(અવિનાશ નાયર) ગુજરાતમાં “વિશ્વનો પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટ” છે પરંતુ રાજ્યના ખેડૂતો નવી પ્રોડક્ટ્સ અપનાવવામાં ખચકાટ અનુભવી રહ્યા છે જ્યારે આ આ રાજ્યો નેનો યુરિયાના વેચાણની બાબતમાં સમગ્ર દેશમાં 11માં ક્રમે છે.
યુરિયા ખાતર કરતા નેનો યુરિયા સસ્તું
ગુજરાત સરકારના કૃષિ નિયામક એસ.જે. સોલંકીએ ધી ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યુ કે, “આ પણના કારણ વિશે મને ખબર નથી કે, પરંતુ રાજ્યના ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરવામાં અચકાતા દેખાઇ રહ્યા છે. નેનો યુરિયાની 500 મિલી બોટલની કિંમત રૂ. 240 છે, જ્યારે યુરિયાની એક બેગની કિંમત રૂ. 266 છે… રાજ્યમાં દર મહિને અંદાજે નેનો યુરિયાની 1.5 લાખ બોટલનું વેચાણ થાય છે. અમારો લક્ષ્યાંક નેનો યુરિયાનું વેચાણ વધારીને 4-5 લાખ બોટલો સુધી લઇ જવાનો છે.”
દેશભરમાં નેનો યુરિયાના વેચાણ ઉપર એક નજર
સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર સમગ્ર દેશમાં નેનો યુરિયાના વેચાણના મામલે 21 રાજ્યોની યાદીમાં ગુજરાત 11માં ક્રમે છે. ગુજરાતમાં ઓગસ્ટ 2021 (જ્યારે ગુજરાતમાં નેનો યુરિયાનું ઉત્પાદન શરૂ થયું) થી 12 ડિસેમ્બર 2022 દરમિયાન રાજ્યમાં કુલ 17.94 લાખ બોટલ નેનો યુરિયાનું વેચાણ થયું છે. તો નેનો યુરિયાની ખરીદીને મામલે સમગ્ર દેશમાં મોખરે રહેલા ઉત્તર પ્રદેશમાં આ સમયગાળા દરમિયાન નેનો યુરિયાની 79.19 લાખ બોટલ વેચાઇ હતી. જે સમીક્ષાધીન 16 મહિનાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નેનો યુરિયાના વેચાણની સરખામણીએ ચાર ગણું વધારે વેચાણ છે.
નેનો યુરિયાના વેચાણના મામલે દેશના ટોચના પાંચ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ બાદ 31.44 લાખ બોટલ સાથે રાજસ્થાન બીજા ક્રમે, 30.67 લાખ બોટલ સાથે બિહાર ત્રીજા ક્રમે અને 30.4 લાખ બોટલના વેચાણ સાથે પંજાબ ચોથા ક્રમે છે, સૌથી રસપ્રદ બાબત એ છે કે, આ રાજ્યોમાં નેનો યુરિયા ઉપર કોઇ સરકારી સબસિડી આપવામાં આવતી નથી. તેની સરખામણીમાં ગુજરાતમાં 50 કિલોગ્રામની બેગમાં વેચાતા યુરિયાની કિંમત આશરે 3,500 રૂપિયા છે અને તેના પર પ્રતિ બેગ દીઠ લગભગ 3,200-3,250 રૂપિયાની સબસિડી અપાય છે. ઓગસ્ટ 2021 અને ડિસેમ્બર 2022 વચ્ચે ગુજરાતમાં નેનો યુરિયાનું વેચાણ દેશમાં નવી પ્રોડક્ટ્સના કુલ વેચાણના માત્ર ચાર ટકા જેટલુ થયુ છે.
જો નેનો યુરિયાના સૌથી ઓછા વેચાણની વાત કરીયે તો કેરળમાં માત્ર 2 લાખ બોટલ, હિમાચલ પ્રદેશમાં 2.09 લાખ બોટલ અને ઉત્તરાખંડમાં (2.85 લાખ બોટલ વેચાઇ છે. ભારતમાં નેનો યુરિયાનું વેચાણે મર્યાદિત રહ્યુ હોય પરંતુ તેની નિકાસની સારી તકો દેખાઇ રહી છે. ઓગસ્ટ 2021 બાદથી નેનો યુરિયાની 3.66 લાખ બોટલની નિકાસ કરવામાં આવી હતી જેમાંથી 3.06 લાખ બોટલ શ્રીલંકામાં અને 60,000 બોટલ નેપાળમાં મોકલવામાં આવી છે.
ઇફ્કોએ શરૂ કર્યુ નેનો યુરિયાનું ઉત્પાદન
નોંધનિય છે કે, ઇફ્કો (IFFCO)એ 1 ઓગસ્ટ, 2021ના રોજ ગુજરાતના કલોલ ખાતે નેનો યુરિયા લિક્વિડ ફર્ટિલાઇઝરના પ્રથમ પ્રોડક્શન પ્લાન્ટની શરૂઆત કરી હતી. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા દૈનિક 1.5 લાખ બોટલ (500 મિલી) છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે-2022ના રોજ આ પ્લાન્ટનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. ચાલુ રવી સિઝન 2022-23 માટે ગુજરાતમાં નેનો યુરિયાની છ લાખ બોટલની જરૂરિયાત હોવાનું દર્શાવ્યું છે.