી. મારવિયા
જૂનાગઢરાજેશભાઈ ચુડાષ્માહિરા જોટવા
અમરેલીભરતભાઈ સૂતરિયાજેની ઠુંમ્મર
ભાવનગરનીમુબેન બાંભણિયાઉમેશ મકવાણા (AAP)
આણંદમિતેશ પટેલઅમિત ચાવડા
ખેડાદેવુસિંહ ચૌહાણકાળુસિંહ ડાભી
પંચમહાલરાજપાલસિંહ જાદવગુલાબસિંહ ચૌહાણ
દાહોદ (ST)જસવંતસિંહ ભાભોરડો. પ્રભા તાવિયાડ
વડોદરાડો. હેમાંગ જોશીજસપાલસિંહ પઢિયાર
છોટાઉદેપુર (ST)જશુભાઈ રાઠવાસુખરામ રાઠવા
ભરૂચમનસુખ વસાવાચૈતર વસાવા (AAP)
બારડોલી (ST)પ્રભુભાઈ વસાવાસિદ્ધાર્થ ચૌધરી
સુરતમુકેશ દલાલનિલેશ કુંભાણી
નવસારીસી.આર. પાટીલનૈષદ દેસાઈ
વલસાડ (ST)ધવલ પટેલઅનંત પટેલ
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 26 બેઠક – ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી – ભાજપ કોંગ્રેસ ઉમેદવાર (BJP Congress Candidates)

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતની ખાલી પડેલી પાંચ વિધાનસભા પેટાચૂંટણી પણ યોજવામાં આવશે. કોંગ્રેસની આજની 16 ઉમેદવારની યાદીમાં ગુજરાતની પેટાચૂંટમીના પાંચ ઉમેદવારના નામ જાહેર કરતા આ પાંચ બેઠકોનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. તો જોઈએ ભાજપ કોંગ્રેસમાં પેટાચૂંટણીની પાંચ બેઠક કોણ કોની સામે ચૂંટણી લડશે.

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીભાજપકોંગ્રેસ
વિજાપુરસી.જે. ચાવડાદિનેશ પટેલ
પોરબંદરઅર્જુન મોઢવાડિયારાજુ ઓડેદરા
માણાવદરઅરવિંદ લડાણીહરીભાઈ કણસાગરા
ખંભાતચિરાગ પટેલમહેન્દ્રસિંહ પરમાર
વાઘોડિયાધર્મેન્દ્ર વાઘેલાકનુભાઈ ગોહિલ
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી પાંચ બેઠક – ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર

લોકસભા ચૂંટણી 2024 મતદાન અને પરિણામ તારીખ

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024 ની તારીખો જહેર કરી દીધી છે. દેશભરમાં સાત તબક્કામાં ચૂંટણી માટે મતદાન થશે. તો 7 મેના રોજ ગુજરાતની 26 બેઠક પર મતદાન થશે, જ્યારે 4 જૂને પરિણામ જાહેર થશે.

આ પણ વાંચોLok Sabha Elections 2024 Gujarat Schedule : ગુજરાત લોકસભા ચૂંટણી 2024 કાર્યક્રમ

  • ચૂંટણીની તારીખની જાહેરાત: 16-03-2024 (શનિવાર)
  • ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 12 એપ્રિલ 2024 (શુક્રવાર)
  • ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ : 19 એપ્રિલ 2024 (શુક્રવાર)
  • ઉમેદવારીની ચકાસણીની તારીખ : 20 એપ્રિલ 2024 (શનિવાર)
  • ઉમેદવારી પત્ર પાછુ ખેચવાની છેલ્લી તારીખ : 22 એપ્રિલ 2024 (સોમવાર)
  • મતદાન તારીખ : 07 મે 2024 (મંગળવાર)
  • મત ગણતરી તારીખ : 04 જૂન 2024 (મંગળવાર)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ