ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ: અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, સિદ્ધપુરમાં કરા પડ્યા, શામળાજીમાં ધોધમાર વરસાદ

Gujarat Weather Rain Forecast : ગુજરાત ના હવામાનમાં પલટો જોવા મળ્યો છે, હવામાન વિભાગની વરસાદ આગાહી વચ્ચે વલસાડ, બનાસકાંઠાના અંબાજી, શામળાજી અને ભાવનગરમાં વરસાદ જોવા મળ્યો.

Written by Kiran Mehta
Updated : May 13, 2024 18:43 IST
ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ: અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, સિદ્ધપુરમાં કરા પડ્યા, શામળાજીમાં ધોધમાર વરસાદ
ગુજરાત વેધર - વરસાદ આગાહી (ફાઈલ ફોટો - હવામાન વિભાગ)

Gujarat Rain Forecast : ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સોમવારે સાંજે અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો દેખાયો હતો. ધૂળની ડમરીઓ સાથે ભારે વાવાઝોડું ફૂેકાયું હતું. બનાસકાંઠા, શામળાજી, વલસાડ સહિત પંથકમાં વરસાદ પડ્યો હતો. જ્યારે અમદાવાદ, મહેસાણા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉઠતાં આકાશ ધૂળીયું બન્યું હતું. આજે વલસાડ, કપરાડા સહિતના વિસ્તારમાં કરા પડ્યા છે,તો ભાવનગર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં હજુ પણ ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.

ગુજરાતમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં હજુ ત્રણેક દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના દરિયા કાંઠા નજીક, ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પાડોશમાં દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે, જેની અસર ગુજરાતના કેટલાક ભાગમાં હજુ પણ ત્રણ દિવસ જોવા મળી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગઈકાલે દક્ષિણ પાકિસ્તાન અને અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સરેરાશ સમુદ્રી સપાટીથી 1.5 કિમી ઉપરનું પરિભ્રમણ ઓછુ ચિન્હીત થયું છે, તો રાજસ્થાન અને પડોશમાં 0.9 કિમીની સપટીથી ઓછુ પરિભ્રમણ ચિન્હીત થયું છે. તો અગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં થોડી વાતાવરણમાં અસ્વસ્થતાની સ્થિતિ જોવા મળી શકે છે.

આજે ક્યાં કેવો વરસાદ

અમદાવાદ વાતાવરણમાં પલટો, ધૂળની ડમરીઓ ઉડી

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, શહેરમાં ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડી છે. શહેરમાં અચાનક વાદળછાયુ વાતાવરણ સર્જાયું અને ગરમ પવન ફૂંકાવા લાગ્યો છે. ગરમીમાં થોડી રાહત અનુભવાઈ રહી છે. કેટલીક જગ્યાએ વાહન ચાલકો ધૂળના કારણે પરેશાન જોવા મળ્યા છે.

સિદ્ધપુરમાં કરા સાથે વરસાદ પડ્યો

વલસાડ જિલ્લામાં કરા સાથે વરસાદ

હવામાન વિભાગની ચાર દિવસની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, કપરાડા, તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વલસાડ, કપરાડામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, અને ધરમપુરના આંતરિયાળ વિસ્તારમાં રીતસર કરા પડ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ભાવનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ

તો સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લાના સિહોર, ટાણા, બુઢણા સહિતના ગામોમાં ક્યાંક તો છાપરા, નળિયા ઉડ્યા હતા. હવામાન વિભાગે વેરાવળ, પોરબંદર સહિતના દરિયાકાંઠા નજીકના વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

શામળાજીમાં ધોધમાર વરસાદ, અંબાજીમાં વાદળો ઘેરાયા

આ બાજુ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં શામળાજી પંથકમાં તો, બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. શામળાજીમાં ભારે વરસાદથી મંદિર તરફના રસ્તા પર પાણી બરાયા હતા, તો બનાસકાંઠાના અંબાજીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, તો ક્યાંક છૂટા છવાયા સ્થળોએ વરસાદી છાંટા પડ્યા છે, અને કાળા ડિમ્મર વાદળાથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે.

ગુજરાતમાં વરસાદની આગાહી

13-05-2024

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અરવલ્લી, મહિસાગર, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ ભાવનગર, વેરાવળ સહિતના પંથકમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

14-05-2024

હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરત જિલ્લામાં વાદળછાયા વાતાવરણ, અને પવન સાથે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

15-05-2024

બુધવારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ુ ગુજરાતના બનાસકાંઠા, તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડી શકે છે.

16-05-2024

ગુરૂવારે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં બનાસકાંઠાનો સમાવેશ થાય છે. જિલ્લામાં કેટલાક છૂટા છવાયા સ્થળોએ પવન સાથે વરસાદ થઈ શકે છે.

મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ

મહારાષ્ટ્રના મુંબઈમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. નવી મુંબઈમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં અનેક વિસ્તારમાં વાદલછાયુ વાતાવરણ સર્જાયું છે. મુંબઈમાં અચાનક વરસાદથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગરમીમાં આંશિક રાહત મળી છે.

આ પણ વાંચો – Gujarat Weather Updates : આજે ગુજરાતમાં ગાજવીજ સાથે પડશે વરસાદ, અહીં અપાયું વરસાદનું ઓરેન્જ એલર્ટ

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે જણાવ્યું હતુ કે, હજુ બે દિવસ રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે પવન, અને મેઘગર્જના સાથે વરસાદની સંભાવના છે, ત્યારબાદ હવામાન સ્વચ્છ જોવા મળી શકે છે. ભર ઉનાળામાં કમોસમી વરસાદ થતા કેટલાક વિસ્તારમાં બાદમાં બફારો અનુભવાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ