Gujarat Unseasonal Rain Forecast | ગુજરાત કમોસમી વરસાદ આગાહી : ખેડૂતો સાવધાન, ત્રણ દિવસ આ જિલ્લાઓમાં વરસાદની પુરી સંભાવના

Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 25 અને 26 નવેમ્બરે માવઠુ (Mavthu) થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Written by Kiran Mehta
November 21, 2023 14:54 IST
Gujarat Unseasonal Rain Forecast | ગુજરાત કમોસમી વરસાદ આગાહી : ખેડૂતો સાવધાન, ત્રણ દિવસ આ જિલ્લાઓમાં વરસાદની પુરી સંભાવના
ગુજરાત કમોસમી વરસાદની આગાહી, માવઠાને લઈ ખેડૂતો ચિતામાં

Gujarat Unseasonal Rain Forecast : ભર શિયાળામાં ગુજરાતમાં કમોસમી વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને પગલે ખેડૂતોને ચિંતા પેઠી છે. કમોસમી વરસાદથી કેટલાક પાકને નુકશાન થઈ શકે છે, જેથી જે લોકોનો પાક બહાર પડ્યો હોય તેઓ સુરક્ષિત ખસેડી લેવો જોઈએ.

ખેડૂતોએ સાવધાન થઈ પાક સુરક્ષિત ખસેડવો

આગામી દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં 24 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં તો, 25 અને 26 તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની પુરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ઘઉં, ધાણા, જીરૂ સહિતના પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે, તો ખેડૂતોને માવઠાના કારણે ચિંતા પેઠી છે.

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ તરફથી દરિયામાં લો પ્રેશર સર્જાવાના કારણે રાજ્યમા્ં 24, 25 અને 26 નવેમ્બર 2023ના રોજ કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાયું છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના બે ત્રણ જિલ્લામાં વરસાદ થઈ શકે છે. ખેડૂતઓએ તેમનો પાક સુરક્ષિત કરી દેવો જોઈએ. તો જોઈએ કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ થવાની પુરી સંભાવના

27 નવેમ્બરથી તાપમાનમાં ઘટાડો થશે, અને ઠંડી વધશે

હવામાન વિભાગે વરસાદની આગાહીની સાથે એ પણ જણાવ્યું છે કે, કમોસમી વરસાદ બાદ રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે, અને ઠંડીનો ચમકારો વધી શકે છે.

કઈ તારીખે કયા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

24-11-2023

હવામાન વિભાગ અનુસાર, 24 નવેમ્બરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં છૂટા ચવાયા સ્થળે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

25-11-2023

આઈએમડી અમદાવાદની વેબસાઈટ અનુસાર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી અને દમણમાં 25 નવેમ્બરે વરસાદની પુરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ છૂટા છવાયા સ્થળે વરસાદ જોવા મળી શકે છે.

26-11-2023

હવામાન વિભાગે વધુમાં અપડેટ આપતા કહ્યું છે કે, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, આણંદ, ખેડા, મહિસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમા્ં ગજ વીજ સાથે વધારે વરસાદની સંભાવના છે, તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામા્ં છૂટા છવાયા સ્થળોએ સારો વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચોGodhra Dahod Highway Accident | ગોધરા દાહોદ હાઈવે અકસ્માત : બસની પાછળ બસ ઘુસી, ચારના મોત

આ સિવાય હવામાન વિભાગે 27-11-2023 માટે સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ અને દમણ-દાદરાનગર હવેલીમાં હળવા અને છૂટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ