Gujarat Weather Forecast (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં ચોમાસું હવે પોતાના છેલ્લા તબક્કામાં આવી ગયું છે. ચોમાસાની સત્તાવાર સમાપ્તીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિદાય લેતા પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદ પડવાનું શરું થયું છે. વરસાદની માત્રા ઓછી છે પરંતુ વિસ્તારમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે થોડા દિવસો પહેલા એક બે તાલુકા પુરતો સીમીત હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાતમાં ચોમાસનો વધુ એક રાઉન્ડ થવાની શક્યતાઓ વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદ નોંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 24 કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ, સુરત અને છોટા ઉદેપુર જિલ્લાના તાલુકામાં નોંધાયો હતો.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કટેલો વરસાદ નોંધાયો નીચે આપેલા કોષ્ટમાં જુઓ
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) | 
| વલસાડ | વલસાડ | 18 | 
| વલસાડ | ઉમરગામ | 18 | 
| સુરત | ઓલપાડ | 15 | 
| છોટા ઉદેપુર | ક્વાંટ | 11 | 
| વલસાડ | પારડી | 9 | 
| નવસારી | ગણદેપી | 8 | 
| વલસાડ | વાપી | 7 | 
| નવસારી | જલાલપોર | 7 | 
| સાબરકાંઠા | વિજયનગર | 5 | 
| અમરેલી | રાજુલા | 4 | 
| નવસારી | નવસારી | 4 | 
| સુરત | માંડવી | 4 | 
| પંચમહાલ | હાલોલ | 4 | 
| સુરત | ચોરાસી | 3 | 
| સુરત | શહેર | 2 | 
| વડોદરા | વડોદરા | 2 | 
| છોટા ઉદેપુર | નસવાડી | 2 | 
| વલસાડ | ધરમપુર | 1 | 
| છોટા ઉદેપુર | બોડેલી | 1 | 
| છોટા ઉદેપુર | છોટાઉદેપુ | 1 | 
ગુજરાતમાં આજની વરસાદની આગાહી
ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનો વિસ્તાર વધતો જાય છે પરંતુ વરસાદની માત્રામાં વધારો દેખાતો નથી. જોકે, હવામાન વિભાગ પ્રમાણે આજે 23 સપ્ટેમ્બર 2024, સોમવાર ગુજરાતમાં ક્યાં ભારે વરસાદના અણસાર નથી.
આ પણ વાંચોઃ- તિરુપતિ લાડુ વિવાદમાં અમૂલ સામે અફવા ફેલાવી, અમદાવાદ સાયબર ક્રાઈમમાં X યુઝર્સ સામે ફરિયાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી છાંટા પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે.





