scorecardresearch

ગુજરાત : આજના મહત્ત્વના સમાચાર, અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઉત્તરાયણ કરી, ખેડામાં દોરીથી એકનું મોત

Gujarat Today important news : દાહોદ-ઈન્દોર હાઈવે પરથી ગુજરાત GST સ્ક્વોડ અને પોલીસે દારૂની હેરાફેરી કરતી ટ્રક પકડી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં કરી, તો ખેડામાં એકનું પતંગની દોરીથી મોત.

ગુજરાત : આજના મહત્ત્વના સમાચાર, અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઉત્તરાયણ કરી, ખેડામાં દોરીથી એકનું મોત
14 જાન્યુઆરી – આજના મહત્ત્વના સમાચાર

ગુજરાતના સમાચાર : રાજ્યમાં આજના પાંચ મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે વેજલપુરમાં તો સીએમ ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં ઉત્તરાયણની ઉજવણી કરી, તો દાહોદ-ઈન્દોર હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, કૃષી-પશુપાલન મંત્રીએ માલધારી સમાજ સાથે મીટિંગ કરી તો ખેડામાં પતંગની દોરીથી એકનું મોત નિપજ્યું છે.

અમદાવાદ : અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં છત પર પતંગ ઉડાવ્યા હતા, જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુરના નવા તાલિયાની પોળ ખાતે પતંગ ચગાવવાના સમારોહમાં ભાગ લીધો હતો.

તમને જણાવી દઈએ કે, વેજલપુર એ ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો ભાગ છે કે જેમાં શાહ પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે દરિયાપુર પટેલ સાથે ખાસ જોડાણ ધરાવે છે, જેઓ અગાઉ આ વિસ્તારમાં ફટાકડાની દુકાન ચલાવતા હતા. શાહે તેમની પત્ની સોનલ સાથે ઉત્તરાયણનો તહેવાર મનાવ્યો, આ તેમના મતવિસ્તાર ગોતા અને કલોલમાં પણ કાર્યક્રમોમાં હાજરી આપી.

દાહોદ-ઈન્દોર હાઈવે પરથી ગુજરાત GST સ્ક્વોડ અને પોલીસે દારૂની હેરાફેરી કરતી ટ્રક પકડી

ગુજરાત સ્ટેટ જીએસટી મોબાઈલ સ્કવોડે શુક્રવારે દાહોદ જિલ્લા પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં દાહોદ-ઈન્દોર હાઈવે પર પુસરી ગામ નજીકથી નકલી નંબર પ્લેટવાળી દારૂની હેરાફેરી કરતી ટ્રકને જપ્ત કરી હતી. ઉત્તર પ્રદેશનો રજીસ્ટ્રેશન નંબર ધરાવતી આ ટ્રકમાં મધ્યપ્રદેશના ભોપાલથી હરિયાણાના કુંડલી સુધી માખણનું પરિવહન દર્શાવતું બનાવટી ઇનવોઇસ પણ હતું.

સરકારી રીલિઝ મુજબ, આ ઘટના શુક્રવારે વહેલી સવારે બની હતી જ્યારે સ્ટેટ GST મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓએ દાહોદ-ઈન્દોર હાઈવે પર સવારે 2.30 વાગ્યાની આસપાસ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓને ટ્રક પર શંકા હતી કારણ કે ઓનલાઈન રેકોર્ડની તપાસમાં માલૂમ પડ્યું હતું કે, ટ્રકે એજ દિવસે સવારે 1 વાગ્યે હરિયાણાના ઝખૌલીમાં ટોલ પ્લાઝાને પાર કર્યું હતુ.

“અધિકારીએ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો, તો ડ્રાઇવરે પીછેહઠ કરી, તો મોબાઈલ સ્કવોડે તરત જ ટ્રકનો પીછો શરૂ કર્યો હતો, પરંતુ ડ્રાઈવર ટ્રકને એકાંત સ્થળે છોડીને અંધારામાં ભાગી ગયો હતો. ત્યારબાદ રાબદલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ સાથે મોબાઈલ સ્કવોડે ટ્રકને દાહોદ ચેકપોસ્ટ પર પાછી લાવી તપાસ કરી હતી. પાંચ સાક્ષીઓની હાજરીમાં ટ્રકમાંથી સફેદ પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરાયેલી વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળ્યો. ચેકિંગ દરમિયાન 750 એમએલની 9,852 બોટલ અને 180 એમએલની 1,200 બોટલો જપ્ત કરવામાં આવી હતી.

રીલીઝમાં વધુમાં જણાવાયું છે કે, આરટીઓ નોંધણી વિગતો અને ટ્રકની બોડી તપાસવા પર, તેમાં એક અલગ ચેસીસ નંબર અને બનાવટી નંબર પ્લેટ હોવાનું જણાયું હતું. પોલીસે પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

સીએમના મુખ્ય સલાહકારની ઓફિસ નક્કી થઈ

જે દિવસે ગુજરાત સરકારે હસમુખ અઢિયા અને એસ.એસ. રાઠોડની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે નિમણૂકની જાહેરાત કરી, ત્યારે એક ખૂબ જ ચર્ચાસ્પદ પ્રશ્ન હતો કે “તેમને ઓફિસ ક્યાં સોંપવામાં આવશે?” કથિત રીતે, ‘પેકિંગ ઓર્ડર’ નક્કી કરશે. આ કચેરીઓ હવે અઢિયા, ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ અને ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારીને સોંપવામાં આવી છે, જે સ્વર્ણિમ સંકુલ Iના ચોથા માળે બેસવા માટે તૈયાર છે, જ્યાં મુખ્યમંત્રીના સ્ટાફની ઓફિસો છે. મુખ્ય પ્રધાન તેમના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન સાથે ત્રીજા માળે બેસે છે. બીજી બાજુ, રાઠોડને બ્લોક નંબર 1 ના બીજા માળે એક ઓફિસ આપવામાં આવી છે – SS1 નજીક સચિવાલય સંકુલમાં વહીવટી ઇમારતોમાંથી એક, જેમાં મુખ્ય સચિવ પંકજ કુમારનું કાર્યાલય પણ છે. અગાઉ મુખ્યમંત્રીના જળ સલાહકાર બીએન નવાલાવાલા તે કાર્યાલય પર કબજો જમાવતા હતા.

કૃષી-પશુપાલન મંત્રીએ માલધારી સમાજ સાથે મીટિંગ કરી

કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે શુક્રવારે ગાંધીનગરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી માલધારી (પશુપાલકો) સમુદાયના સભ્યો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ઉકેલો શોધવા માટે બેઠક યોજી હતી. પટેલે તેમને પશુપાલન ક્ષેત્રે સરકારની વિવિધ પહેલો વિશે પણ માહિતગાર કર્યા હતા. ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જૂનાગઢ અને આણંદ જેવા વિવિધ જિલ્લાઓમાંથી માલધારીઓએ બેઠકમાં હાજરી આપી હતી. પશુઓની તબીબી સારવાર માટે મહત્તમ વીમો, દૂધના દરમાં વધારો, ઘેટાંમાંથી ઉત્પાદિત ઊન ખરીદવાની યોગ્ય વ્યવસ્થા, પશુ ખરીદવા માટે સસ્તા વ્યાજે લોન અને વીજળી અને પાણીની સુવિધા સહિતની વિવિધ માંગણીઓ થઈ હતી. ગયા વર્ષે, રખડતા ઢોરને અંકુશમાં લેવાના કાયદા સામે સમુદાયે વિરોધ કર્યા બાદ સરકારને તેને પાછી ખેંચવાની ફરજ પડી હતી.

શિવરાજ સિંહ ચૌહાણે પ્રમુખ સ્વામી શતાબ્ધી મહોત્સવમાં કહ્યું, તેઓ દિવસમાં ત્રણ વૃક્ષો વાવે છે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે કહ્યું કે તેઓ દરરોજ ત્રણ છોડ વાવે છે. ચૌહાણ અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી સમારોહના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

આ પણ વાંચોભૂપેન્દ્ર પટેલે બીજા કાર્યકાળમાં લોકસભા ચૂંટણી સહિત વિપક્ષે ઉઠાવેલા નોકરીઓ, ઈન્ફ્રા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું

ખેડામાં પતંગની દોરીથી ગળું કપાતા એકનું મોત

ખેડા જિલ્લાના નડિયાદમાં ગુરુવારે એક 37 વર્ષીય વ્યક્તિનું પતંગની દોરીથી ગળુ કપાતા એકનું મૃત્યુ થયું હતું. ભોગ બનનાર આણંદનો રહેવાસી વિપુલ ઠક્કર તેના મિત્રને મળવા નડિયાદ જઈ રહ્યો હતો ત્યારે સરદારનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. ખેડા પોલીસના જણાવ્યા અનુસાર, તેમણે અકસ્માતની તપાસ શરૂ કરી હતી, સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઠક્કરને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે તેનું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે ઠક્કર તેના પરિવારમાં કમાવનાર એકનો એક વ્યક્તિ હતો, જેમાં આશ્રિત માતા-પિતા અને એક ભાઈનો સમાવેશ થાય છે. ખેડા પોલીસે કાચ-કોટેડ પતંગની દોરીઓના વેચાણ અને ઉપયોગ પર જિલ્લા વ્યાપી કાર્યવાહીમાં ગુરુવારથી પ્રતિબંધિત પતંગના 500 જેટલા રોલ જપ્ત કર્યા છે. દાહોદ જિલ્લામાં આવી જ એક ઘટનામાં, એક મોટરસાઇકલ ચાલક કાચના કોટેડ પતંગની દોરી સાથે ફસાઇ જતાં તેના ચહેરા પર 14 ટાંકા આવ્યા હતા.

Web Title: Gujarat today important news amit shah bhupendra patel uttarayan in ahmedabad kheda one killed by kite string

Best of Express