Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ અને ખેડા જિલ્લાના દલિત સમુદાયના 31 લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે, ત્યાં જ મુન્દ્રામાં આવેલ સૂર્યનગર સોસાયટીમાં આગની ઘટનામાં પિતા-પુત્રીનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત કોલ્ડપ્લે કોન્સર્ટના કારણે અમદાવાદ મેટ્રો ટ્રેનની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે.
કોલ્ડપ્લે કોન્સર્ટના બે દિવસમાં મેટ્રોની કમાણી બમણી થઈ
25-26 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટના બે દિવસ અમદાવાદની મેટ્રો ટ્રેનમાં 4,05,264 લોકોએ મુસાફરી કરી રેકોર્ડ બ્રેક આંકડો નોંધાવ્યો હતો. 25 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં સૌથી વધુ 2,13,735 લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. જ્યારે 26 જાન્યુઆરીના રોજ 1,91,529 લોકોએ મુસાફરી કરી હતી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
મુન્દ્રામાં એક ઘરમાં AC કોમ્પ્રેસરમાં વિસ્ફોટ, પિતા અને દીકરીનું મોત
મુન્દ્રામાં આવેલ સૂર્યનગર સોસાયટીમાં આગની ઘટના બની હતી. રહસ્યમય રીતે પહેલા એક વિસ્ફોટ થયો ત્યારબાદ ઇમારતમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં એક પિતા અને પુત્રીનું મોત થયાની જાણકારી સામે આવી રહી છે. ત્યાં જ માતાની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાથી પ્રભાવિત પીડિત પરિવાર આંધ્રપ્રદેશનો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અમદાવાદ અને ખેડાના દલિત સમુદાયના 31 લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો
અમદાવાદ અને ખેડા જિલ્લાના દલિત સમુદાયના 31 લોકોએ રવિવારે અમદાવાદ જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાત બૌદ્ધ એકેડેમી (GBA)ના નેજા હેઠળ યોજાયો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
આઈપી ગૌતમે SRFDCLના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો
1986 બેચના IAS અધિકારી IP ગૌતમ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ના નવા ચેરમેન બન્યા છે. તેઓ 1976 બેચના IAS અધિકારી કેશવ વર્માના સ્થાને આવ્યા જેમણે લગભગ પાંચ વર્ષ સુધી SRFDCLનું નેતૃત્વ કર્યું. મંગળવારે ચાર્જ સંભાળનાર ગૌતમની બે વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે.





