ગુજરાત વિદ્યાપીઠના 8 ટ્રસ્ટીઓએ એકસાથે રાજીનામુ આપ્યું હતું. આ રાજીનામુ ગુજરાત વિદ્યાપીઠના દિક્ષાંત સમારોહના એક દિવસ પહેલા અપાયું છે. વાસ્તવમાં વિદ્યાપીઠના કુલાધિપતિ RSSથી જોડાયેલા હતા અને એના વિરોધમાં ટ્રસ્ટીઓએ રાજીનામુ આપ્યું છે. આ વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી હતી. આ પહેલા ક્યારેય આટલા ટ્રસ્ટીઓ સાથે રાજીનામુ આપ્યું નથી. વિદ્યાપીઠના ટોટલ 24 ટ્રસ્ટી છે.
ટ્રસ્ટીઓએ એક સંયુક્ત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અપીલ કરી હતી કે, તેમને ચાન્સેલર બનવાના નિમંત્રણનો સ્વીકાર કર્યો નથી. તમને જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યમાં રાજ્યપાલ દેવવ્રત RSSની પૃષ્ઠભૂમિ પર થી આવે છે. સોમવારે વિદ્યાપીઠના પ્રભારી રજીસ્ટ્રાર નિખિલ ભટ્ટે એક પ્રેસ નોટ બહાર પાડતા કહ્યું હતું કે, બધા ટ્રસ્ટીઓના રાજીનામાં સ્વીકાર કરાયા નથી અને 8 સદસ્યીય ટીમ રાજીનામુ આપનારા ટ્રસ્ટીઓ સાથે વાત કરશે.
રાજ્યપાલને પોતાની અપીલમાં ટ્રસ્ટીઓએ લખ્યું, ” અમે નવા ચૂંટાયેલા ચાન્સેલરને વિનમ્રતાપૂર્વક અપીલ કરીયે છીએ, કે અમારી પસંદગીના સંજોગોથી વાકેફ હશો આ ન તો સરળ હતું કે ન તો ટ્રસ્ટી બોર્ડનો સર્વસંમતિથી નિર્ણય હતો. અહીં ગાંધીના મૂલ્યો, પદ્ધતિઓ અને પ્રથાઓની પૂર્ણ અવગણના થઈ હતી. મહામહિમ, લોકતંત્રના મૌલિક મૂલ્યો જાણવી રાખવા અને પારદર્શી નિર્ણય લેવા માટે તમારે ચાન્સેલરના રૂપમાં કાર્યભાર સંભાળવાથી ઇન્કાર કરી એક ઉદાહરણ સ્થાપિત કરવાનો અવસર છે.
આચાર્ય દેવવ્રતની નિયુક્તિનો વિરોધ કરનારા ટ્રસ્ટીઓમાં નરસિંહ હથીલા, મણીબેન પરીખ, સુદર્શન આયંગર, કપિલ શાહ, માઈકલ મજગાંવકર, ચૈતન્ય ભટ્ટ, નીતા હાર્ડીકર અને અનામિક શાહનું નામ સામેલ છે, એક સમય 2018માં આવો પણ આવ્યો, જયારે ભંડોળના અભાવને કારણે વિદ્યાપીઠ બંધ થવાની હતી.
આ પણ વાંચો – ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ખાસ વાતચીતઃ ‘ગાંધીજી આજે હોત તો સૌથી વધારે આશીર્વાદ મને આપત’
તમને જણાવી દઈએ કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાત વિદ્યાપીઠના 12માં ચાન્સેલરના રૂપમાં કાર્યભાર સંભાળવા માટે નિમંત્રણ આપયું હતું, જેનો તેમણે સ્વીકાર કરી લીધો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એક નિવેદન જાહેર કરી કહ્યું હતું કે ” કુલપતિ અને રજિસ્ટ્રાર પરિષદના કેટલાક પ્રતિનિધિ નિમંત્રણની સાથે આવ્યા હતા. મેં મહાત્મા ગાંધી જેવા મહાન વ્યક્તિત્વ દ્રારા સ્થાપિત સંસ્થાનમાં શામેલ થવા માટે પોતાને ભાગ્યશાળી અને ગૌરવંતી અનુભવ કરી રહ્યો છું.