Gujarat Summer weather update, red alert, ગુજરાત વેધર, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં દિવસેને દિવસે તાપમાન પારો ઉચકાઈ રહ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમ પવનોના કારણે હીટવેટની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે હવામાન વિભાગે હજી 24 કલાક તાપમાન યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતના આ વિસ્તારમાં ગરમી 45.6 ડિગ્રીએ પહોંચી, રાજકોટ બીજા સ્થાને
ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરુઆતથી જ ગરમી વધવા લાગી છે. ત્યારે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર વટાવી ગયું છે. રાજ્યમાં 31.3 ડિગ્રીથી લઈને 45.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં કંડલા એરપોર્ટ 45.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં સૌથી ઓછું મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં ગરમીએ 43 ડિગ્રીની સપાટી વટાવી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી આગ વરસી રહી છે. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદમાં તાપમાન વધી રહ્યું છે. અમદાવાદમાં તાપમાનને 43 ડિગ્રી વટાવીને 43.2 ડિગ્રી પહોંચી હતી. જ્યારે ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રી પર પહોંચ્યું હતું. શહેરમાં ભારે ગરમીના કારણે લોકો તોબા પોકારી ગયા હતા. કામ વગર ઘરમાંથી બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યા છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 43.2 | 27.6 |
| ડીસા | 43.6 | 24.2 |
| ગાંધીનગર | 43.0 | 00 |
| વિદ્યાનગર | 42.8 | 26.0 |
| વડોદરા | 43.0 | 24.2 |
| સુરત | 41.0 | 25.8 |
| વલસાડ | – | – |
| દમણ | 34.6 | 25.2 |
| ભૂજ | 42.9 | 23.6 |
| નલિયા | 38.2 | 19.8 |
| કંડલા પોર્ટ | 41.0 | 23.6 |
| કંડલા એરપોર્ટ | 45.6 | 25.0 |
| અમરેલી | 44.3 | 24.0 |
| ભાવનગર | 41.2 | 28.2 |
| દ્વારકા | 31.3 | 25.5 |
| ઓખા | 32.8 | 25.2 |
| પોરબંદર | 43.0 | 21.6 |
| રાજકોટ | 45.2 | 23.2 |
| વેરાવળ | 36.8 | 24.9 |
| દીવ | 34.2 | 24.9 |
| સુરેન્દ્રનગર | 43.8 | 26.0 |
| મહુવા | 38.4 | 25.5 |
| કેશોદ | 43.8 | 20.9 |
24 કલાકમાં ગરમી ભુક્કા બોલાવશે : IMD
ગુજરાતમાં આકાશમાંથી ભારે તાપ વરસી રહ્યો છે ત્યારે હજી પણ આવી સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર ન થવાની શક્યતા સેવી છે. જોકે, ત્યારબાદ મહત્તમ તાપમાનમાંથી 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતાઓ સેવી છે.
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આ ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, પોરબંદર, મોરબી તેમજ કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હીટવેવની આગાહી કરી છે. તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે.





