Gujarat Weather : આજે મેધરાજા ક્યાં સૌથી વધારે તાંડવ મચાવશે? રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડી ગયો, જાણો બધુ જ

Gujarat Today Rain Forecast : ગુજરાતમાં આજે કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે? રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો? અમદાવાદમાં સિઝનનો ક્યાં સૌથી વધુ વરસાદ પડ્યો? જાણીએ બધુ જ

Written by Kiran Mehta
Updated : July 10, 2023 10:28 IST
Gujarat Weather : આજે મેધરાજા ક્યાં સૌથી વધારે તાંડવ મચાવશે? રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડી ગયો, જાણો બધુ જ
ગુજરાતમા્ં આજે ક્યાં કેવો વરસાદ થઈ શકે છે (ફોટો - મેપ ક્રેડિટ આઈએમડી અમદાવાદ - એક્સપ્રેસ)

Gujarat Today Rain Forecast : દક્ષિણપશ્ચિમ ચોમાસું તેની સામાન્ય શરૂઆત કરતાં લગભગ 10 દિવસ મોડુ 25 જૂને શરૂ થયું હોવા છતાં, રાજ્યમાં ગત વર્ષ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત પછીના પખવાડિયામાં, ગુજરાતમાં સરેરાશ 40 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે એકલા કચ્છ વિસ્તારમાં સિઝનનો 104 ટકા વરસાદ નોંધાયો છે.

ગત વર્ષે આ સમયે કેવી સ્થિતિ હતી?

ચક્રવાત બિયપરજોય બાદ સક્રિય ચોમાસાને કારણે ગુજરાતમાં વધુ વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે આ દિવસોમાં રાજ્યમાં સરેરાશ 27.69 ટકા અથવા 235.44 મીમી હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના વરસાદના રેકોર્ડ મુજબ, જેમાં 9 જુલાઈના રોજ 484 મીમી વરસાદ નોંધાયો હતો, કચ્છમાં 104.44 મીમી વરસાદ નોંધાયો હોવાથી 100 ટકા સરેરાશ વરસાદનો આંકડો વટાવી ગયો છે. જો કે, 29 જુલાઈ, 2022 ની સરખામણીમાં, કચ્છમાં અડધાથી ઓછો – 51.84 ટકા અથવા 237 મીમી વરસાદ નોંધાયો હતો.

ક્યાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછો?

કચ્છમાં 104 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં 58.12 ટકા અથવા 419.59 મીમી વરસાદ નોંધાયો છે. પાંચ પ્રદેશોમાં દક્ષિણ ગુજરાતમાં 30.88 ટકા અને ઉત્તર ગુજરાતમાં 39.64 ટકા નોંધાયા છે. કચ્છ સિવાયના અન્ય જિલ્લાઓમાં, જૂનાગઢમાં સિઝનના સરેરાશ વરસાદના 77 ટકા જેટલો સૌથી વધુ વરસાદ નોંધાયો છે, ત્યારબાદ જામનગર (66.9 ટકા) છે. જો ઓછા વરસાદની વાત કરીએ તો, પૂર્વ મધ્યમાં સિઝનના સરેરાશ વરસાદના 30 ટકા પણ વરસાદ થયો નથી. અમદાવાદ, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર, દાહોદ, આણંદ અને વડોદરા જિલ્લાના વિસ્તારમાં 27.66 ટકા (223.95 મીમી) વરસાદ જ નોંધાયો છે.

ભારતના હવામાન વિભાગના અમદાવાદ પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, 10 જુલાઈએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. હજુ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે. જો કે, તે 11 જુલાઈથી ધીમે ધીમે વરસાદની ગતી ઓછી થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.

આજે ક્યાં સૌથી વધારે વરસાદ પડી શકે છે

મોહંતીએ જણાવ્યું હતું કે, “આગામી 24 કલાકમાં, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ અને અન્ય કેટલાક જિલ્લાઓ જેવા સમગ્ર રાજ્યમાં મોટાભાગના સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.” “સોમવારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની અપેક્ષા છે.” તેવું હવામાન અધિકારીઓએ જણાવ્યું હતું. આ સિવાય “આણંદ અને ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો પાટણ, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરા, તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, એટલે કે સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.” રાજ્યના સોમવારના હવામાન બુલેટિનમાં જણાવાયું છે કે, રાજ્યભરમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળીના ચમકારા અને સપાટી પરના પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાત પ્રદેશના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં મંગળવારે (11 જુલાઈ) ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોGujarat Monsoon | ગુજરાતમાં અનેક જળાશયો હાઈ એલર્ટ પર, જુઓ ક્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો

માછીમારોને શું ચેતાવણી આપવામાં આવી

હવામાન વિભાગ અનુસાર, “માછીમારોને ચેતવણી પણ આપવામાં આવી છે કારણ કે, આગામી 24 કલાક દરમિયાન દરિયામાં જોરદાર પવન ફૂંકાશે.” સક્રિય ચોમાસાની સ્થિતિને લીધે, તોફાની હવામાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર પ્રવર્તે તેવી શક્યતા છે, જેમાં રવિવારની મોડી રાત સુધી જખાઉથી દીવ સુધી ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર 3.5 થી 4.6 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળવાની સંભાવના છે.

અમદાવાદમાં ક્યાં સિઝનનો સૌથી વધુ વરસાદ થયો

અમદાવાદમાં સિઝનના વરસાદની વાત કરીએ તો, અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ રાણીપમાં 21.50 ઈચ, તો જોધપુરમાં 20.70 ઈંચ, ઉસ્માનપુરામાં 18 ઈંચ, જોદપુર ઝોનલ 17.65, કોતરપુર 17.30, ટાગોર કન્ટ્રોલ 16.75, સાયન્સ સીટી 16.60, ચાંદખેડા 16.50, ચાંદલોડિયા 16.41, મક્તમપુરા 16.25, બોડકદેવ 16.00 અને સરખેજમાં 16 ઈંચ જેટલો વરસાઈ નોંધાઈ ચુક્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ