Gujarat Weather Update : ગુજરાતમાં નવરાત્રીનો છેલ્લો દિવસ બગાડશે વરસાદ, આ વિસ્તારમાં પડશે વરસાદ, 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ

Gujarat Weather Forecast, IMD Rain Alert: આજનો દિવસ ખેલૈયાઓ માટે ચિંતાનો દિવસ છે. કારણ કે આજના દિવસે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Written by Ankit Patel
October 11, 2024 10:08 IST
Gujarat Weather Update : ગુજરાતમાં નવરાત્રીનો છેલ્લો દિવસ બગાડશે વરસાદ, આ વિસ્તારમાં પડશે વરસાદ, 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: નવરાત્રીના છેલ્લા દિવસે વરસાદની આગાહી - Express photo by Bhupedra Rana

Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): આજે શુક્રવાર 11 ઓક્ટોબ 2024ના રોજ નવરાત્રીનું છેલ્લુ નોરતું છે. આજનો દિવસ ખેલૈયાઓ માટે ચિંતાનો દિવસ છે. કારણ કે આજના દિવસે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.આજે વરસાદ નવરાત્રીનું છેલ્લું નોરતું બગાડશે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો

નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુરુવારના દિવસે રાજ્યમાં મેઘરાજાએ આંટો માર્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવાનમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

17 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 17 તાલુકા એવા હતા જ્યાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ (mm)
સુરતવાલોદ77
તાપીવ્યારા73
તાપીડોલવાન69
ગીર સોમનાથકોડિનાર64
સુરતપલસાણા60
સુરતમાંગરોલ54
સુરતમહુવા54
નવસારીગણદેવી47
સુરતસુરત શહેર46
સુરતકામરેજ40
તાપીસોનગઢ40
સુરતમાંડવી35
ગીર સોમનાથસુત્રાપાડા32
ડાંગસુબિર32
નવસારીખેરગામ29
ભાવનગરમહુવા28
નવસારીચિખલી27

રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

ગુજરાતમાં આજે ક્યાં વરસાદ પડશે?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 11 ઓક્ટોબર 2024, નવરાત્રીના છેલ્લો દિવસે શુક્રવારે ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં તેમજ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ ઉપરાંત કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ