ગુજરાતમાં 2030 સુધીમાં 80 ટકા ગંદા પાણીનો થશે ફરી ઉપયોગ, શું છે સરકારનો પ્લાન?

Gujarat Waste Water Recycling Plan : ગુજરાત સરકાર (Gujarat Govt) ગંદા પાણીને રિસાયક્લિંગ કરી ફરી તેનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવી રહી, 2030 સુધીમાં 80 ટકા ગંદા પાણીનો ફરી ઉપયોગ કરી એક નવી અર્થવ્યવસ્થા ઉભી કરશે.

Written by Kiran Mehta
January 13, 2024 21:14 IST
ગુજરાતમાં 2030 સુધીમાં 80 ટકા ગંદા પાણીનો થશે ફરી ઉપયોગ, શું છે સરકારનો પ્લાન?
ગુજરાત સરકારનો ગંદા પાણીને રિસાયક્લિંગ કરી ફરી તેનો ઉપયોગ કરવાનો પ્લાન

રીતુ શર્મા | Gujarat Waste Water Recycling Plan : ગુજરાતનો 2030 સુધીમાં 80 ટકા ગંદા પાણીનો ઉપયોગ કરવાનું લક્ષ્‍યાંક, જાપાન અને જર્મનીના શૂન્ય કચરો પેદા કરવા માટે સાહસિક પગલાંમાંથી પ્રેરણા લઈને અને કચરાનું ફરજિયાત રિસાયક્લિંગ – આ ‘સર્કુલર ઈકોનોમીના માધ્યમથી અવસર, વેસ્ટ-વોટર રિસાયક્લિંગ’ ચર્ચાના મુદ્દા હતા. અને વેસ્ટ ટુ એનર્જી’, મામલે શુક્રવારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એક સત્ર યોજાયું હતું.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સત્રમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચરાના ઉપયોગની એક નવી અર્થવ્યવસ્થા શરૂ કરી છે. ગોબર ગેસ અને બાયોગેસ પ્રોજેક્ટનું ઉદાહરણ આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે ‘આવા ફેરફારોથી ગ્રામીણ અર્થતંત્રમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.’ સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડમાં સુરતને ‘ક્લીનેસ્ટ સિટી’નો એવોર્ડ મળવા બદલ અભિનંદન આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા ગંદા પાણીને ટ્રીટ કરીને ઉદ્યોગોને આપીને વાર્ષિક રૂ. 140 કરોડની આવક ઊભી કરે છે.

સત્રમાં, હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયના અધિક સચિવ ડી થારાએ જર્મની અને જાપાન દ્વારા સ્થાપિત ઉદાહરણ વિશે વાત કરી હતી. “જે દિવસે તમે શહેરના કેન્દ્રમાં ઇન્સિનેટર બનાવી શકો છો… તો તે પારદર્શિતા લાવે છે. જર્મની અને જાપાને આ સાહસિક પગલાં લીધાં છે. તેમની પાસે ઝીરો વેસ્ટ સિટીના 107 પરિમાણો છે.

તેમણે સૂચવ્યું, આપણી પાસે પણ કચરા-મુક્ત શહેરો છે. પરંતુ આપણે આ કચરાના શિપિંગ સમયથી જોઈ રહ્યા છીએ. બીજી તરફ, જર્મની અને જાપાન તેના ઉત્પાદન પહેલા જ તેની કાળજી લે છે.”

ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાંનો એક એ છે કે, તેણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, ગુજરાતમાં ટ્રીટેડ પાણીનો ઉપયોગ કરવામાં આવશે, ગુજરાત નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જેપી ગુપ્તાએ રેખાંકિત કર્યું હતું. ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ગુજરાતે આયોજન કર્યું છે કે, 2030 સુધીમાં, અમે વિવિધ વપરાશકારોને આપવામાં આવતા લગભગ 80 ટકા, ગંદા પાણીના રિસાઈક્લિંગનો ઉપયોગ કરવા માંગીએ છીએ… કોઈ જોઈ શકે છે કે, તેઓ ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરીને ભારે આર્થિક લાભ મેળવે છે.

રિસાયક્લિંગને ફરજિયાત બનાવવા અંગે ગુજરાત મેરીટાઇમ બોર્ડના સીઈઓ રાજકુમાર બેનીવાલે કહ્યું, ‘પહેલાં રિસાયક્લિંગ એક વિકલ્પ હતો પરંતુ, હવે તે મજબૂરી બનવા જઈ રહ્યો છે. આપણે કચરો ઉત્પન્ન કરવાનું બંધ કરી શકતા નથી, પરંતુ આપણે ચોક્કસપણે તેનો ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ, તેને રિસાયકલ કરી શકીએ છીએ અથવા કદાચ તેને આ રીતે ઘટાડી શકીએ છીએ.

આ પણ વાંચોVibrant Gujarat: વાઇબ્રન્ટ સમિટ 2024માં ગુજરાત પર ધનવર્ષા, રેકોર્ડ 26.33 લાખ કરોડના એમઓયુ થયા; જાણો કેટલા પ્રોજેક્ટ સ્થપાશે

આ દરમિયાન, વિશ્વ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર ઓગસ્ટે તાનો કૌમેએ હાઇલાઇટ કર્યું હતું કે, “સંદેશ એ છે કે આપણે કેવી રીતે વર્તવું તે સરકાર જણાવે તેની રાહ જોવાની જરૂર નથી”. “આપણે સમજવું જોઈએ કે, કચરો એ સંપત્તિ છે અને ખરાબ રીતે સંચાલિત કચરો એ ખરાબ સ્વાસ્થ્ય છે. પછી આપણે આપણું વર્તન બદલીએ છીએ.

દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણનો ઉલ્લેખ કરતા કૌમેએ કહ્યું, “અહીં ગુજરાતમાં તમે સ્વચ્છ હવામાં શ્વાસ લઈ શકો છો. પરંતુ આપણામાંના જેઓ દિલ્હીમાં છે, તેમના માટે… આપણે જાણીએ છીએ કે, જો તમે કચરાને યોગ્ય રીતે મેનેજ કરી રહ્યાં નથી, તો તે તમે શ્વાસ લો છો તે હવાની ગુણવત્તાને પણ અસર કરી શકે છે. આનાથી જાણો છો કે ગ્રહ વસવાટયોગ્ય પણ રહી શકતો નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ