Gujarat Smart Cities projects : ગુજરાતમાં ₹3510 કરોડના 63 સ્માર્ટ સિટી પ્રોજેકટમાં વિલંબ; સૌથી વધુ અધુરા પ્રોજેક્ટ રાજકોટ, દાહોદ અને ગાંધીનગરમાં

Gujarat Smart Cities projects : કેન્દ્રના સ્માર્ટ સિટીઝ મિશન (SCM) હેઠળ પસંદ કરાયેલા 100 સ્માર્ટ સિટીમાં ગુજરાતના છ શહેરોનો સમાવેશ કરાયો હતો. રાજ્યમાં 12473 કરોડના 344 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ શરૂ કરાયા હતા.

Written by Ajay Saroya
Updated : June 06, 2023 06:10 IST
Gujarat Smart Cities projects : ગુજરાતમાં ₹3510 કરોડના 63 સ્માર્ટ સિટી પ્રોજેકટમાં વિલંબ; સૌથી વધુ અધુરા પ્રોજેક્ટ રાજકોટ, દાહોદ અને ગાંધીનગરમાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2015 માં શરૂ કરાયેલા સ્માર્ટ સિટી મિશનના વિવિધ તબક્કામાં દેશભરમાંથી 100 શહેરોની પસંદગી કરવામાં આવી હતી.

(અવિનાશ નાયર) ગુજરાત એક વિકસીત રાજ્ય છે અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરોના વિકાસ માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં RFID (રેડિયો-ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન)-આધારિત કેટલ ટ્રેકર, વડોદરામાં સ્વચાલિત જમીન અતિક્રમણ નિવારણ પ્રણાલી અને સુરતમાં સ્કાયવોકનો ગુજરાતમાં અમલીકરણમાં મૂકવામાં આવેલા 344 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સમાં સમાવેશ થાય છે. ગુજરાતના 12,473 કરોડ રૂપિયાથી વધુ મૂડીરોકાણવાળા આ 344 પ્રોજેક્ટ્સમાંથી 72 ટકા પૂર્ણ થઈ ગયા છે, એવું સત્તાવાર માહિતીમાં જણાવવામાં આવ્યું છે.

દેશના 100 સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ગુજરાતના 6 શહેરોનો સમાવેશ

કેન્દ્રના સ્માર્ટ સિટીઝ મિશન (SCM) હેઠળ પસંદ કરાયેલા 100 સ્માર્ટ સિટીમાં ગુજરાતના છ શહેરોનો સમાવેશ થાય છે. આ 6 પૈકી ગાંધીનગર, જે ગુજરાત રાજ્યનું પાટનગર પણ છે, સૌથી ઓછી વસ્તી ધરાવતું શહરે છે. ઉપરાંત યાદીમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને દાહોદ પણ સામેલ છે.

નોંધનિય છે કે, વર્ષ 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્માર્ટ સિટી મિશનમાં 2016 અને 2018 દરમિયાન વિવિધ તબક્કામાં 100 શહેરોની પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્રએ જૂન 2023માં પૂરા થતા પાંચ વર્ષ માટે આ પ્રોજેક્ટ્સને નાણાકીય સહાય આપવાનું વચન આપ્યું હતું, જેની સમયમર્યાદા તાજેતરમાં એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.

અધુરા પ્રોજેક્ટ સૌથી વધારે રાજકોટ અને ગાંધીનગરમાં

ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા રાજ્ય સરકારના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જે દર્શાવે છે કે રાજકોટ અને પાટનગર ગાંધીનગર જેવા શહેરોમાં અધૂરા પ્રોજેક્ટ્સની સંખ્યા નોંધપાત્ર રીતે વધારે છે. જો પ્રોજેક્ટ્સના મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવે તો, રાજકોટમાં રૂ. 2,162 કરોડના પ્રોજેક્ટ્સમાંથી 56 ટકા પ્રોજેક્ટ્સ હજુ અધૂરા છે, જ્યારે ગાંધીનગરમાં રૂ. 1,007 કરોડના પ્રોજેક્ટ્સમાંથી 50 ટકા પ્રોજેક્ટ અમલીકરણના વિવિધ તબક્કામાં છે.

પ્રોજેક્ટના અમલીકરણમાં વિલંબના કારણો

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “જમીન સંપાદનની સમસ્યાને કારણે રાજકોટ, ગાંધીનગર અને દાહોદમાં કેટલાક સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અમલીકરણમાં વિલંબ થયો છે.” GUDMએ આવા પ્રોજેક્ટના અમલીકરણ પર દેખરેખ રાખતું રાજ્ય સરકારનો એક વિભાગ છે. GUDMના અધિકારીઓ ઉમેર્યું કે, અમદાવાદ માટે એડવાન્સ્ડ ડિસિઝ વોર્નિંગ અને કન્ટ્રોલ સિસ્ટમ જેવા કેટલાક પ્રોજેક્ટને કોરોના મહામારી દરમિયાન યાદીમાંથી દૂર કરવામાં કાઢી નાખવામાં આવ્યા હતા. જો કે, આવું કરવા પાછળના કોઈ કારણો જણાવ્યા ન હતા.

ગુજરાતમાં 281 પ્રોજેકટ પૂર્ણ અને 3,510 કરોડના 63 પ્રોજેક્ટ અધુરા

ગુજરાતમાં 12473 કરોડ રૂપિયાના કુલ 344 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અમલમાં મુકાયા હતા, જેમાંથી 8963 કરોડ રૂપિયાના 281 પ્રોજેક્ટ પૂર્ણ થઇ ગયા છે. જ્યારે 3510 કરોડ રૂપિયાના 63 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અધૂરા છે, અમલીકરણના વિવિધ તબક્કામાં છે.

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને શહેરી સ્થાનિક સંસ્થાઓ મોટાભાગે આ પ્રોજેક્ટ્સ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. વડોદરામાં સુરસાગર તળાવ રિડેવલપમેન્ટ અને કાલાઘોડા નદીના પુલને પહોળો કરવો, અમદાવાદમાં સરદાર બ્રિજ, એલિસબ્રિજ અને નેહરુ બ્રિજના બ્યુટીફિકેશન અને લાઇટિંગ જેવા કેટલાક પ્રોજેક્ટ્સ પણ આ પ્રોજેક્ટની યાદીમાં સ્થાન પામ્યા છે.

ગુજરાતના સ્મા્ર્ટ સિટી પ્રોજેક્ટની સંખ્યા અને રોકણની વિગતો

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સના મૂલ્યની દ્રષ્ટિએ, સુરતે 92 ટકા, વડોદરાએ 82 ટકા પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે, જ્યારે અમદાવાદ અને દાહોદે અનુક્રમે 74 ટકા અને 67 ટકા પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે.

પ્રાથમિક સુવિધાઓ હાથવગી થઇ

દાહોદ તાજેતરમાં હેડલાઇનમાં ચમક્યું જ્યારે સ્માર્ટ સિટી વહીવટીતંત્રે અવરોધો વચ્ચે “રોડ પહોળો કરવાના પ્રોજેક્ટ” હેતુસર રોડ બનાવવા માટે સદીઓ જૂની મસ્જિદ અને મંદિરો સહિત અનેક બાંધકામોને તોડી પાડ્યા હતા. 26 લાખની વસ્તી ધરાવતા તે વિસ્તારમાં સૌથી ઓછું શહેરીકરણ છે. અન્ય શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનો પાસે પહેલાથી જ તેમના આદેશમાં SCM હેઠળ સૂચિબદ્ધ પ્રોજેક્ટ્સ છે.

દાહોદ એ 1997માં સ્થપાયેલી નગરપાલિકા છે, જે તેની સરહદો રાજસ્થાનના બાંસવાડા જિલ્લા અને મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લા સાથે જોડાયેલી છે. સ્માર્ટ સિટી મિશનના અમલીકરણ હેઠળ એક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવા માટે રૂ. 150 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને રૂ. 250 કરોડના ખર્ચે અમદાવાદની જેમ જ એક સર્વેલન્સ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં એક “શહેર બ્યુટીફિકેશન પ્રોજેક્ટ” પણ છે જ્યાં કલાત્મક પ્રતિભાઓનું પ્રદર્શન થશે.

અધિકારીઓ નિર્દેશ કરે છે કે દાહોદ જેવા નાના શહેરોની પસંદગીએ પાયાની માળખાકીય સુવિધાઓના વિકાસ- વિસ્તરણને ઝડપી બનાવવામાં મદદ કરી છે.

સ્માર્ટ સિટી મામલે ભાજપ પર કોંગ્રેસના આક્ષેપો

આ દરમિયાન ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા અમિત ચાવડાએ ખામીઓ ગણાવી હતી. પક્ષના જન સંપર્ક આંદોલન “જન મંચ” માટે દાહોદની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરતાં તેમણે કહ્યું, “અમે દાહોદમાં હતા ત્યારે અમને ખબર પડી કે શહેરમાં રૂ. 500 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ છતાં રહેવાસીઓને દર છ દિવસે એક વખત પાણી મળતું હતું. વહીવટીતંત્રે શહેરના તળાવના બ્યુટીફિકેશન માટે રૂ. 100 કરોડનો ખર્ચ કર્યો છે, જ્યારે સમગ્ર શહેર દરરોજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.” તેમણે ઉમેર્યું હતું કે, ભૂતપૂર્વ યુપીએ સરકાર દ્વારા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે. જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન (JNNURM) એ આટલી કેન્દ્રીય ગ્રાન્ટ આપી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદ અને મીની વાવાઝોડાનું સંકટ! અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું, ક્યા જિલ્લામાં ક્યારે ખતરો?

શહેરોમાં રખડતા ઢોરની મોટી સમસ્યા

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કેટલ ન્યુસન્સ કંટ્રોલ વિભાગ દ્વારા અમદાવાદમાં 50,000 પશુઓને RFID અથવા રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ડેટા ટેગ સાથે ઇન્જેક્શન આપવામાં આવ્યા છે.

પશુની વય, જાતિ, દૂધનુ ઉત્પાદન અને માલિકની વિગતો વિશેની માહિતી ધરાવતા ટૅગ, શહેરના રસ્તાઓ પર ઢોર રખડતા હોય તો ગેરરીતિ કરનારા માલિકોને શોધવામાં સત્તાવાળાઓને મદદ કરે છે. તે ગેરકાયદેસર ગૌહત્યા અટકાવે છે અને માલિકોને તેમના ઢોરને ટ્રેક કરવામાં મદદ કરે છે.

Disclaimer: આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ