ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી હવામાન બદલાયુ છે અને માર્ચ મહિનામાં માવઠું પડ્યું છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે તો બીજી બાજુ ખેડૂતો ચિંતિત થયા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમેરિલા જિલ્લામાં પવન સાથે કમોસમમી વરસાદ પડતા માર્ચ મહિનામાં અષાઢી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
જૂનાગઢમાં વરસાદ પડતા નદીમાં પુર આવ્યું, અમરેલીમાં કરા પડ્યા
જૂનાગઢમાં આજે ભારે વરસાદ પડતા નદીમાં પુર જેવા સર્જાયા છે. વિસાવદરમાં ત્રણેક કલાક સુધી એકધારો વરસાદ પડ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અચાનક પડેલા વરસાદથી પાણીનો પ્રવાહ વધતા આંબાજળ, શેત્રુજી નદીની જળ સપાટી વધી હતી. તો બીજુ બાજુ ખેતરોમાં ઉભા પાકને થયેલા નુકસાનથી ખેડૂતો ચિંતાતૂર થયા છે. તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદની સાથે કરા પડ્યા હતા.
મહેસાણામાં વાવાઝોડું ફુંકાયું
ઉત્તર ગુજરાતમાં પણ હવામાનમાં મોટું પરિવર્તન આવ્યું છે. ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે પવન ફુંકાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મહેસામા. બેચરાજી સહિતના ઉત્તર ગુજરાતના કેટલાંક પ્રદેશોમાં સાજે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. વાડાઝોડાથી બેનરો અને મોટા હોર્ડિંગ્સ તૂટી ગયા હતા.
અમદાવાદમાં સમી સાંજે વરસાદી માહોલ
અમદાવાદમાં પણ હોળીના દિવસે સમી સાંજે ભારે પવન ફૂંકાવાની સાથે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાતા માર્ચ મહિનામાં અષાઢી માહોલ જામ્યો હતો. હોળી પ્રગટાવવાના સમયે જ ભારે પવન ફૂંકાતા લોકોને મુશ્કેલી પડી હતી. તો વડોદરામાં પણ ભારે પવન ફૂંકાતા કેટલાંક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા.