Mob Attacks On Foreign Students In Gujarat University Hostel : ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાજ અદા કરી રહેલા પાંચ વિદેશી વિદ્યાર્થીઓ પર ટોળાએ હુમલો કર્યો હતો. ઘાયલ વિદ્યાર્થીઓ આફ્રિકન દેશો, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે વાત કરીને આરોપીઓની વહેલી તકે ધરપકડ કરી તટસ્થ તપાસ હાથ ધરવા આદેશ કર્યો છે. આ મામલો સોશિયલ મીડિયા ઝડપથી વાયરલ થયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદ્યાર્થીઓએ કહ્યું છે કે, હોસ્ટેલ કેમ્પસમાં મસ્જિદ નથી, તેથી તેઓ રમજાન દરમિયાન રાત્રે નમાજ અદા કરવા માટે ભેગા થયા હતા. તેઓ નમાજ અદા કરી રહ્યો હતો ત્યારે લાકડીઓ અને છરીઓથી સજ્જ ટોળાએ તેના પર હુમલો કર્યો હતો. તેમના રૂમમાં તોડફોડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલના સિક્યોરિટી ગાર્ડે ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ટોળું ઘણુ આક્રમક હતું.
અફઘાનિસ્તાનના એક વિદ્યાર્થીએ કહ્યું કે ટોળામાં રહેલા લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને તેમને પૂછ્યું હતું કે તેમને હોસ્ટેલમાં નમાજ પઢવાની મંજૂરી કોણે આપી હતી. તેઓએ રૂમની અંદર પણ અમારા પર હુમલો કર્યો. લેપટોપ, ફોન અને બાઇક તોડી નાખ્યા હતા.
આ હિંસલ ઘાયલ થયેલા પાંચ વિદ્યાર્થીઓમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને તૂર્કમેનિસ્તાનના એક-એક અને આફ્રિકન દેશોના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઘટનાના અડધો કલાક બાદ પોલીસ હોસ્ટેલ પહોંચી હતી જો કે ત્યાં સુધીમાં ટોળું ભાગી ગયું હતું. ઘાયલ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં છે અને તેમણે વિદેશ દૂતાવાસને જાણ કરી છે.

આ પણ વાંચો | ગુજરાત : વડોદરાના બિઝનેસમેન સાથે 95 લાખની ઓનલાઈન છેતરપિંડી, ઠગ મહિલા જુઓ કેવી રીતે ફસાવ્યા
પોલીસે શું કહ્યું?
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જે એસ મલિકે જણાવ્યું હતું કે, તેઓએ તપાસ શરૂ કરી છે. અહીં 300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓ અફઘાનિસ્તાન, શ્રીલંકા અને આફ્રિકન દેશોના છે. તેમાંથી અમુક શનિવારન રાત્રે ઢાબા પર નમાજ અદા કરી રહ્યા હતા. કેટલાક લોકો આવ્યા અને પૂછ્યું કે તેઓ આવું શા માટે કરી રહ્યા છે અને તેઓએ મસ્જિદમાં નમાઝ અદા કરવી જોઈએ. તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારપીટ કરી હતી.