Gujarat Top Headline, 27 December: ગુજરાતના આજના મુખ્ય સમાચાર, ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, જામનગરમાં પતિની નજર સામે પત્નીનું મોત

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે BZ કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.

Written by Rakesh Parmar
December 27, 2024 19:55 IST
Gujarat Top Headline, 27 December: ગુજરાતના આજના મુખ્ય સમાચાર, ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, જામનગરમાં પતિની નજર સામે પત્નીનું મોત
Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર (તસવીર: સોશિયલ મીડિયા)

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે BZ કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. ત્યાં જ સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવકે પોતાના જ પરિવારજનો પર હુમલો કરી પત્ની-પુત્રની હત્યા કરી, નવેમ્બર મહિનામાં લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષામાં ટોપ 10માં વડોદરાના બા વિદ્યાર્થીઓ ઝળક્યા છે તો જામનગરની લાલપુર ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતમાં પતિની નજર સામેજ પત્નીનું મોત નિપજ્યુ હતું.

ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ધરપકડ

રાજ્યમાં 6000 કરોડના BZ કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઈમે મહેસાણાથી ધરપકડ કરી છે. ધરપકડથી બચવા ભુપેન્દ્રસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. બીઝેડ કૌભાંડ સામે આવ્યું ત્યાર બાદથી ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

કાંકરિયા કાર્નિવલ રદ, ફ્લાવર શો ની તારીખોમાં ફેરફાર

ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. તેમણે ગુરુવારે સાંજે 9.51 કલાકે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેને પગલે દેશમાં સાત દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યાં જ ડૉ. મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે “કાંકરિયા કાર્નિવલ2024″ના આજ તારીખ 27 ડિસેમ્બર 2024 થી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવરો શોની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, હવે ફ્લાવર શો 3 જાન્યુઆરીથી શરૂ થશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

સુરતમાં યુવકે આખા પરિવાર પર જીવલેણ હુમલો કર્યો, પત્ની અને પુત્રનું મોત

આજે સુરતના સરથાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં રાજહંસ બિલ્ડીંગના સ્વપ્નશ્રુતિ એપાર્ટમેન્ટમાં આવેલા સૂર્યા ફ્લેટના આઠમા માળે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. સ્મિત નામના વ્યક્તિએ પોતાને છરી વડે ગંભીર ઇજા પહોંચાડી હતી. તેણે તેના માતા-પિતા, પત્ની અને પુત્ર પર પણ છરી વડે હુમલો કરી તમામને ગંભીર ઇજા પહોંચાડી હતી. તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પત્ની અને પુત્રનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે, જ્યારે માતા-પિતા અને સ્મિતને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

CA ફાઈનલમાં ટોપ 10માં વડોદરાનો વિદ્યાર્થી ઝળહળ્યો

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડે એકાઉન્ટન્સ દ્વારા ગત નવેમ્બર મહિનામાં લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષાનું પરિણામ ગત મોડી રાતે જાહેર થયું હતું. આ પરિણામમાં દેશના પચાસ વિદ્યાર્થીઓની યાદીમાં વડોદરાનાં બે વિદ્યાર્થીઓ ઝળહળ્યા છે. જેમાં માંજલપુર વિસ્તારમાં રહેતા નૈષધ વૈદ્યે દેશમાં 9 અને નવાબજાર વિસ્તારમાં રહેતી પ્રિયંકા શાહે 47 મો ક્રમાંક મેળવ્યો છે

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કરા પડ્યા

ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ભરશિયાળે અષાઢનો માહોલ જોવા મળ્યો છે. 26 ડિસેમ્બરની રાત્રિથી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા.

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. હવામાન પ્રમાણે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે માવઠાની શક્યતા છે. રાજ્યના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં વરસાદ પડશે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ પડવાની શક્યાતાઓ છે.

જામનગરની લાલપુર ચોકડી પાસે અકસ્માત, પતિની નજર સામે પત્નીનું મોત

જામનગરની ભાગોળે લાલપુર બાયપાસ ચોકડી પર આજે અકસ્માતની ઘટના બની હતી. જેમાં બાઈક પર જતા પતિ-પત્નીને પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટેન્કર ચાલકે હડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં પતિની સામે જ પત્નીનું મોત નિપજ્યું હતું. જોકે અકસ્માત બાદ ટેન્કરચાલક નાસી છૂટયો હતો. આ અંગે પંચકોશી પોલીસ દ્વારા આરોપીને શોધવા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠામાં પત્નીએ પતિનું ઢીમ ઢાળી દીધું

બનાસકાંઠાના વડગામ તાલુકનામાં વસુ ગામમાં શ્રવણજી ઠાકોર નામની વ્યક્તિએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેથી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તુપાસ હાથ ધરી હતી. બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, શ્રવણજી ઠાકોરના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા અને ગળે ટૂંપો આપી મોત નિપજ્યુ હતું. રિપોર્ટ સામે આવતા લોકલ પોલીસ, એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વૉડની અલગ-અલગ સાત ટીમ બનાવી હત્યારાને પકડવા માટે તપાસ શરૂ કરી. બાદમાં 15 દિવસ બાદ પોલીસ તપાસમાં સફળ થઈ અને હત્યારાનો ખુલાસો થયો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ