Gujarat Rain Forecast : ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 5 થી 7 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના છે.
ઉત્તર ગુજરાતના દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છના બનાસકાંઠા અને સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 5 અને 6 એપ્રિલે હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદા અને તાપી જિલ્લાઓમાં 7 એપ્રિલે વરસાદ પડશે.
ગત સપ્તાહે પડેલા કમોસમી વરસાદ બાદ સોમવારે રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રી ઓછું હતું.
ક્યાં ક્યારે પડી શકે છે વરસાદ?
4 એપ્રિલ
સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, બોટાદ અને કચ્છ,
5 એપ્રિલ
બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને કચ્છ
6 એપ્રિલ
બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ
સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી જ્યારે ઓખા અને દ્વારકામાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું.
આ પણ વાંચો – ગુજરાતમાં વરસાદ : અમદાવાદ, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ઘણા સ્થળોએ માવઠું પડ્યું
રાજકોટમાં 37.6 ડિગ્રી, અમદાવાદમાં 37, કંડલા એરપોર્ટમાં 36.4, ગાંધીનગરમાં 36, ભુજમાં 35.3, કેશોદમાં 35.2, ડીસામાં 34.8, વડોદરામાં 34.6, ભાવનગરમાં 33.4 અને સુરતમાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનાના છેલ્લા દિવસે પણ વાદળછાયુ વાતાવરણ હતું અને ઘણા સ્થળે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બનાસકાંડા, મહેસાણા, પાટણના ઘણા વિસ્તારમં સારો વરસાદ પડ્યો છે. જેમાં વાવ તાલુકામાં 1 ઇંચ, થરાદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. મહેસાણામાં પણ બપોર બાદ વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો – કેમ ભરઉનાળે પડી રહ્યો વરસાદ? ખેતીને કેવું નુકશાન?
ઉત્તર ભારતમાં વરસાદ
આ સિવાય જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડના અનેક ભાગોમાં વરસાદ અને બરફવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગ પ્રમાણે કેટલાક દિવસો સુધી આવી સ્થિતિ બની રહેશે. બીજી તરફ હવામાન વિભાગે 31 માર્ચ બાદ દિલ્હીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. 31 માર્ચે પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે ગત ત્રણ વર્ષ કરતા આ વખતે માર્ચ મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે.
કમૌસમી વરસાદથી પાકને નુકસાન
છેલ્લા ઘણા દિવસોથી કમૌસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેતરોમાં ઉભા પાકને મોટું નુકસાન થતા ખેડૂતો ચિંતિત થયા છે. ખેડૂતોને આ માવઠાંથી ખાસ કરીને ઘઉંના પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે