ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત, આ તારીખે બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા યોજાશે

Gujarat Police Recruitment Board : ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા બિન હથિયારી પીએસઆઈની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે

Written by Ashish Goyal
Updated : March 08, 2025 20:38 IST
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત, આ તારીખે બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા યોજાશે
gujarat police recruitment board : બિન હથિયારી PSIની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરાઇ છે

Gujarat Police Recruitment Board : રાજ્યમાં પીએસઆઈની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા બિન હથિયારી પીએસઆઈની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.

પેપર-1 અને પેપર-2 ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા 13 એપ્રિલને રવિવારના રોજ યોજાશે. પેપર-1 (3 કલાક) અને પેપર-2 (3 કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે. વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર નજર કરવી.

થોડા સમય પહેલા પીએસઆઈની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કર્યા કરવામાં આવ્યું હતું. હવે લેખિત પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે.

15 કેન્દ્ર ઉપર શારીરિક કસોટીની પરીક્ષા લેવામાં આવી હતી

ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ PSI ની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ભરતી બોર્ડ દ્વારા વેબસાઈટ પર 8 જાન્યુઆકી 2025ના રોજ ગુજરાત રાજ્યનાં 15 કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ