Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં થોડા દિવસની આસળ બાદ મેઘરાજા ફરીથી બેટિંગ કરવાના મુડમાં આવી ગયા છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય અને કચ્છ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગરના થાનગઢમાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 115 તાલુકામાં મેઘમહેર
સ્ટેટ ઈનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 15 ઓગસ્ટ સવારે 6 વાગ્યાથી લઈને 16 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ગુજરાતમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગરના થાનગઢમાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ- રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાનું ઉદ્ઘાટન, “શૌર્યનું સિંદૂર” નામ આપવામાં આવ્યું
11 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો
SEOC ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 11 તાલુકા એવા છે જેમાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જેમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો એ નીચે કોષ્ટકમાં આપેલું છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ (ઈંચમાં) |
| સુરેન્દ્રનગર | થાનગણ | 3.35 |
| ખેડા | કપડવંજ | 2.83 |
| સુરેન્દ્રનગર | ચુડા | 1.85 |
| સાબરકાંઠા | વિજયનગર | 1.81 |
| અરવલ્લી | મેઘરાજ | 1.69 |
| રાજકોટ | ગોંડલ | 1.61 |
| મોરબી | વાંકાનેર | 1.26 |
| અરવલ્લી | ધનસુરા | 1.26 |
| ડાંગ | ધનસુરા | 1.26 |
| સુરેન્દ્રનગર | ચોટીલા | 1.06 |
| મહિસાગર | વિરપુર | 1.06 |
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ પીડીએફ
30 તાલુકામાં મેઘાએ હાજરી પુરાવી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં હજી પણ 30 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ વિસ્તારોમાં 1-2 ઈંચ વરસાદ નોંધાયો હતો.





