ગુજરાતમાં કમોસમી વરસાદ: વીજળી અને વરસાદથી 9 લોકોના મોત, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Gujarat rain forecast : ગુજરાતમાં કમોસમી વરસાદ (Gujarat unseasonal rain) અને વીજળી પડવાથી 9 લોકોના મોત (Death) થયા છે. હવામાન વિભાગ (Meteorological Department) અનુસાર, હજુ પણ ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

Written by Kiran Mehta
Updated : May 30, 2023 13:47 IST
ગુજરાતમાં કમોસમી વરસાદ: વીજળી અને વરસાદથી 9 લોકોના મોત, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં કમોસમી વરસાદથી 9ના મોત (ફોટો - એક્સપ્રેસ)

Gujarat rain forecast : ગુજરાતમાં લગભગ તમામ જિલ્લામાં બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ મંગળવારે પુષ્ટિ કરી હતી કે, રવિવારે રાત્રે ગુજરાતમાં કરા અને વીજળી સાથે કમોસમી વરસાદ થયો હતો, જેમાં નવ લોકોના મોત થયા હતા.

પાટણ, ખેડા, અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા, છોટા ઉદેપુર અને બોટાદ જિલ્લામાંથી મૃત્યુ નોંધાયા છે. પાંડેએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “આ મૃત્યુ મુખ્યત્વે વીજળી અને ભારે વરસાદને કારણે થયા છે.”

પાંડેની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરી છે કે, મંગળવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

કયા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની સંભાવના

IMD એ અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં વીજળી અને સપાટી પરના પવનની ઝડપ 30-40 kmph (gusts) સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે. પંચમહાલ, પાટણ અને સાબરકાંઠા; [અને] સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો

રવિવારે, ગુજરાતના 91 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં મુખ્યત્વે મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, ભાવનગર, ખેડા, આણંદ, નર્મદા અને અરવલ્લી જિલ્લામાં કેન્દ્રિત છે. જ્યારે મહેસાણાના બેચરાજીમાં સૌથી વધુ 65 મીમી, બનાસકાંઠાના દાંતામાં 55 મીમી, અમદાવાદ શહેરમાં 54 મીમી, બનાસકાંઠાના વડગામમાં 52 મીમી અને પાટણના ચાણસ્મામાં 50 મીમી વરસાદ નોંધાયો હતો.

અમરેલી પંથકમાં વાવાઝાડો સાથે વરસાદ, ઘરોના છાપરા ઉડ્યા, કેરીઓ ખરી પડતા મોટું નુકસાન

હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી, ધારી, રાજુલા જાફરાબાદ, સાવરકુંડલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડું આવ્યું હતું. રાજુલા જાફરાબાદ દરિયાકાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર પવન સાથે વરસાદ પડતાં લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. અમુક વિસ્તારોમાં મકાનના છાપરાં નળિયા તેમજ પતરા ઉડી ગયા હતા. આ ઉપરાંત ભારે પવનના કારણે આબાંના ઝાડ પરથી કેરીઓ ખરી ગઈ હતી જેના પગલે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું હતું.

અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા

અમદાવાદમાં રવિવારના વરસાદને કારણે 256 વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મહાનગરપાલિકાએ સોમવારે સવારે વાળીનાથ ચોક, ગુલબાઈ ટેકરા, રાણીપ અને વિરાટનગરમાં પાસપોર્ટ ઓફિસો પર કાર્યવાહી કરવી પડી હતી, જેમાં ચાર વિસ્તારોમાં મોટી તબાહી જોવા મળી હતી. અમદાવાદના કેટલાક ભાગો સોમવારે સવાર સુધી જળબંબાકાર રહ્યા હતા.

આ પણ વાંચોAhmedabad Rain : ચોમાસા પહેલાના વરસાદમાં જ અમદાવાદ તંત્રની પોલ ખુલી, ભૂવા જોઇ તમને પણ ગુસ્સો આવી જશે

મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં કચ્છના અંજારમાં સૌથી વધુ 41 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ ભાવનગરના પાલિતાણા અને રાજકોટના ધોરાજીમાં 35-35 મીમી વરસાદ નોંધાયો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ