scorecardresearch

ગુજરાત તાપમાન : ગરમી વધશે, 10, 12 મેના રોજ પારો 43 ડિગ્રીને સ્પર્શશે, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Weather : ગુજરાતમાં ગરમી (Gujarat Heat Wave) નો પારો વધી શકે છે. હવામાન વિભાગે (IMD) અમદાવાદ (Ahmedabad) માં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. ગરમીથી બચવા શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.

Gujarat Heat Wave
ગુજરાત હીટ વેવ (ફોટો – પ્રતિકાત્મક)

Gujarat Weather : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ સોમવારે શહેરમાં વધતા તાપમાન અંગે ભારતીય હવામાન વિભાગ (IMD) ની ચેતવણીને પગલે 10 મે અને 11 મે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

IMDની આગાહી મુજબ, અમદાવાદમાં 10 અને 11 મેના રોજ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું રહેશે.

AMCએ તેના હીટ વેવ એક્શન પ્લાનના ભાગરૂપે બે દિવસ માટે ઊંચા તાપમાન સામે એડવાઈઝરી પણ જારી કરી છે. IMDની આગાહીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમદાવાદમાં 9 અને 12 મેના રોજ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

સોમવારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજકોટમાં 41.7 ડિગ્રી, અમદાવાદમાં 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 41.4, કંડલા એરપોર્ટ 41.2, ડીસામાં 40.5, વડોદરામાં 40.2 ડિગ્રી અને ભુજમાં 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું.

લઘુત્તમ તાપમાન 24 થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું.

બપોરે ઘરની બહાર ન નીકળો

વધતા તાપમાનથી પોતાને બચાવવા માટે, આરોગ્ય મંત્રાલયે દરેકને બપોરે 12 થી 3 વાગ્યાના સમયમાં સૂર્યના આકરા તાપથી દૂર રહેવાની વિનંતી કરી છે. કારણ કે આ સમયે સૂર્ય ખૂબ જ પ્રબળ હોય છે. તો, દારૂ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઈએ. આ સૂચનો ઉપરાંત, એડવાઈઝરીમાં એવા બીમારીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જેના દર્દીઓએ હીટવેવથી ખાસ બચવું જોઈએ. જેમ કે હૃદયરોગના દર્દીઓ, સગર્ભા સ્ત્રીઓ, 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, નાના બાળકો અને નવજાત શિશુઓને હીટવેવથી બચાવવા જોઈએ.

ઈન્ડિયન એક્સપ્રેસે હૈદરાબાદની યશોદા હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર ચિકિત્સક ડૉ. દિલીપ ગુડે સાથે વાત કરી. તેમણે આગામી મહિનાઓમાં ગરમીને હરાવવા માટે શું કરવું અને શું ન કરવું તે સમજાવ્યું.

ગરમીથી બચવા માટે, નીચે આપેલ ટીપ્સને અનુસરો

  • તમારી જાતને હંમેશા હાઇડ્રેટેડ રાખો
  • ઢીલા-ખુલ્લા અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરો, જે શરીરને શ્વાસ લેવા અને પરસેવાને નિયંત્રિત કરે છે.
  • સનસ્ક્રીનનો ઉપયોગ કરો અને તેને નિયમિતપણે લગાવો.
  • તમારા વિસ્તારના તાપમાનની હંમેશા જાણકારી રાખો.
  • જ્યારે તમે બહાર જાઓ ત્યારે તમારા માથાને કપડા, છત્રી અથવા ટોપીથી હેમેશા ઢાંકો.
  • ઠંડા પાણીથી વારંવાર સ્નાન કરો.
  • સૌર પ્રતિબિંબીત ઠંડી છત/પેઈન્ટિંગ ઘરમાં સારા ક્રોસ વેન્ટિલેશનમાં મદદ કરે છે.
  • ઇમરજન્સી મેડિકલ કીટ તૈયાર રાખો.
  • ઘણાં ઇન્ડોર અને આઉટડોર છોડ લગાવો.

આ પણ વાંચોયુએસ-કેનેડા બોર્ડર પર ચારના મોતનો મામલો: મહેસાણા પોલીસે કેનેડાને લુકઆઉટ નોટિસની વિનંતી કરી, જુઓ શું છે કેસ?

ઉનાળામાં આટલું ન કરો

  • કોલા જેવા મીઠાવાળા સોફ્ટ ડ્રિંક્સનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે શરીરને ડીહાઇડ્રેટ કરે છે.
  • આલ્કોહોલ, કોફી, ચાનું સેવન ઓછું કરવું જોઈએ.
  • ઉચ્ચ પ્રોટીન માંસાહારી ખોરાક ટાળો અને તાજો રાંધેલો ખોરાક ખાઓ. મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ખાવાનું ટાળો.
  • વૃદ્ધો, બાળકો અથવા પાલતુ પ્રાણીઓને તડકામાં પાર્ક કરેલા વાહનોમાં ન છોડો.
  • ખુલ્લા પગે બહાર ન જાવ.
  • દિવસના સૌથી ગરમ સમયમાં રસોઈ કરવાનું ટાળો. સરળતાથી પચી શકે તેવા ખોરાક લો.
  • દિવસના ગરમ સમયમાં હાર્ડવર્ક કે વર્કઆઉટ/કસરત ન કરો.
  • સૂર્યના સીધા પ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો

Web Title: Gujarat weather heat will increase mercury will touch 43 degrees on may 10 12 orange alert in ahmedabad

Best of Express