ગુજરાતના અમદાવાદ, મહેસાણા, બનાસકાઠાં, કચ્છ સહિત ઘણા જિલ્લાઓ અને રાજસ્થાનના આબુ સહિતના આસપાસના વિસ્તારોમાં ફરી પવન સાથે કમૌસમી વરસાદ અને કરા પડ્યા છે. માર્ચ મહિનો સમાપ્ત થઇ રહ્યો અને એપ્રિલ મહિનામાં પણ અષાઢી માહોલ રહેવાની આગાહી રહેવાની આગાહી કરવામાં આવી છે. વરસાદ બાદ આગામી ચારેક દિવસ દરમિયાન ઘણા જિલ્લાઓના લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્શિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદમાં સાંજે વરસાદ
અમદાવાદમાં સવારે વરસાદ માહોલ હતો પણ બપોરે બફારાથી લોકો પરેશાન થયા હતા. જો કે શહેરમાં સાંજે વરસાદ પડતા લોકોએ ઠંડક અનુભવી હતી. અમદાવાદમાં સાજે 7 વાગ્યાની આસપાસ વરસાદ પડ્યો હતો.
ઉત્તર ગુજરાતમાં 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો
ઉત્તર ગુજરાતમાં સવારથી વાદળછાયુ વાતાવરણ હતું અને ઘણા સ્થળે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. બનાસકાંડા, મહેસાણા, પાટણના ઘણા વિસ્તારમં સારો વરસાદ પડ્યો છે. જેમાં વાવ તાલુકામાં 1 ઇંચ, થરાદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. મહેસાણામાં પણ બપોર બાદ વરસાદ પડ્યો હતો.
આગામી દિવસોમાં તાપમાન વધશે
ગુજરાતમાં કમૌસમી વરસાદ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોમં તાપમાન વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગે 30 માર્ચથી 4 એપ્રિલ સુધી વાતાવરણ કેવુ રહેશે તેની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાત રાજ્ય, દીવ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં છુટા છવાયેલા વરસાદની સાથે સાથે આગામી દિવસોમાં તાપમાન 2થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી કરી છે.
31 માર્ચે હવામાન કેવું રહેશે
સૌરાષ્ટ્ર- કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલી સહિત ગુજરાતના ઘણા જીલ્લાઓમાં વેધર /હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
1 થી 4 એપ્રિલ સુધી હવામાન શુષ્ક રહેશે
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા પૂર્વાનુ અનુસાર ગુજરાતમાં 1 એપ્રિલથી 4 એપ્રિલ સુધી રાજ્યમાં હવામાન એકંદરે શુષ્ક રહેવાની સંભાવના છે.
કમૌસમી વરસાદથી પાકને નુકસાન
છેલ્લા ઘણા દિવસોથી કમૌસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેતરોમાં ઉભા પાકને મોટું નુકસાન થતા ખેડૂતો ચિંતિત થયા છે. ખેડૂતોને આ માવઠાંથી ખાસ કરીને ઘઉંના પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે.