Gujarat Rain : આજે સવારથી જ દ. ગુજરાતમાં ભારે વરસાદ, નવસારીના જલાલપોરમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

Gujarat Weather Report, Gujarat Weather Updates, ગુજરાત વરસાદ : બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવાર સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના કૂલ 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

Written by Ankit Patel
Updated : July 11, 2024 13:44 IST
Gujarat Rain : આજે સવારથી જ દ. ગુજરાતમાં ભારે વરસાદ, નવસારીના જલાલપોરમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ
ગુજરાતમાં વરસાદ - Photo - Social media

Gujarat Rain Updates, Gujarat Weather news, Rain news, ગુજરાત વરસાદ : ગુજરાતમાં વરસાદે જાણે બ્રેક લીધી હોય એવું લાગી રહ્યું છે. આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે પરંતુ વરસાદના નામે માત્ર આશા જ દેખાઈ રહી છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો રાજ્યના માત્ર 9 જિલ્લાના એક બે તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. બાકીના બધા જિલ્લા કોરા ધાકોર રહ્યા છે.

રાજ્યના કૂલ 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 11 તાલુકામાં અડધો ઈંચથી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 47 પૈકી 36 તાલુકામાં માત્ર નામ પુરતો વરસાદ નોંધાયો છે.સૌથી વધારે વરસાદની વાત કરીએ તો બોટાદ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં કૂલ 31 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 11 જુલાઈ 2024, ગુરુવારના રોજ સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા દરમિયાન રાજ્યના કૂલ 31 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં નવસારીના જલાલપોરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આપેલી પીડીએફમાં જુઓ સવારે 10થી 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

સુરતના કામરેજમાં ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 11 જુલાઈ 2024, ગુરુવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા દરમિયાન કૂલ 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને વરસાદે સુરત જિલ્લામાં ધબધબાટી બોલાવી દીધી છે. ચાર કલાકમાં સુરતના કામરેજમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજકોટના ઉપલેટામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. નીચે આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

ગુજરાત વરસાદ : આજે ગુરુવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી બે કલાકમાં 16 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં કૂલ 16 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે સુરત શહેરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

જિલ્લોતાલુકોવરસાદ (MM)
સુરતસુરત શહેર19
ભરૂચઅંકલેશ્વર9
ભરૂચહાંસોટ9
સુરતકામરેજ8
ભરૂચઝઘડિયા6
સુરતઓલપાડ5
સુરતચોરાસી4
વલસાડઉમરગામ3
રાજકોટઉપલેટા2
આણંદઉમરેઠ2
ભરૂચભરૂચ2
છોટા ઉદેપુરબોડેલી2
આણંદપેટલાદ1
ખેડાઠાસરા1
ભરૂચનેત્રંગ1
છોટાઉદેપુરજેતપુર પાવી1

ગુજરાત વરસાદ : 11 તાલુકામાં અડધો ઈંચથી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો

જિલ્લોતાલુકોવરસાદ (mm)
બોટાદબોટાદ47
સુરેન્દ્રનગરદસાડા40
મોરબીટંકારા29
છોટા ઉદેપુરબોડેલી18
અમરેલીલિલિયા15
ગીર સોમનાથવેરાવળ15
જૂનાગઢમાલિયા હાટિના14
દેવભૂમી દ્વારકાભાનવડ14
અમરેલીકુંકાવાવ વાડિયા13
અમરેલીખાંભા12
મહેસાણાબેચરાજી12

આ પણ વાંચોઃ- Dwarka Mass Suicide Case: દ્વારકામાં 1 જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત, રેલવે ફાટક પાસે કર્યું વિષપાન

ગુજરાત વરસાદ : 9 જિલ્લા સિવાય ગુજરાત બધા જિલ્લા કોરા ધારોક

તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાક દરમિયાન કુલ 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, આ 11 તાલુકા સિવાય બાકીના તાલુકામાં માત્ર નામ પુરતો જ વરસાદ પડ્યો હતો. જ્યારે બાકીના જિલ્લામાં વરસાદના નામે આશા જ રહી હતી. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

ગુજરાત વરસાદ : આજે ગુજરાતના 20 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 11 જુલાઈ 2024, ગુરુવારે રાજ્યના 20 જિલ્લા અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરંબદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવનો સમાવેશ થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ