Olympics 2036: ઓલિમ્પિક 2036ની યજમાની માટે ગુજરાત તૈયાર, અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ

Olympics 2036, Ahmedabad: અમદાવાદમાં 2036 ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરને 2036 ઓેલિમ્પિકનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકની યજમાની તરી નથી.

Written by Rakesh Parmar
November 06, 2024 21:02 IST
Olympics 2036: ઓલિમ્પિક 2036ની યજમાની માટે ગુજરાત તૈયાર, અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ
અમદાવાદમાં 2036 ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. (તસવીર: @gemsofbabus_/X)

Olympics 2036, Ahmedabad: આ વર્ષે પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન થયુ હતું. જેમાં ઘણા દેશોના એથ્લિટોએ ભાગ લીધો હતો. આગામી રમત વર્ષ 2008માં આયોજીત કરાશે. જ્યારે2032ની યજમાની ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં કરાશે. જેને લઈ તેમણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકમાં એક પત્ર પણ લખ્યો છે.

વર્ષ 2036 ઓલિમ્પિકની યજમાની ક્યું શહેર કરશે, તેનો ફેંસલો હજુ બાકી છે પરંતુ આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘ એટલે IO એ 2026 ઓલિમ્પિક રમતોની યજમાનીને લઈ IOC ને એક પત્ર મોકલ્યો છે.

અમદાવાદમાં તૈયારીઓ શરૂ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઘણી વખત પોતાના ભાષણોમાં 2036 ઓલિમ્પિક ભારતમાં આયોજીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. પીએમ પહેલા જ કહી ચુક્યા છે કે, 2036માં ઓલિમ્પિકની યજમાની એક સપનું છે, જેને લઈ આપણે એક્ટિવ રૂપમાં કામ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: સુરતમાં ગુટખા ખાઈ થૂંકતા લોકોએ શહેરની સુંદરતા બગાડી, SMC એ 5200 લોકોને દંડ ફટકાર્યો

તમને જણાવી દઈએ કે, આ વખતે ઓલિમ્પિકનું આયોજન પેરિસમાં થયુ હતું. જેમાં ભારતીય એથ્લિટોએ 1 સિલ્વર મેડલ સાથે કૂલ 6 મેડલ જીત્યા હતા. અમદાવાદમાં 2036 ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરને 2036 ઓેલિમ્પિકનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકની યજમાની કરી નથી. ભારતે માત્ર એશિયાઇ રમતો અને રાષ્ટ્રમંડળ રમતોની યજમાની કરી છે.

આ દરમિયાન 2028 ઓલિમ્પિક રમત લોસ એન્જલસ, અમેરિકામાં થવાની છે. આ શહેર ત્રીજી વખત ઓલિમ્પિકની યજમાની કરી રહ્યું છે. આ પહેલા 1932 અને 1984માં પણ આવું થયું છે. આ સિવાય 1932 ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં આવું થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ