ગુજરાતના રાજુલ પંથકમાં એક વાડીમાં રમી રહેલી 11 વર્ષની બાળા પર સાંજના સમયે દીપડાએ હિંમક હુમલો કર્યાની ગંભીર ઘટના બની છે. દીપડાએ હુમલો કરીને બાળાને ગંભીર શારીરિક ઇજા પહોંચાડી હતી, જો કે સબનસીબે લોકોએ બૂમબમા કરતા બાળકીનો જીવ માંડ-માંડ બચ્યો અને ત્યારબાદ તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાજુલાાં સિંહ અને દીપડાના હુમલાની ગંભીર ઘટનાઓથી લોકોમાં ડરનો માહોલ છે.
રાજુલાના ભેરાઈ રોડ પર આવેલ રેજન્સી હોટલ ની સામે સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરની સામે મુકેશભાઈ વનમાળીદાસ ભાઈ રાઠોડની વાડીમાં ભાગ્યું કામ રાખી મુળ રાજુલા તાલુકાના વિસળીયા ગામના રહેવાસી કનુભાઈ શીયાળ પોતાના પરિવાર સાથે રહે છે. ગઈ કાલે સાંજે સાત થી ૮ આંઠ વાગ્યેની આસપાસ તેની દિકરી કિરણબેન રાજુલા ખાતે મુકેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ વનમાળીદાસ રાઠોડની વાડીમાં આવેલ બદામના ઝાડ નીચે સાંજના સાત થી આઠ વાગ્યે ની આસપાસ ઉભા હતા તે દરમિયાન અચાનક એક દીપડાએ તેની પર હિંસક હુમલો કર્યો હતો. દિપડાએ હુમલો કરતા બાળકીના આખા શરીર પર ગંભીર ઇજા થઇ, જેમાં સૌથી વધારે ઇજાઓ માથાના અને ગળાના ભાગ પર થઇ છે. ઇજાગ્રસત બાળકીને રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઇ અને હાલ તેની સારવાર ચાલી રહી છે.

દીપડાએ હુમલો કરતા બાળકીને બુમાબુમ કરતા ત્યાં જ વાડીમાં રહેલા તેના ફઇ દક્ષા બેન અને અન્ય વ્યક્તિઓ દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો દોડી આવતા દીપડા ભાગી છૂટ્યો અને બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી.
દીપડાના હુમલાની જાણ થતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમની રેસ્ક્યુ ટીમ સાથે પાંજરાઓ લઇને તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા અને દીપડાને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી.

હાલમાં સિંહ- સિંહણ તેમજ દીપડા રાજુલા શહેરની ભાગોળે આવેલ સીમ વિસ્તારમાં તેમજ શહેરની બહારના વિસ્તારોમાં માંથી ગામ ભાગોળે હદ સુધી પહોંચી જતા હોય લોકો ડરના ઓથ હેઠળ જીવી રહ્યા છે.
રાજુલાના ભેરાઈ રોડ અને હિંડોરણા રોડ તેમજ છતડીયા રોડ કે જ્યાં રાજુલા શહેરના શહેરીજનો મહિલાઓ તેમજ યુવાનો અને વયો વૃદ્ધ લોકો સવારે અને સાંજના સમયે ચાલવા માટે જતા હોય અને ત્યારે સિંહ – દીપડા જેવા જંગલી પ્રાણીઓ શિકારની શોધમાં ફરતા હોય અને લોકો ઉપર પણ અવારનવાર હુમલા કરતા હોય છે. પ્રાણી દ્વારા હુમલાની હિંસક ઘટનાથી વોકિંગ માટે જતા લોકોમાં ભયભીત થઇ ગયા છે. દરિયાઈ પટ્ટી પરના કારખાના-ફેક્ટરીમાં નોકરી કરવા માટે બાઉક પર અવરજવર કરતા લોકો તેમજ આ વિસ્તારની શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં જંગલી પ્રાણીઓના હિંસક હુમલાની ઘટનાથી લોકો ડરી ગયા છે. તેમજ નોકરી કરતા કર્મચારીઓ પણ આરોડ ઉપરથી થી પસાર થતા હોય જેથી આ સમાચાર સાંભળીને અહીં થી પસાર થતા લોકોમા પણ ભયનો માહોલ ફેલાયો છે.