Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજા આરામ મોડ પર! 24 કલાકમાં માત્ર 2 તાલુકામાં 2 ઈંચ સુધી વરસાદ, ક્યાં કેટલો પડ્યો?

today 10 July 2025 Gujarat rain fall data in gujarati : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 56 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં બે જ તાલુકામાં બે ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

Written by Ankit Patel
July 10, 2025 08:19 IST
Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજા આરામ મોડ પર! 24 કલાકમાં માત્ર 2 તાલુકામાં 2 ઈંચ સુધી વરસાદ, ક્યાં કેટલો પડ્યો?
ગુજરાતમાં વરસાદ - photo - canva

Today Weather Gujarat rain : ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા જાણે આરામ મોડ ઉપર આવી ગયા છે. વરસાદની આગાહી વચ્ચે પણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 56 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં બે જ તાલુકામાં બે ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

ખેરગામ અને ધરમપુરમાં બે ઈંચ સુધી વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 9 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 10 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 56 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં માત્ર બે જ તાલુકા એવા હતા જેમાં બે ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. નવસારીના ખેરગામમાં 1.89 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Rain, વરસાદ
Gujarat Rain : ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે (Express Photo/Gajendra Yadav)

ગુજરાતમાં વરસાદનો વિસ્તાર અને પ્રમાણ ઘટ્યું

હવામાન વિભાગે આપેલા વરસાદના આંકડા પ્રમાણે જોતા લાગે છે કે ગુજરાતમાં વરાસદનું પ્રમાણ અને વિસ્તાર ઘટ્યો છે. એક તબક્કે દરરોજ 200 ઉપર તાલુકામાં વરસાદ નોંધાતો હતો અને સરેરાશ 5 ઈંચ જેટલો મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેતો, જોકે, છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ નરમ પડ્યો છે. વરસાદનું પ્રમાણ ઘટીને 2 ઈંચની અંદર આવ્યું છે.

આ પણ વાંચોઃ- ‘મને ખબર હતી કે તેઓ મરી ગયા છે…’, ગંભીરા પુલ તૂટી પડ્યાની ઘટનામાં બચી ગયેલા લોકોએ શું કહ્યું?

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

વરસાદે 56 પૈકી અડધા જેટલા તાલુકામાં માત્ર હાજરી પુરાવી

SEOC વિભાગે આપેલા આંકડા પ્રમાણે 10 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 56 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જોકે, 56 પૈકી 20 જેટલા તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે અડધા જેટલા તાલુકામાં એક અને બે એમએમ વરસાદ નોંધાયો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ