Gujarat Weather Report, ગુજરાત વેધર રીપોર્ટ : અત્યારે ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ગરમીએ જોર પકડ્યું છે. ગરમીનો પારોએ પોતાની ચરમસીમા વટાવી દીધી છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રી નજીક પહોંચી હતી. ગરમીનો પારો 44 ડિગ્રીને વટાવતા જ લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અમદાવાદમાં પણ અસહ્ય ગરમી પડવા લાગી છે. ત્યારે હવામાન વિભાગે સંભવિત વિસ્તારોમાં ગરમીનું રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે.
Gujarat Weather Report : સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને ડિસા બન્યા અગનગોળો
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે શુક્રવાર 17 મે 2024ના રોજ ગુજરાતમાં સિઝનની સૌથી વધારે ગરમી પડી હતી. આ ઉનાળામાં પહેલીવાર ગરમીનો પારો 44.7 ડિગ્રીની સપાટીએ પહોંચ્યો હતો. ગુરુવારના દિવસે રાજ્યના સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને ડિસામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધારે સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી, અમદાવાદમાં 44.2 ડિગ્રી, ડિસામાં 44.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચોઃ- વન વિભાગનું મોટું અભિયાન, 15,500 કિ.મી.માં જંગલી ગધેડાની ગણતરી કરાશે, હાલ કેટલી છે વસ્તી?
Gujarat Weather Report : રાજ્યના 12 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે શુક્રવારનો દિવસ આ ઉનાળાનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. રાજ્યમાં 12 જેટલા શહેરોમાં ગરમીના પારો 41 ડિગ્રી અને તેનાથી ઉપર રહ્યો હતો. ખાસ કરીને આ ઉનાળામાં ગરમીનો પારો પહેલીવાર 44.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ 12 શહેરોમાં વિદ્યાનગર, વડોદરા, ભૂજ, અમરેલી, રાજકોટ, મહુવા, કેશોદ, કંડલા એરપોર્ટનો સમાવેશ થાય છે.

શુક્રવારે ક્યાં કેટલી ગરમી પડી?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 44.2 | 31.0 |
ડીસા | 44.4 | 28.2 |
ગાંધીનગર | 44.0 | 30.4 |
વલ્લભ વિદ્યાનગર | 43.1 | 29.4 |
વડોદરા | 42.2 | 30.6 |
સુરત | 35.8 | 29.6 |
વલસાડ | 37.2 | 22.2 |
દમણ | 35.6 | 28.0 |
ભુજ | 43.8 | 26.7 |
નલિયા | 38.5 | 27.5 |
કંડલા પોર્ટ | 37.5 | 29.0 |
કંડલા એરપોર્ટ | 41.6 | 27.9 |
અમરેલી | 43.2 | 27.6 |
ભાવનગર | 39.7 | 29.4 |
દ્વારકા | 33.6 | 28.0 |
ઓખા | 35.4 | 28.4 |
પોરબંદર | 36.7 | 27.2 |
રાજકોટ | 43.7 | 25.7 |
વેરાવળ | 33.6 | 27.5 |
દીવ | 34.0 | 27.6 |
સુરેન્દ્રનગર | 44.7 | 28.8 |
મહુવા | 41.0 | 28.5 |
કેશોદ | 41.5 | 26.6 |
Gujarat Weather Report : આજે સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતના દાહોદ, મહિસાગર, તાપી, ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત સૌરાષ્ટ્રમાં રાજકોટ, બોટાદ, જામગનરર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઠ અને ભાવનગરમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે.