Gujarat Weather Update, IMD Rain Alert (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ નરમ પડતો દેખાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં રાઉન્ડ લગાવ્યા બાદ હવે મેઘરાજાની ગતિ ધીમી પડી રહી છે ત્યારે ગુજરાતના ચાર જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં ગણતરીના તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો.
આજે સવારે 6થી8માં 14 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 9 સપ્ટેમ્બર 2024 સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
8 તાલુકામાં એકથી ત્રણ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતન 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
અરવલ્લી | ભિલોડા | 65 |
મહિસાગર | બાલાસિનોર | 55 |
વલસાડ | ઉમરગામ | 52 |
પંચમહાલ | મોરવા હડફ | 50 |
મહિસાગર | લુણાવાડા | 40 |
મહેસાણા | મહેસાણા | 32 |
મહિસાગર | વિરપુર | 28 |
પંચમહાલ | શેહરા | 26 |
24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતન 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અરવલ્લીના ભિલોડામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. મહિસાગરના બાલાસિનોરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ ચાર જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના ત્રણ અને મધ્ય પૂર્વ ગુજરાતના એક જિલ્લામાં આજે ભારે વરસાદ પડશે. જિલ્લાના નામની વાત કરીએ તો આજે 9 સપ્ટેમ્બર 2024, સોમવારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ,વડોદરા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં આજે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.
રવિવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભિલોડામાં 65 મીમી (2.56 ઇંચ), બાલાસિનોર 55 મીમી (2.17 ઇંચ), ઉમરગામ 52 મીમી (2.05 ઇંચ), મોરવા હડફ 50 મીમી, (1.97 ઇંચ), લુણાવાડા 40 મીમી (1.57 ઇંચ), મહેસાણા 32 મીમી (1.26 ઇંચ), વિજાપુર 28 મીમી (1.10 ઇંચ), શેહરા 26 મીમી (1.02 ઇંચ), ગણદેવી, સંતરામપુર 22 મીમી, પ્રાંતિજ અને સિંગવડ 19 મીમી અને સાંજેલી 18 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 48 તાલુકામાં 1 થી લઇને 9 મીમી વરસાદ વરસ્યો છે.