ગત મોડી રાત્રે અમરેલી જિલ્લાના રાજુલામાં 108ની ટીમ અને પિપાવાવ પોર્ટ ખાતે કાર્યરત એમ્બ્યુલન્સની બંને ટીમને રાત્રીના 10:04 અને 10:21 કલાકે એમ બન્ને એમ્બ્યુલન્સને જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામનો કેસ મળ્યો હતો, આ એ ગામ છે કે જે આખું ગામ દરિયાની વચ્ચે આવેલ શિયાળ બેટ ટાપુ પર છે ત્યાં જવા-આવવા માટે માત્ર એક દરિયાઈ માર્ગ જ રસ્તો છે તેવામાં ત્યાં ના લોકોને કોઈ ઇમરજન્સી આવે અને જો હોસ્પિટલ જવાનું થાય તો પ્રથમ તો ત્યાં ના રહેવાસી ને પેહલા બોટ મારફતે પીપાવાવ પોર્ટ જેટી પર આવવું પડે છે અને ત્યાં થી એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. 108 એમ્બ્યુલન્સને શિયાળ બેટ ગામ નો કેસ મળ્યો હતો.
કેસ મળતાની સાથેજ પિપાવાવ પોર્ટ અને રાજુલાની 108ની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા જાણવા મળ્યું કે બે સગર્ભા મહિલા છે જેને બોટ દ્વાર શીયાળ બેટથી પીપાવાવ જેટી લઈ જવામાં આવી હતી ત્યારે 108 ની બન્ને ટીમ સ્થળ પર પહોંચે છે અને અને જોવે છે કે બે સગર્ભા મહિલાને બોટ મા લઈ ને આવે છે જે થી તે સગર્ભા ને 108 એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડવામાં આવે, પરંતુ તે સગર્ભા મહિલાને પ્રસુતિની પ્રસવ પીડા ઉપડતાં ત્યાંજ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી અને ત્યારે બીજી સગર્ભા મહિલા ને પણ પ્રસુતિની પ્રસવ પીડા ઉપડતાં જાણવા મળ્યું કે તે સગર્ભા ને પણ તાત્કાલિક પ્રસૂતિ કરાવવી પડે એમ છે જે થી એક મહિલા ને દરિયામા ઊભેલી બોટ માં અને બીજા મહિલા ને 108 એમ્બ્યુલન્સ મા પ્રસુતિ કરાવવાની ફરજ પડી જે થી 108 પીપાવાવ પોર્ટ ના ઇ.એમ.ટી.

રાણા બાંભણિયા અને પાયલોટ પ્રશાંત જોશી અને રાજુલા 108 ના ઈ.એમ.ટી. ભરત શીયાળ કીશન જોશી એમ બન્ને 108 ની ટીમ ની સૂજબુજ અને સમયસૂચકતાથી બંને સગર્ભા મહિલાઓની સામાન્ય તપાસ કરી તેના વાઇટલ અને ઑક્સિજન ચેક કરી બોટ અને એમ્બ્યુલન્સ માંજ સફળતા પૂર્વક રાત્રે 10:45 કલાકે ડિલિવરી કરાવવામાં આવે છે તેમજ ઉપરી ફીઝિશિયન ડોક્ટર સાથે વાતચીત કરી તેમની સલાહ સૂચના મુજબ જરૂરી દવાઓ અને જરૂરી સારવાર આપી પ્રસૂતિ કરાવવામાં સફળતા મળી હતી.
ડિલિવરી બાદ તપાસ કરતા માતા અને બાળક ના દરેક વાઇટલ પેરામીટર, ઓક્સિજન જેવી દરેક તપાસ કરી અને બાળક સારી રીતે રડતું હતું.અને માતાને ચક્કર આવતાં હતાં અને પેટમાં દુઃખાવો જેવી તકલીફ જણાય રહી હતી જેથી ઉપરી ડોક્ટર ની સલાહ મુજબ જરૂરી ઈન્જેકશન અને સારવાર ચાલુ કરવામાં આવી જેથી માતા અને બાળક બંને સ્વસ્થ હતા પરંતુ ડિલિવરી બાદ તેમને હોસ્પિટલ માં દાખલ થવું જરૂરી હતું જે થી ઇ.એમ.ટી. રાણા બાંભણિયા અને પાયલોટ પ્રશાંત જોશી અને રાજુલા ટીમ ના ઈ.એમ.ટી ભરત શીયાળ તેમજ પાયલોટ કીશન જોશી દ્વારા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે સલામતી પૂર્વક દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ આવી સરાહનીય કામગિરી કરવા બદલ 108ના પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ અને 108 ના અમરેલી જિલ્લા અધિકારી અમાનતઅલી નકવી દ્વારા આવી ઉત્ક્રુષ્ટ કામગિરી બદલ બિરદાવવામાં આવ્યા હતા