Gujarat prohibition : ગુજરાત (Gujarat) માં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ (BJP), આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (Congress) મુખ્યત્વે મેદાનમાં છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સતત રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે અને સત્તા કબજે કરવા માટે જાહેર સભાઓ, રેલીઓ અને જનસંપર્કમાં વ્યસ્ત છે. જ્યાં આમ આદમી પાર્ટી ભાજપ સરકાર પર જનતા સાથે છેતરપિંડી કરવાનો અને મોંઘવારી, બેરોજગારી તથા સુરક્ષાના મુદ્દે બેદરકાર હોવાનો આરોપ લગાવી રહી છે તો બીજી તરફ ભાજપ કેજરીવાલ અને તેમની પાર્ટીને ભ્રષ્ટ ગણાવી રહી છે.
ગુજરાતમાં દારૂબંધી (Liquor ban in Gujarat) લાગુ છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના ઉમેદવારે બુધવારે એવો દાવો કરીને વિવાદ સર્જ્યો હતો કે, દારૂ પીવો એ ખરાબ બાબત નથી અને સમગ્ર વિશ્વમાં લોકો દારૂનું સેવન કરે છે જ્યારે માત્ર ગુજરાતમાં જ તેના પર પ્રતિબંધ છે.
તેમણે કહ્યું કે, મોટા ડોક્ટર, IAS અને IPS ઓફિસરો પણ દારૂ પીવે છે. જો કે, તેઓ લોકોને આ વ્યસનથી દૂર રહેવાની સલાહ આપે છે. શાસક ભારતીય જનતા પાર્ટીએ AAP નેતા જગમાલ વાલા (jagmal vala) પર ગુજરાતને “બદનામ” કરવાનો આક્ષેપ કરી, દારૂના સેવનને પ્રોત્સાહન આપવા બદલ માફી માંગવાની માંગ કરી હતી.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા જગમલે એક જાહેર સભાને સંબોધતા આ નિવેદન આપ્યું હતું.
દારૂ પીવા મામલે આપ નતાએ શું તર્ક રજૂ કર્યો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં પ્રસ્તાવિત છે. જગમલે કહ્યું, “દુનિયામાં 196 દેશ છે, જેમાં 800 કરોડ લોકો રહે છે. આ તમામ 196 દેશોમાં દારૂ પીવો મફત છે. એકલા ભારતની વસ્તી 130-140 કરોડ છે, અને આખા દેશને દારૂ પીવાની આઝાદી છે. આ સાબિત કરે છે કે વાઇન ખરાબ નથી. મોટા ડોક્ટર, IAS અને IPS ઓફિસરો દારૂનું સેવન કરે છે.
દારૂ પીવાની હિમાયત કરવાની સાથે AAP નેતાએ આ વ્યસનથી દૂર રહેવાની પણ સલાહ આપી હતી.
ખાસ વાત એ છે કે, એક તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારો દારૂ પીવાની વકાલત કરી રહ્યા છે તો બીજી તરફ તેઓ તેના વધુ પડતા સેવનને સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ કહી રહ્યા છે.





