Gujarat Monsoon Rain IMD Update: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે. કેટલાંક જિલ્લાઓમાં મેઘમેહર છે તો ક્યાંક મેંઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. જુનાગઢ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જાનમાલને મોટુ નુકસાન થયુ છે. જુનાગઢમાં અતિશય ભારે વરસાદથી કાર-વાહનો, ભેસો પાણીમાં તણાઇ ગયા હતા. તો અમદાવાદમાં પણ શનિવારે સાંજે પડેલા ભારે વરસાદથી રોડ-રસ્તાઓ નદીમાં ફેરવાઇ ગયા હતા. જાણો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ પડ્યો અને આગામી દિવસોમાં વરસાદની શું આગાહી છે
વલસાડ, દ્વારકા અને જુનાગઢમાં સૌથી વધુ વરસાદ
gujaratweather.comના આંકડા અનુસાર ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં 22 જુલાઇના રોજ સવારના 6થી રાતના 10 વાગ્યા દરમિયાન વલસાડમાં સૌથી વધુ 305 એમએમ, જુનાગઢમાં 241 એમએમ અને દેવભૂમિ દ્વારકામાં 174 એમએમ વરસાદ પડ્યો છે. જુનાગઢમાં તો અતિશય વરસાદથી ચારેય બાજુ ભયંકર પુર આવ્યુ છે.

અમદાવાદ શહેરમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો
અમદાવાદ શહેરમાં પણ શનિવારની સાંજે જબરદસ્ત વરસાદ પડતા રોડ-રસ્તાઓ નદીમાં ફેરવાઇ ગયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાાદમાં સાંજે 5.30 વાગેની આસપાસ વરસાદ સતત ચાલુ રહેતા મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા 24માં 118 એમએમ અને સાણંદમાં 108 એમએમ વરસાદ પડ્યો હતો. રાજ્યના 14 જિલ્લાઓમાં છેલ્લા 16 કલાકમાં 4 ઇંચથી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
બે જિલ્લામાં રેડ એલર્ટ અને 3 જિલ્લામાં ઓરેજન્ડ એલર્ટ

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર 23 જુલાઇના 8.30 કલાકથી લઇ 24 જુલાઇ 8.30 કલાક સુધીના 24 કલાક માટે વરસાદને લઇ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ બે જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. તો જુનાગઢ, કચ્છ અને વલસાડમાં પણ વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, સુરત, વડોદરા અને આણંદમાં પણ વરસાદ અંગે યલો એલર્ટ છે, એટલે અહીંયા પણ સામાન્ય કરતા વધારે વરસાદ પડશે. અમદાવાદ, સુરેન્દ્ર નગર, પાટણ, બનાસકાંઠા, મોરબી, બોટાદ, રાજકોટ, ભરૂચ સહિતના બાકીના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે.





