Gujarat Rain forecast : અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી (Meteorological department forecast) આપી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે.
ક્યારે પડી શકે છે વરસાદ
વરસાદની વિદાય વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, તારીખ 7 અને 8 ઓક્ટોબર 2022ના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા પડી શકે છે.
ક્યાં-ક્યાં વરસાદ પડવાની સંભાવના
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરત, તો મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં વરસાદ પડી શકે છે આ સાથે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
કેમ વરસાદી સિસ્ટમ સર્જાઈ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આમ તો રાજ્યમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ આ વરસાદ થન્ડર સ્ટ્રોમ એક્ટીવીટીની અસરના કારણે થઈ શકે છે, જે તાપમાન અને તાપમાનમાં ભેજના કારણે સર્જાય છે.
થન્ડર સ્ટ્રોમની અસર કેવી રહેશે
વેધર અંગે વાત કરતા કહ્યું કે, થન્ડર સ્ટ્રોમની અસર દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળી શકે છે. જેને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, ડાંગ વિસ્તારમાં 40 કિમીની ઝડપે પવન પણ ફૂકાઈ શકે છે. આ સિવાય ઝરમર વરસાદ, તો કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે.
અમદાવાદમાં વાતાવરણમાં પલટો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સવારથી વરસાદી વાતાવરણ છવાયેલું છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર વેજલપુર, આનંદનગર, એસજી હાઈવે, પ્રહલાદ નગર, ઈસ્કોન ચોકડી જેવા વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ પણ જોવા મળ્યો હતો. જેને પગલે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી