scorecardresearch

ગુજરાત વરસાદ આગાહી : આજે અને કાલે પણ પડી શકે છે વરસાદ, રાજ્યમાં 56 તાલુકામાં વરસાદ નોંધાયો, ક્યાં સૌથી વધારે પડ્યો?

Gujarat Rain Forecast : સોમવારે અમદાવાદ (Ahmedabad) સહિત ગુજરાતના અનેક તાલુકામાં વરસાદ પડ્યો, હવામાન વિભાગે (Meteorological Department) 7 અને 8 માર્ચે પણ ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરી છે.

ગુજરાત વરસાદ આગાહી : આજે અને કાલે પણ પડી શકે છે વરસાદ, રાજ્યમાં 56 તાલુકામાં વરસાદ નોંધાયો, ક્યાં સૌથી વધારે પડ્યો?
ગુજરાતમાં 7 અને 8 માર્ચે પણ વરસાદ થવાની સંભાવના

સોમવારે, રાજ્યના 50 થી વધુ તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો, જેમાં અમરેલીના બગસરામાં સૌથી વધુ 23 મીમી વરસાદ નોંધાયો હતો.

7 અને 8 માર્ચે પડી શકે છે વરસાદ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ “વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ” ને આભારી 7 અને 8 માર્ચ માટે વરસાદની આગાહી જાહેર કરી છે.

સોમવારે અમરેલી, રાજકોટ, મોરબી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ડાંગ, નર્મદા, ગાંધીનગર, સુરત, વલસાડ અને તાપીના 56 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ સહિત આ શહેરોમાં વરસાદ પડ્યો

અમદાવાદ શહેરમાં પણ સાંજના સમયે જોરદાર પવન ફૂંકાયો હતો, ત્યારબાદ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે કેટલાક દિવસોથી પડી રહેલી ગરમીથી રાહત મળી હતી.

અન્ય વિસ્તારોની વાત કરીએ તો, રાજકોટના ગોંડલ અને લોધિકા, નર્મદાના ડેડિયાપાડા, ગાંધીનગરના માણસા, વલસાડના કપરાડા, છોટા ઉદેપુરમાં જેતપુર પાવી, મહેસાણાના બેચરાજી, અમરેલીના લાઠી, ભાવનગરના પાલિતાણા અને વલસાડના વાપીનો સમાવેશ થાય છે.

કયા વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના

IMD મુજબ, 7 માર્ચે, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ડાંગ, સુરતમાં છૂટાછવાયા સ્થળોએ કરા સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા, તો તાપી, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે.

8મી માર્ચે, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ અને ડાંગ જિલ્લામાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને સપાટી પરના પવનની ઝડપ સાથે હળવો વરસાદ થવાની “ખૂબ સંભાવના” છે.

આ પણ વાંચોગુજરાતમાં હોળીએ માવઠું : મહેસાણામાં વાવાઝોડું તો સૌરાષ્ટ્રમાં કરા સાથે ભારે વરસાદ

સોમવારે ગુજરતના કયા શહેરમાં કેટલું તાપમાન નોંધાયું

સુરેન્દ્રનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ અને ત્યારબાદ ભુજ અને કેશોદમાં 38.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજકોટમાં 38.2 ડિગ્રી, અમદાવાદમાં 37.6, વડોદરા, ભાવનગર અને કંડલા એરપોર્ટમાં 37.4, અમરેલીમાં 37, ડીસા અને નલિયામાં 36.7, ગાંધીનગરમાં 36.5, સુરતમાં 36.4 અને વેરાવળમાં 33.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગે શું આગાહી કરી?

ઉત્તર ભારતમાં પણ બે દિવસથી હવામાન બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. હળવા વાદળોના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. હોળી-ધૂળેટી પર દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની પણ સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આ અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMD અનુસાર, બુધવારે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આંધી અને વાવાઝોડાની સંભાવના છે. આ સાથે કરા પણ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેના કારણે રાજસ્થાનથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે કરા અને વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે રાજસ્થાન અને ગુજરાતમાં 7 માર્ચ એટલે કે મંગળવારે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

બીજી તરફ મહારાષ્ટ્રમાં 9 માર્ચે વરસાદ પડી શકે છે. આ સિવાય ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

કેવું રહેશે દિલ્હીમાં હવામાન?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હોળી પર દિલ્હી-એનસીઆરનું હવામાન સાફ રહેશે. આ દરમિયાન સૂર્યપ્રકાશ જોવા મળશે. જો કે સવારે અને સાંજે હળવી ઠંડી જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં આગામી કેટલાક દિવસો સુધી હવામાન સ્વચ્છ રહેશે. બીજી તરફ અરુણાચલ પ્રદેશ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર પૂર્વમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2-4 ડિગ્રી વધુ હતું. પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના ભાગોમાં વરસાદ પડ્યો.

Web Title: Gujarat rain forecast it may rain 7 and 8 march 56 talukas rain in state

Best of Express