ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી શું ભાજપમાં જોડાશે? કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ ના શરણે

Gujarat Loksabha Election 2024 | ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું નામાંકન રદ થયા બાદ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી છે, તો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવી સંભાવના.

Written by Kiran Mehta
Updated : April 23, 2024 19:20 IST
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી શું ભાજપમાં જોડાશે? કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ ના શરણે
નિલેશ કુંભાણી (ફોટો - ટ્વીટર)

Gujarat Loksabha Election 2024 | ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ ભાજપે એક લોકસભા સીટ જીતી લીધી છે. સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન સૌપ્રથમ રદ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સુરત લોકસભામાંથી આઠ અપક્ષોએ પણ ઉમેદવારી પાછી ખેંચી હતી. આ પછી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા હતા. હવે મોટા સમાચાર આવી રહ્યા છે કે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આ અઠવાડિયે ભાજપમાં જોડાઈ શકે છે.

હસ્તાક્ષરમાં ભૂલ જોવા મળી હતી

નિલેશ કુંભાણીને ટેકો આપનાર ટેકેદારોની સહીમાં ભૂલ જોવા મળી હતી. તેને ટાંકીને ચૂંટણી પંચે તેમનું નામાંકન રદ કર્યું હતું. ત્યારબાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને પણ વિજયનું પ્રમાણપત્ર મળ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે પોતાના પ્રભાવથી જોડ તોડ સાથે મુકેશ દલાલને ચૂંટણી જીતાડ્યા છે. કોંગ્રેસે આ બેઠક પર નવેસરથી ચૂંટણીની માંગ કરી છે. આ ઘટનાને લઈને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી છે.

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે

ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. ગુજરાતમાં, નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ હતી અને નામાંકન પાછું ખેંચવાની તારીખ 22 એપ્રિલ હતી. સુરત લોકસભા ચૂંટણી માટે કુલ 24 ફોર્મ ભરાયા હતા, 12 રદ થયા હતા, તો 8 ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા, અને ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.

આ પણ વાંચો – ગુજરાત લોકસભા ચૂંટણી 2024: સુરત બેઠક મતદાન પૂર્વે જ ભાજપે જીતી, કોણે ખેલ પાડ્યો? જાણો પૂરો ઘટનાક્રમ

કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ ના શરણે

કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને મળ્યું હતું. અહીં તેમણે માંગણી કરી છે કે, સુરત બેઠક પર ફરીથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, અમે મુખ્ય ચૂંટણી કમિશનરને સુરત બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવા વિનંતી કરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ