Gujarat Rain: ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું જમાવટ કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે 25 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધારે 4.5 ઇંચ (109 મીમી) વરસાદ વરસ્યો છે. 15 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
જૂનાગઢના વિસાવદરમાં 4.5 ઇંચ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે સુરતના જૂનાગઢના વિસાવદરમાં 4.5 ઇંચ, બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ, પાટણના સરસ્વતીમાં 2.5 ઇંચ, ખેડામાં 2 ઇંચ, બનાસકાંઠાના દિયોદર અને પાટણના સિદ્ધપુરમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ સિવાય વડોદરાના દેસોરમાં 48 મીમી, પાટણમાં 36 મીમી, પંચમહાલના કાલોલમાં 32 મીમી, પાદરા, ગારિયાધરમાં 28-28 મીમી, સાવલી, નેત્રંગમાં 27-27 મીમી, મહેસાણાના જોટાણામાં 26 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય ઘણા સ્થળોએ છુટો છવાયો વરસાદ વરસ્યો છે.
26 જૂને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
બુધવારે 26 જૂનના રોજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. તો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તથા કચ્છ વિસ્તારમાં મેઘ ગર્જના સાથે 30-40 કિમીના પવન સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો – ગુજરાત વરસાદ આગાહી : બે દિવસ રાજ્યભરમાં મેઘ સવારી, બે જિલ્લામાં અતિભારે વરસાદની ચેતાવણી
27 જૂનના રોજ વરસાદની આગાહી
ગુરૂવારે 27 જૂનના રોજ વરસાદની આગાહીની વાત કરીએ તો ફરી મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અને સૌરાષ્ટ્રમાં અમરેલી, અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના જોતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણાના કેટલાક વિસ્તાર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લામાં 30-40 કિમી પવન અને મેઘ ગર્જના સાથે મધ્યમથી હળવા વરસાદની સંભાવના છે.





