Gujarat Rain Forecast : હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તે અનુસાર, આજે મોટાભાગના જિલ્લામાં મેઘરાજા મહેર કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિત લગભગ તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેવો વરસાદી માહોલ
રાજકોટમાં 24 કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. આ બાજુ ગોંડલમાં 3 ઈંચ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ધોરાજી પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે રોજિયા સહિત નાની મોટી કેટલીક નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. તળાજાને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવો પડ્યો હતો. રાજ્યમાં 24 કલાકમાં 173 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં આણંદના ખંભાતમાં 5 ઈંચ, નડિયાદના જલાલપોરમાં 4.5 ઈંચ, અમદાવાદ શહેરમાં 4 ઈંચ, મોડાસાના સિહોરમાં સાડા ત્રણ ઈંચ તો આણંદના તારાપુરમાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં 11 તાલુકામાં 3 ઈંચ વરસાદ નોંધાયો તો 21 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો જ્યારે 66 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો આગામી દિવસોમાં ક્યાં કેવો વરસાદ પડી શકે છે, તે જોઈએ.
6 તારીખ સવાર 8.30થી 7 જુલાઈ 2023 8.30 વાગ્યા સુધીની આગાહી

યલ્લો એલર્ટ (ભારે વરસાદ)
બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ, બોટાદ, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ
ઓરેન્જ એલર્ટ – (અતિભારે વરસાદ)
જુનાગઢ, સોમનાથ, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, સુરત અને વલસાડમાં અતિભારે વરસાદ
7 જુલાઈ 2023 સવારે 8.30 થી 8 જુલાઈ 2023 8.30 સુધીની આગાહી

યલો એલર્ટ (ભારે વરસાદ)
પોરબંદર, રાજકોટ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદ
ઓરેન્જ એલર્ટ (અતિ ભારે વરસાદ)
જુનાગઢ, અમરેલી, સોમનાથ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ
રેડ એલર્ટ – (અતિથી અતિભારે વરસાદ)
8 જુલાઈ 2023 8.30થી 9 જુલાઈ 2023 8.30 સુધીની આગાહી

યલો એલર્ટ (ભારે વરસાદ)
કચ્છ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ
ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ)
જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ
રેડ એલર્ટ (અતિથી અતિભારે વરસાદ)
અમરેલી ભાવનગર અને આણંદમાં અતિથી અતિભારે વરસાદની પણ સંભાવના
9 જુલાઈ 2023ના રોજ 8.30 થી 10 જુલાઈ 2023 8.30 સુધીની આગાહી

યલ્લો એલર્ટ (ભારે વરસાદ)
દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહિસાગરમાં ભારે વરસાદ
ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ)
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ
રેડ એલર્ટ (અતિથી અતિભારે વરસાદ)
કચ્છ અને જામનગરમાં અતિથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે.
10 જુલાઈ 2023 8.30 થી 11 જુલાઈ 2023 8.30 સુધીની આગાહી

યલ્લો એલર્ટ (ભારે વરસાદ)
કચ્છ, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ
ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ)
બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ પડી શકે છે.





