ગુજરાત ચૂંટણી 2022 : મુંબઈ, બિહાર, યુપી બાદ હવે નેહા સિંહનું ‘ગુજરાત મેં કા બા’ ગીત વાયરલ

Neha Singh Rathore gujarat me ka ba : ગુજરાત ચૂંટણી (Gujarat Assembly Election 2022:) અને મોરબી દુર્ઘટના (morbi bridge collapse) ને લઈ ગુજરાત સરકાર (Gujarat Goverment) પર વ્યંગ કરતુ નેહા સિંહ રાઠોડનું ગુજરાત મેં કા બા ગીત વાયરલ.

Written by Kiran Mehta
Updated : November 05, 2022 22:00 IST
ગુજરાત ચૂંટણી 2022 : મુંબઈ, બિહાર, યુપી બાદ હવે નેહા સિંહનું ‘ગુજરાત મેં કા બા’ ગીત વાયરલ
નેહા સિંહ રાઠોડનું ગુજરાત મેં કા બા ગીત વાયરલ. (Photo Source- Screengrab/ @nehafolksinger)

Neha Singh Rathore New Song: ‘બિહાર મેં કા બા’ ગીતથી લોકપ્રિયતા મેળવનાર લોક ગાયિકા નેહા સિંહ રાઠોડે હવે પોતાના નવા ગીતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું છે.

નેહા સિંહ રાઠોડ બિહારની પ્રખ્યાત લોક ગાયિકા છે. હવે તેનું નવું ભોજપુરી ગીત ગુજરાત મેં કા બા? બહાર પાડવામાં આવ્યું છે. આ ગીત પર મોરબી બ્રિજ અકસ્માતનો ઉલ્લેખ કરીને તેણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. આ ગીતના બોલ છે, “લોગ મરત બા ડૂબ-ડૂબ કે, સાહેબ કે સભવા જારી બા, ગલતી સબ મરને વાલ કી પ્રોપેગંડા ભારી બા, કા બા?”

નેહાનું આ નવું ગીત સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. નેહાએ તેની યુટ્યુબ ચેનલ અને ટ્વિટર એકાઉન્ટ પર પણ આ વાત શેર કરી છે. આના પર યુઝર્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ અને રિએક્શન આપી રહ્યા છે.

गुजरात में का बा?Youtube link: https://t.co/kNauDp0PqK #NehaSinghRathore #MorbiBridgeCollapse #Gujrat #election #bhojpuri #broken #Machchhuriver #MorbiBridge #MorbiScam #MorbiBridgeTragedy #Morbi pic.twitter.com/HGDQDyQx9D

— Neha Singh Rathore (@nehafolksinger) November 4, 2022

સામાજિક મુદ્દાઓ અને રાજકારણ પર વ્યંગ: આ સાથે નેહા સિંહ રાઠોડે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “લોગ મરત બા ડૂબ-ડૂબ કે, સાહેબ કે સભવા જારી બા, ગલતી સબ મરને વાલ કી પ્રોપેગંડા ભારી બા, કા બા?” તાજેતરમાં, બિહારના લોકપ્રિય તહેવાર છઠના અવસર પર, નેહા સિંહ રાઠોડે ઘણા લોકપ્રિય ગીતો ગાયા જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા. નેહા સિંહ તેના વ્યંગાત્મક ગીતો માટે જાણીતી છે. તે અવારનવાર સામાજિક મુદ્દાઓ અને રાજનીતિ પર ટોણો મારતી રહે છે. નેહા સિંહ રાઠોડનું નવું ગીત ગુજરાતની ચૂંટણી વિશે છે.

મોરબીમાં પુલ ધરાશાયી થવાથી 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 175થી વધુ લોકોનો આબાદ બચાવ થયો છે. શુક્રવારે મોરબીના અકસ્માતમાં પ્રથમ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો‘ગુજરાતમાં ભાજપ પોતાનો જ જીતનો રેકોર્ડ તોડશે’, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે શું કહ્યું?

આ અકસ્માત બાદ પોલીસે 9 લોકોની ધરપકડ કરી હતી. સ્થાનિક કોર્ટે નવ લોકોમાંથી ચારને 5 નવેમ્બર, 2022 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે, જ્યારે બાકીના 5 લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ