scorecardresearch

ગોમાંસ છે કે નહીં? માત્ર એક જ કલાકમાં રિપોર્ટ મળી જાય તેવી ટેકનિક ધરાવતું ગુજરાત એક માત્ર રાજ્ય

Gujarat rapid LAMP DNA test for Meat : ગોમાંસ છે કે તેની ખાતરી કરવા ગુજરાતમાં નવી પદ્ધતિની શોધ કરાઇ. ગુજરાતમાં માંસ માટે ગાયોની કતલ કરવા પર પ્રતિબંધ છે અને આ ગુના બદલ આજીવન કેદ સુધીની સજા અને 1 થી 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

ગોમાંસ છે કે નહીં? માત્ર એક જ કલાકમાં રિપોર્ટ મળી જાય તેવી ટેકનિક ધરાવતું ગુજરાત એક માત્ર રાજ્ય

ભારતમાં ગૌમાંસનો વિવાદ બહુ જ ગંભીર છે. કોઇ પણ માંસ ગૌમાંસ છે કે નહીં તેની એક જ કલાકમાં ખાતરી કરી શકાય તેવી ટેકનોલજી ગુજરાતે વિકસાવી છે. ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બની ગયુ છે તેણે એવી રેપિડ ડીએનએ ટેસ્ટિંગ ટેકનોલોજી વિકસાવી છે જે એક જ કલાકની અંદર રિપોર્ટ આપશે કે પકડાયેલું માંસ ગાયનું છે કે નહીં. ગૌમાંસ હોવાની શંકા એ જપ્ત કરાયેલું માંસ ગાયનું છે કે નહીં તેની ખાતરી કરવા માટે લેમ્પ ડીએનએ મેથડ અમદાવાદ અને ગાંધીનગરમાં મર્યાદિત ક્ષમતા સાથે શરૂ કરવામાં આવી છે.

એવું માનવામાં આવી રહ્યુ છે કે, સીરોલોજિકલ અને ડીએનએ જેવી પરંપરાગત પદ્ધિત જેમાં માંસનું ટેસ્ટિંગ કરવામાં એક દિવસનો સમય લાગે છે તેની તુલનાએ લેમ્પ ડીએનએ મેથડ એ એક ઉત્તમ વિકલ્પ છે, જેમાં માત્ર એક જ કલાકમાં માંસ જેનું છે તેની ખાતરી થઇ જશે.

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયુ)ના એક સિનિયર ફેકલ્ટી પ્રોફેસર નિકુંજ બ્રહ્મભટ્ટ કહ્યુ કે, તેમનો ડોક્ટરેટ થિસિસ ‘ડેવલપમેન્ટ ઓફ લૂપ મેડિયેટ આઇઝોર્થમલ એમ્પ્લીફિકેશન (LAMP) ફોર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન ઓફ ક્લોઝ્ડ ઇન્ટર- સ્પીસીઝ એનિમલ’ ને વર્ષ 2020માં કડી સર્વ યુનિવર્સિટીમાં પ્રો વિવેક ઉપાસનીના માર્ગદર્શન પૂર્ણ કર્યુ હતુ. પ્રોફેસર બ્રહ્મભ્ટે કહ્યુ કે, મારી જાણકારી અનુસાર હાલમાં અન્ય કોઇ રાજ્ય આ પદ્ધતિનો ઉપયોગ કરતું નથી.

સિનિયર ડીએફએસના અધિકારીઓના જણાવ્યા મુજબ, સેરોલોજીકલ પદ્ધતિ ખર્ચ-અસરકારક છે અને હાલમાં સમગ્ર રાજ્યમાં ગાયના માંસની તપાસ માટે ફોરેન્સિક મોબાઇલ વાનનો ઉપયોગ કરાય છે. મોલેક્યુલર ડીએનએ મેથડનો ઉપયોગ વિવાદિત કેસો અથવા એવા કેસોમાં કરવામાં આવે છે જ્યાં સેરોલોજીકલ પદ્ધતિઓ સારા કે સ્પષ્ટ પરિણામો આપતી નથી.

LAMP DNA મેથડ તેના તારણોના આધારે તે કેટલીક સ્ટાન્ડર્ડ છે તેની જરૂર પડશે. અધિકારીએ કહ્યુ કે, સ્ટાન્ડર્ડાઇઝેશન થયા બાદ આ મેથડનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેને મોટા પાયે કાર્યરત કરવામાં આવશે.

કેટલી અસરકરાક છે?

ટેસ્ટિંગ કરવાની પરંપરાગત પદ્ધતિઓમાં, જો માંસના સેમ્પલ લાંબા સમય સુધી ગરમીના સંપર્કમાં આવ્યો હોય અથવા જપ્ત કરાયાના લાંબા સમય બાદ તપાસ કરવામાં આવે છે તો તે માંસની ઓળખને પ્રભાવિત કરે છે. પ્રોફેસર બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, LAMP DNA પદ્ધતિથી, લેબ સેટિંગની આવશ્યકતા વગર સ્થળ પર જ સેમ્પલનું ટેસ્ટિંગ કરી શકાય છે. કેટલીકવાર એજન્સીઓને છેતરવા માટે જપ્ત કરાયેલા સેમ્પલમાં એકથી વધુ પ્રકારના માંસ ભેળવી દેવામાં આવે છે. જો કે, આ ટેસ્ટિંગની આ પદ્ધતિ આવા નાના અથવા રાંધેલા માંસના સેમ્પલમાંથી પણ બીફને ઓળખી શકે છે.

ગુજરાતમાં માંસ માટે ગાયોની કતલ કરવા પર પ્રતિબંધ છે અને ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન (સુધારા) અધિનિયમ, 2017માં ગાયની કતલ માટે આજીવન કેદ સુધીની સજા અને 1 થી 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

Web Title: Gujarat rapid lapm dna test for detect beef in one hour

Best of Express