Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં તોફાની બેટિંગ કર્યા બાદ મેઘો ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુ વળ્યો છે. વાવ-થરાદ જિલ્લા બાદ હવે કચ્છ જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે કચ્છ જિલ્લા માટે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લા માટે આજના દિવસે વરસાદનું રેડ એલર્ટ આવ્યું છે.
કચ્છ અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારના દિવસે કચ્છમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત વાવ-થરાદ તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામા વિભાગે આજે મંગળવાર માટે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચોઃ- સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ, રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા; જુઓ વરસાદી આફતનો વીડિયો
રાજકોટ સહિત ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત અને કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.