Gujarat Top Headline News: ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર, અમદાવાદમાં HMP વાયરસનો વધુ એક કેસ, 8 વર્ષની બાળકીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત

Gujarat Top Headlines 10 january Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. 10 જાન્યુઆરી, બુધવારના દિવસે સવારે અમદાવાદના થલતેજમાં આવેલ ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી 8 વર્ષની બાળકીનું મોત થયું છે.

Written by Rakesh Parmar
Updated : January 10, 2025 20:56 IST
Gujarat Top Headline News: ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર, અમદાવાદમાં HMP વાયરસનો વધુ એક કેસ, 8 વર્ષની બાળકીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે 10 જાન્યુઆરી બુધવારના દિવસે સવારે અમદાવાદના થલતેજમાં આવેલ ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી 8 વર્ષની બાળકીનું મોત થતા ચકચાર મચી જવા માપી છે. ત્યાં જ સુરતના પોશ વિસ્તાર પાલમાંથી એક ગાયનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઉપરાંત અમદાવાદ શહેરમાં ગુરુવારે 80 વર્ષીય વૃદ્ધમાં હ્યુમન મેટાપ્યુનોવાયરસ (HMPV) સંક્રમણની પુષ્ટિ થઈ હતી.

અમદાવાદ ફ્લાવર શો લંબાવાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025’ તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લો રહેવાનો હતો પરંતુ જાહેર જનતા માટે તેને વધુ બે દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. જે બાદ બાદ હવે ફ્લાવર શો 24 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. ત્યાં જ 223 અને 24 જાન્યુઆરીએ સવારે 7 થી 8 કલાક દરમિયાન શહેરીજનો પ્રિ-વેડિંગ શૂટિંગ પણ કરી શકશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

સુરતના પાલ વિસ્તારમાં ગાયનું કપાયેલું માથું મળી આવતા ચકચાર, પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી

સુરતના પોશ વિસ્તાર પાલમાંથી એક ગાયનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના ગુરુવારે બની હતી જે બાદ પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસને બાદમાં જાણવા મળ્યું કે એક રખડતા કૂતરાને નજીકના મેદાનમાંથી ગૌ માતાનું માથું ઉપાડ્યા બાદ તેને રસ્તા પર છોડી દીધું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

અમદાવાદમાં HMP વાયરસનો વધુ કેસ નોંધાયો

અમદાવાદ શહેરમાં ગુરુવારે 80 વર્ષીય વૃદ્ધમાં હ્યુમન મેટાપ્યુનોવાયરસ (HMPV) સંક્રમણની પુષ્ટિ થઈ હતી. ત્યાં જ આજે ફરી અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બાળકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

અમદાવાદમાં 8 વર્ષની બાળકીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત

અમદાવાદના થલતેજમાં આવેલ ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી 8 વર્ષની ગાર્ગી રાણપરા નામની બાળકીનું મોત થયું છે. સવારે 8 વાગ્યે સીડી ચઢ્યા બાદ છાતીમાં દુખાવો થયો અને તે લોબીની ચેર પર બેસી ગઈ હતી. તેના પછી તરત જ તે ઢળી પડી હતી. ગાર્ગીને તરત જ હોસ્પિટલ ખસેડાઇ હતી અને ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મોતનું પ્રાથમિક કારણ કાર્ડિયાક એરેસ્ટ થયાનું સામે આવ્યું છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ 2 અધિકારી પોસ્ટ માટે કુલ 111 જગ્યાઓ બહાર પાડી છે. જીપીએસસી ભરતી અંતર્ગત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં મહિલા અધિકારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વર્ગ -2ની જગ્યાઓ પર ભરતી થવાની છે. આ પોસ્ટની કુલ બે જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ