ગુજરાત વિદ્યાપીઠના બંધારણમાં સુધારો, ટ્રસ્ટીઓની સંખ્યા અને કુલપતિના કાર્યકાળમાં કર્યો ઘટાડો

Gujarat Vidaypith amends constitution : ગુજરાત વિદ્યાપીઠે તેના બંધારણમાં સુધારો કરી મોટા નિર્ણય લીધા છે, જેમાં ટ્રસ્ટીઓની સંખ્યા ઘટાડવાથી લઈ, કુલપતિના કાર્યકાળનો સમય નિશ્ચિત કર્યો છે.

Written by Kiran Mehta
Updated : January 24, 2024 11:39 IST
ગુજરાત વિદ્યાપીઠના બંધારણમાં સુધારો, ટ્રસ્ટીઓની સંખ્યા અને કુલપતિના કાર્યકાળમાં કર્યો ઘટાડો
ગુજરાત વિદ્યાપીઠ (ફોટો એક્સપ્રેસ - જાવેદ રાજા)

રીતુ શર્મા : ગુજરાત વિદ્યાપીઠમાં એક મોટુ પગલુ ભરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત વિદ્યાપીઠે ટ્રસ્ટીઓની સંખ્યા અને કુલપતિના કાર્યકાળને ઘટાડવા માટે તેના બંધારણમાં સુધારો કર્યો છે.

ગયા મહિનાથી લાગુ થયેલા સુધારા મુજબ, ગુજરાત વિદ્યાપીઠ ગવર્નિંગ કાઉન્સિલ અથવા મંડળે તેના બોર્ડમાં સભ્યો (ટ્રસ્ટી) ની સંખ્યા 25 થી ઘટાડીને 17 કરી છે, જોકે તેમનો કાર્યકાળ ત્રણથી વધારીને પાંચ વર્ષ કર્યો છે, તો ચાન્સેલરનો કાર્યકાળ જે આજીવન હતો તે ફિક્સ પાંચ વર્ષનો નિશ્ચિત કર્યો છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાલમાં યુનિવર્સિટીના કુલપતિનું પદ સંભાળે છે.

ગુજરાત વિદ્યાપીઠ બોર્ડના સચિવ હર્ષદ પટેલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “વર્તમાન કુલપતિએ પોતે જ તેમનો કાર્યકાળ આજીવનથી વધારીને પાંચ વર્ષ કરવા વિનંતી કરી હતી.”

આઠ સભ્યો, જેઓ હવે ટ્રસ્ટમાં નથી, તેઓ હવે વિદ્યાપીઠના કર્મચારી છે. આ તમામ સભ્યો બોર્ડની બેઠકમાં પણ હતા, જેમણે સુધારાને મંજૂરી આપી અને સંમતિ આપી. “હવેથી, બોર્ડમાં ફક્ત ટ્રસ્ટી હશે અને કોઈ કર્મચારી નહીં હોય. સંશોધિત બંધારણ જણાવે છે કે, આઠમાંથી છ વર્તમાન કર્મચારીઓ – જગદીશચંદ્ર સાવલિયા, જગદીશચંદ્ર ગોથી, અરુણભાઈ જિયાંધી, નરેશભાઈ ચૌહાણ, પ્રવીણકુમાર શર્મા અને મેહુલભાઈ પટેલનો કાર્યકાળ 31 માર્ચ, 2024 ના રોજ સમાપ્ત થશે.

તેનો સીધો સંબંધ ખાસ અને સામાન્ય સભાઓ માટે કોરમ અને વિનંતીઓ સાથે સંબંધિત છે. ત્રણ ચતુર્થાંશ સભ્યોની વિનંતી પર સચિવ દ્વારા એક વિશેષ બેઠક બોલાવવામાં આવી શકે છે. આ પહેલા તે એક-ચોથાઈ હતુ.

આજ રીતે સામાન્ય સભામાં કોરમને એક ચતુર્થાંશથી ઘટાડીને એક તૃતિયાંશ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, સામાન્ય સભાની નોટિસ પાંચ દિવસ અગાઉ મોકલવાની રહેશે, જે અગાઉના ત્રણ દિવસ હતી, એમ સુધારામાં જણાવાયું છે.

“આ ફેરફારોની વ્યાખ્યા બોર્ડ દ્વારા પસાર થતા કોઈ પણ ઠરાવને અટકાવવા માટેના પગલા તરીકે અર્થઘટન કરી શકાય છે, જે નેતૃત્વની વિરુદ્ધ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, વર્તમાન છ કર્મચારીઓ જે બોર્ડના સભ્ય છે, તેમને બોર્ડમાંથી દૂર કરવામાં આવ્યા છે, જે અગાઉના સભ્યોની સંખ્યાના એક ચતુર્થાંશ છે. તેથી, તેમનો કાર્યકાળ 31 માર્ચ, 2024 સુધી હોઈ શકે છે, પરંતુ આ કલમને કોરમ સાથે બદલીને,એવી ખાતરી કરવામાં આવી છે કે, આ છ કર્મચારીઓ દ્વારા કોઈ ઠરાવ અથવા નિર્ણય પસાર કરવામાં આવશે નહીં,” ટ્રસ્ટીઓમાંથી એકે ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો – રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા : વડોદરામાં શોભા યાત્રા પર પથ્થરમારાનો મામલો, 16 લોકો સામે નોંધાયો ગુનો

તેમજ અગાઉ બોર્ડના અધ્યક્ષ, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા, હવે અધ્યક્ષ કુલાધિપતિ હોય છે. આ સુધારાના કારણો અંગે હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, “જોગવાઈઓને સુવ્યવસ્થિત કરવામાં આવી છે અને તેમના મૂળ સ્વરૂપમાં જાળવી રાખવામાં આવી છે.”

જો કે, જોગવાઈ યથાવત રાખવામાં આવી છે કે, બંધારણમાં કોઈપણ ફેરફાર ફક્ત બે તૃતીયાંશ સભ્યોની બહુમતીથી જ શક્ય બનશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ